વહુના લગ્ન થયાના 15 દિવસ પછી તેની કાનની હીરાજડીત એક બુટ્ટી ખોવાઈ ગઈ, તો એક દિવસ સાસુએ તેને બોલાવી ને એવું કહ્યું કે વહુના આંખમાંથી…

દીકરીના લગ્ન કરવાની ઉંમર થઈ ચૂકી હતી, એટલે પિતાએ હવે દીકરી માટે જોવાનું શરૂ કરી દીધું હતું. દીકરી ખૂબ જ વહાલી હોવાથી પિતાની ઇચ્છા હતી કે તેને જે પણ કંઈ ઘર મળે તેમાં તે ખુશ રહે અને આખા પરિવારને પણ ખુશ રાખે.

થોડા દિવસ પછી દીકરીના પિતા પાસે એક માંગું આવ્યું એટલે થોડી તપાસ કરવામાં આવી અને પરિવાર સારો હતો આર્થિક રીતે પણ ખૂબ સુખી પરિવાર હતો, એટલે તેના પિતા એ નક્કી કર્યું કે હવે દીકરીને અને દીકરાને મનાવી લઈએ જો એ બંને એકબીજાને પસંદ કરે તો આગળ વધીશું.

બંને મળ્યા, એકબીજાને પસંદ પણ કર્યા જોતજોતામાં જ સગાઈ થઈ ગઈ અને લગ્નમાં પણ વધારે સમય બાકી ન હતો ખૂબ જ ધામધૂમથી બંનેના લગ્ન પણ કરાવ્યા.

લગ્નને લગભગ પંદર દિવસ જેવો સમય થયો હશે ત્યારે દીકરી તેના સાસરીમાં સવારે તૈયાર થઈને દરરોજની જેમ મંદિરમાં પગે લાગી ત્યાર પછી સાસુને અને સસરાને પગે લાગીને રસોડામાં ગઈ ત્યારે તેને સાસુએ બોલાવી, પહેલા તો દીકરી ને નવાઈ લાગી કે મને અત્યારે કેમ બોલાવે છે શું મારી કંઈ ભૂલ થઈ ગઈ હશે? શું જાગવા માં મોડું થઈ ગયું હશે? આવું મનમાં વિચારતા વિચારતા તે પોતાની સાસુ પાસે ચાલી ગઈ.

સાસુ પાસે ગઈ એટલે સાસુએ એક બોક્સ તેને આપ્યો અને કહ્યું આ તારી ભેટ છે, વહુ એ ત્યાં ન’તી આ બોક્ષ્ ખોલ્યું તો અંદરથી હીરા ની કાનની બુટ્ટી નીકળી. તેના ચમક ઉપરથી જ જણાઈ રહ્યું હતું કે આ કોઈ સામાન્ય બુટ્ટી ન હતી પરંતુ ખૂબ કીમતી બુટ્ટી છે. બુટ્ટી ને જોઈને વહુ એકદમ ખુશખુશાલ થઈ ગઈ. તેને તેના સાસુ ને ભેંટીને થેન્ક્સ કહ્યું.

સાસુએ કહ્યું બેટા મારી અંગત બચતમાંથી મેં લીધેલી છે, અને હું એવું ઈચ્છું છું કે તું અને નિયમિત પણે પહેરીને રાખે અને જરા ધ્યાનથી અને બરાબર સાચવજે.

સાસુ તરફથી મળેલી આ ખૂબ જ કીમતી ભેંટને વહુ તો જાણે જીવની જેમ સાચવતી. જ્યારે પણ કાઢવાની થાય ત્યારે તે એકદમ સાચવીને સુરક્ષિત જગ્યા પર મૂકી દેતી અને ફરી પાછી પહેરવાની થાય ત્યારે ત્યાંથી જ લઈને પહેરતી.

એક દિવસ રાતના તે પતિ સાથે ફરવા ગઈ હતી એટલે તેને હીરાની બુટ્ટી કાઢીને તેના ડ્રેસની મેચિંગ બુટ્ટી પહેરી હતી. રાત્રે ઘરે આવ્યા પછી તેને વિચાર્યું કે કાલે સવારે તૈયાર થઈને પછી જ હું હીરાની બુટ્ટી પહેરી લઈશ.

બીજા દિવસે સવારે તૈયાર થઈને તેને સુરક્ષિત જગ્યાએ રાખેલી હતી ત્યાંથી હીરાની બુટ્ટી લઈને પહેરી લીધી અને તેને જે મેચિંગ પહેરી હતી તેને ત્યાં રાખી દીધી.

કોઈ કારણોસર તેની બુટ્ટી સરખી ન પહેરાઈ હોય અથવા બીજું કોઈ કારણ હોય પરંતુ તેને ખબર ન રહી અને અજાણતામાં બંને કાન માંથી એક કાનની બુટ્ટી ક્યાંક નીચે પડી ગઈ, અને આ જાણ તેને રાતના થઈ. દિવસે તો તે બજારમાં પણ ગઈ હતી અને કેટલી જગ્યાએ બહાર ગઈ હતી હવે કઈ જગ્યાએ પડી ગઈ હશે તે કઈ રીતે શોધે?

તેને વિચાર્યું કે પતિ ઘરે આવે ત્યારે પતિને બધી વાત કરી દેશે પરંતુ પતિ એ ઘરે આવીને કહ્યું કે મારે આવતીકાલે ઓફિસના કામથી બહાર ગામ જવાનું છે હું સાત દિવસ પછી આવીશ તો મને મારા કપડા અને બેગ તૈયાર કરી દે.

પતિ એ આવું કહ્યું એટલે તેને વિચાર્યું કે પતિને હું આ વાતની જાણ કરીશ તો તે ઓફિસના કામમાં ધ્યાન નહીં આપી શકે અને ચિંતા કર્યા રાખશે. એટલે તેને પતિને કોઈ વાત કરી નહીં, પતિ બીજા દિવસે સવારે બહારગામ જતા રહ્યા. અહી એક કાનની બુટ્ટી પહેલી ન હતી એટલે તેને ખૂબ જ ચિંતા રહેતી કે સાસુ ને ખબર પડી જશે તો?

તેને આ વાતની જાણ તેના સાસુ ને પણ કરી ન હતી, જ્યારે સાસુ ની સામે નજર મેળવે અથવા પછી સાસુ બોલાવે ત્યાં જાય તો પોતાના વાળ થી પોતાનો કાન ઢાંકી દે. આવું ત્રણ-ચાર દિવસ સુધી તો ચાલે રાખ્યું.

તેને શું કરવું તેની સમજ ન પડતી હતી એવામાં એક દિવસ સવારમાં તૈયાર થઈને દરરોજની જેમ મંદિરમાં પગે લાગી ત્યાર પછી સાસુને અને સસરાને પગે લાગીને રસોડામાં જઈ રહી હતી ત્યાં સાસુએ તેને બોલાવી અને સાસુ ને બોલાવી એટલે થયું કે કદાચ ખબર તો નહી પડી ગઈ હોય અને તેમ છતાં તે કાન ને વાળ થી ઢાંકી દઈને સાસુ પાસે ગઈ.

સાસુ ને બોલાવીને ફરી પાછું એક બોક્સ આપ્યું એટલે તેને નવાઈ લાગી કે આમ આ વળી શું હશે? એવામાં સાસુએ તેને કહ્યું કે આમાં બીજી જોડી બુટ્ટી પડી છે, એક કાન બુટ્ટી વગરનો સારો નહીં લાગે એટલે આ તમે પહેલી લેજો.

વહુ ને તરત જ સમજાઈ ગયું કે સાસુ ને ખબર પડી ગઈ છે કે એક કાનની બુટ્ટી ખોવાઈ ગઈ છે. તે ભાવુક થઈ ગઈ અને આંખમાંથી આંસુ નીકળી ગયા તેણે પૂછ્યું મમ્મી તમને ખબર હતી કે મારે એક કાનની બુટ્ટી ખોવાઈ ગઈ છે? સાસુએ થોડી સ્માઇલ કરી અને કહ્યું આવી વાતો કંઈ છુપી થોડી રહે, એમાં પણ સાસુથી તો થોડું કંઇ છુપાવી શકાય? એમ કહીને મજાકમાં હસવા માંડ્યા.

ઘણા દિવસથી વહુ ટેન્શનમાં હતી પરંતુ આજે તેમનું બધું ટેન્શન જતું રહ્યું, તેના સાસુ ને પૂછ્યું કે તમને ખબર હતી તો પછી મને તમે બોલ્યા કેમ નહીં? આખરે તે બુટ્ટી સામાન્ય ન હતી પરંતુ ખૂબ જ કીમતી હતી તેમ છતાં તમે મને ખિજાયા કેમ નહીં?

સાસુએ વહુના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું બેટા તને ખીજાવાથી કાનની બુટ્ટી તો પાછી આવવાની હતી નહીં, આવવાની હતી? તારાથી જે પણ કંઈ થયું એ કદાચ મારાથી પણ થઈ શક્યું હોત, જે વસ્તુ ખોવાઈ ગઈ છે એ તો આપણે ભવિષ્યમાં પછી ખરીદી શકીએ છીએ પરંતુ મારી વહુ નો પ્રેમ ખોવાઈ જાય તો એ મારે ક્યાં લેવા જવું?

પછી મજાક માને મજાકમાં કહ્યું અને હા હવે આ બુટ્ટી આપી છે એ ધ્યાનથી સાચવજો અને આ સાંભળીને સાસુ વહુ બંને હસવા લાગ્યા, વહુ સાસુને ભેંટી અને બોલી પડી કે શું મમ્મી તમે પણ?

ઘણી વખત જીવનમાં આવી પરિસ્થિતિઓ ઉદભવતી હોય છે પરંતુ આપણે બધા લોકોએ સમજવાની જરૂર છે કે લાગણી અને પ્રેમ ની સામે જો પૈસાનું મૂલ્ય તમે માપવા જાઓ તો નહિવત છે. સંપત્તિ અને સંબંધની લડાઈ થાય તો એમાં ધ્યાન રાખવું કે સંબંધની હાર ન થાય કારણ કે પાછળથી ગમે તેટલી સંપત્તિ આપો તો પણ સંબંધ ખરીદી શકાતો નથી.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો. અને આ સ્ટોરીને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.

error: Content is Protected!