વહુને એક સાડી લેવાનું કહ્યું અને તે બે સાડી લઈ આવી, સાસુએ કારણ પૂછ્યું તો વહુએ એવો જવાબ આપ્યો કે સાસુ ની આંખો…

ભૂમિ અને તેના સાસુ બંને રસોડામાં રોજનું કામ કરી રહ્યા હતા અને ભૂમિ રસોઈ બનાવી રહી હતી. થોડા સમય પછી પતિ ઘરે જમવા આવવાના હોવાથી રસોઈનો સમય થઈ ગયો હતો અને બાળકો પણ સ્કૂલેથી ફરી પાછા થોડા જ સમય પછી ઘરે આવવાના હતા.

બાળકો ઘરે આવે કે તરત જ ભૂખ્યા હોવાથી જમવાનું માંગતા અને એટલા માટે જ રોજની જેમ આજે પણ વહુ જમવાનું તૈયાર કરી રહી હતી. ભૂમિ ના લગ્ન થયાને સાત વર્ષ થઈ ચૂક્યાં હતાં. લગ્નના બે વર્ષ પછી ભૂમિ અને કાર્તિકને twins એક દીકરો અને દીકરી આવ્યા હતા.

ભૂમિ ને પિયરમાં એક ભાઈ પણ હતો જેના લગ્ન થઈ ચૂક્યા હતા. થોડા દિવસો પછી રક્ષાબંધન પણ હતી એટલે ભૂમિ વિચારી રહી હતી કે આ વખતે રક્ષાબંધન માં ભાઈને રાખડી બાંધવા માટે તે જઈ આવશે. અને સવારથી સાંજ સુધી બની શકે તો પિયરમાં રોકાશે.

ભૂમિએ રસોડામાંથી બહાર આવીને ઘડિયાળમાં નજર કરી કેટલા વાગ્યા છે, ઘડિયાળ નો સમય એક વાગવામાં 10 મિનિટની વાર હતી. ભૂમિ ફરી પાછી રસોડામાં જાય તે પહેલા તેની શેરીમાંથી loud speaker માં અવાજ આવ્યો.

ભૂમિ સાંભળવા માટે ઊભી રહી ગઇ કે શું અવાજ આવી રહ્યો છે, લાઉડ સ્પીકરમાં કોઈ બોલી રહ્યું હતું. સેલ આવી ગયો છે… સેલ… સેલ… સેલ… લઈ જાઓ એક થી એક નવી સુંદર નવી ડિઝાઈન ની સાડીઓ ખૂબ જ સસ્તી કિંમતો ઉપર… રક્ષાબંધનના તહેવારમાં તમારી બહેનો, નણંદો ને આપવા માટે એક સુંદર ભેટ… 50% ઓછામાં… 1000 રૂપિયાની સાડી માત્ર 500 રૂપિયામાં… જલ્દી ખરીદી કરો… જલ્દી ખરીદી કરો… સેલ સ્ટોક સીમિત રહે ત્યાં સુધી જ ચાલુ રહેશે…

ભૂમિ એ આખા સેલ ની વાત સાંભળી પછી ફરી પાછી રસોડામાં જઈ રહી હતી એવામાં રસોડામાં ઉભા રહેલા સાસુ એ પણ આ વાત સાંભળી હતી સાચુ બહાર આવ્યા અને ભૂમિને કહ્યું, વહુ જા તું બહાર જઈને તારા ફઈ સાસુ માટે સાડી લઈ લે, નહીંતર જો તારા સસરા લેવા જશે તો એ મોંઘી સાડી ઉઠાવી લાવશે.

સાસુમા પોતાની નણંદ વિશે આવું વિચારી રહ્યા હતા અને તેની નણંદ પ્રત્યેની ભાવના તેના શબ્દોમાં છલકાઇ રહી હતી. તે પોતાની નણંદ માટે બને તેટલી સસ્તી સાડી લેવા માંગતા હતા, ભૂમિને આ બધું જોઇને થોડું દુઃખ થયું અને ક્ષણવારમાં જ તે વિચારવા લાગી કે જો મારા ઘરમાં મારી ભાઈની પત્ની એટલે કે મારી ભાભી પણ મારા વિશે આવું જ વિચારતા હશે ને? દર વર્ષે એવું જ થતું હશે?

ભૂમિ ઉભા ઉભા વિચારોમાં ખોવાઈ ગઈ હતી, સાથે સાથે તેને થોડો ગુસ્સો પણ આવ્યો કારણ કે તે તેની સાસુએ કહ્યું તેના સાથે સહમત નહોતી વર્ષમાં એક વખત બહેન કે નણંદ રાખડી બાંધવા આવે તો તેને વર્ષમાં એક વખત પણ સાડી આપવી એ પણ સેલમાંથી સસ્તા માં સસ્તી? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ભૂમિને તેના મનમાં અચાનક જ એક વિચાર આવ્યો અને તરત જ તેને નક્કી કર્યું કે આજે તે પોતાની સાસુને મોઢેથી નહીં પરંતુ કંઈક કરીને સમજાવવાની કોશિશ કરશે.

ભૂમિ તરત જ બહાર લાઉડ સ્પીકર વાગી રહ્યું હતું તે ગાડી પાસે ગઈ. તે ગાડીમાં એક વેપારી સાડી લઈ ને બેઠો હતો, ત્યાં જઈને ભૂમિએ કહ્યું મને સેલમાંથી બે સાડી આપો.

વેપારી એ ભૂમિ ને પૂછ્યું બહેન આવો તમને સાડીની ડિઝાઈન બતાવું, તમને જે પસંદ આવે તે લઈ લો. ભૂમિ એ થોડા ગુસ્સામાં કહ્યું મારે ડિઝાઇન નથી જોવી, તમે કોઈપણ ડિઝાઇનવાળી 2 સાડી આપી દો.

બે સાડી વેપારીએ પેક કરીને આપી દીધી. ભૂમિ એ તરત જ પૈસા આપ્યા અને પાંચ મિનિટથી પણ ઓછા સમયમાં તે સાડી લઈને ફરી પાછી ઘરમાં જતી રહી.

સાસુ ભૂમિને ઘરમાં પ્રવેશતી જોઈને થોડું આશ્ચર્ય પામ્યા કારણ કે સહજતાથી કોઈ પણ વિચારે કે સાડી લેવા માં આટલો ઓછો સમય ન લાગે, તેમ છતાં સાસુ કંઈ બોલ્યા નહીં પરંતુ ભૂમિના હાથમાં બે સાડી જોઈને સાસુ એ તરત જ કહ્યું કે બે સાડી કોના માટે લાવી? ફઈ સાસુ ને તો એક જ સાડી આપવાની છે… તો પછી એક વધારે કેમ લઈ લીધી?

સાસુ ની વાતનો જવાબ આપતા ભૂમિએ કહ્યું એક ફઈજી માટે અને બીજી મારી પોતાની નણંદ માટે… આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

બસ ભૂમિ પાસેથી માત્ર આટલું સાંભળવાની રાહ જોઈ રહ્યા હોય એ રીતે સાસુ ગુસ્સે થઈ ગયા અને ભૂમિ ઉપર તૂટી પડ્યા કે મારી દીકરીને રક્ષાબંધન ઉપર તું આવી સાડી આપવા માંગે છે? તને તો મારી દીકરી જરા પણ ગમતી જ નથી, તને તારી નણંદ જરા પણ વહાલી નથી કે શુ?

ભૂમિ એ શાંતિથી સાસુને વાતનો જવાબ આપતા કહ્યું મમ્મી હું તમને માત્ર એક જ સવાલ પૂછવા માગું છું કે ફઈ પણ તમારી સાસુ ની દીકરી છે તો પછી એ આવી સાડી પહેરી શકે છે તો દીદી કેમ નહીં?

ભૂમિએ પૂછેલા સવાલનો તેની સાસુ પાસે કોઈ જવાબ નહોતો, તરત જ પોતે કરેલા ભેદભાવનો તેને અહેસાસ થઈ ગયો. અને વર્ષોથી જે ચાલી રહ્યું હતું તેમાં પણ તેને અંદાજો આવ્યો કે ફઈ સાથે તેને કેવો વ્યવહાર કર્યો છે.

તરત જ ભૂમિના હાથ પકડીને બંને સાસુ વહુ બહાર ગયા અને પેલી ગાડી પાસે જઈને ભૂમિના સાસુએ કહ્યું ભાઈ આ બે સાડી પાછી રાખી લો. અને બીજી કોઈ ભારે માં સારી સાડી હોય તો એ બતાવો.

વેપારી પાસે બધી સાડી હાજર હતી એટલે તે સાડીઓ બતાવી અને બે ભારે સાડી ભૂમિ અને સાસુ એ મળીને તેના ફઈ તેમજ નણંદ માટે ખરીદી કરી.

ભૂમિના ચહેરા ઉપર સંતોષ દેખાઈ રહ્યો હતો. કારણ કે તેને જે વાતનો ગુસ્સો આવ્યો હતો અને તે સાસુને જે સમજાવવા માંગતી હતી તેમાં તે સફળ થઈ હતી. જો કે ભુમિને હજુ પણ થોડી શંકા હતી કે મારા ઘરમાં ભલે આવું ન થયું પરંતુ ઘણા ઘરમાં આવું બનતું હશે નહીંતર રક્ષાબંધન જેવા તહેવાર પર સાડીઓનો સેલ શહેરોમાં થાય જ નહીં. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે આ સ્ટોરી ને શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટ કરીને કેવી લાગી તે અચૂક જણાવજો

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team