વહુ પોતાની મિત્રની પાર્ટીમાં મોડર્ન કપડાં પહેરીને જઈ રહી હતી ત્યારે સાસુએ કહ્યું, આવા કપડાં પહેરવાની જરૂર નથી, ત્યારે વહુએ જવાબ...
રાધિકા ખૂબ જ સુંદર અને કોમળ હૃદય ધરાવનારી છોકરી હતી, તેની આજુબાજુના દરેક લોકો તેના કરલી વાળ જોઈને મોહિત થઈ જતા હતા, આજે સુંદર સોનેરી રંગની સાડી પહેરી હોવાથી તેની સુંદરતામાં અનેક ઘણો વધારો થઈ ગયો હતો. સાડી પણ એવી રીતે પહેરી હતી જે તેના શરીરના દરેક ઉભાર ને ખૂબ જ સારી રીતે દર્શાવી રહી હતી. અને તેના ચહેરા પર રહેલું સ્માઈલ જાણે ચંદ્રના પ્રકાશની જેમ લોકોના હૃદયમાં ફેલાઈ રહ્યું હતું.
રાધિકાના લગ્ન થઈ ગયા હતા, તેની સાસુ સુમિત્રાબેન થોડા કડક સ્વભાવના હતા, અને થોડા પરંપરામાં માનવા વાળા પણ હતા. જ્યારે રાધિકા ઘરમાં પહેલી વખત વહુ બનીને આવી ત્યારે તેની સાસુને જાણે પહેલેથી જ એવું લાગી રહ્યું હતું કે રાધિકા આધુનિક છે અને આ તેના પારંપરિક પરિવાર માટે ખતરો બની શકે છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એક દિવસ જ્યારે સાંજે રાધિકા પોતાની મિત્રોની પાર્ટીમાં નવા મોડર્ન કપડાં પહેરીને જઈ રહી હતી ત્યારે તેની સાસુએ તેને જોઈને કહ્યું તારે આવા કપડાં પહેરવાની કોઈ જરૂરત નથી, તને ખબર નથી કે આ ઘરની પરંપરા ની વિરુદ્ધ તમે આ બધું કરી રહ્યા છો? ત્યારે રાધિકાએ સાસુની વાત સાંભળીને તેને જવાબ આપતા કહ્યું મમ્મી મારી ઓળખાણ જ મારી સ્ટાઇલથી થાય છે. હું પહેલેથી જ આવા કપડા પહેલથી આવી છું, હું બધી જ સંસ્કૃતિનું સન્માન કરું છું પરંતુ શું આજે બધા લોકોની જેમ મોર્ડન દેખાઈ પણ ન શકું? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
બસ આ વાત થયા પછીથી જ સાસુ વહુ બંને વચ્ચે જાણે એક પ્રકારની હરીફાઈ શરૂ થઈ ગઈ, રાધિકાએ નિર્ણય લઈ લીધો હતો કે તે કોઈપણ ભોગે તેની સાસુને પોતાના વિચાર બદલવા માટે મનાવી લેશે અને સાસુ સુમિત્રાબેને એવું માની લીધું હતું કે તે રાધિકાને પરંપરિક સમાજના સંસ્કારો નું મહત્વ સમજાવીને જ રહેશે.
સમય પસાર થતો ગયો એક દિવસ રાધિકાએ વિચાર્યું કે સુમિત્રાબેનને એટલે કે તેની સાસુને પોતાના દાદીના જુના કપડા નો સામાન દેખાડવો જોઈએ, તે પોતાની સાસુ પાસે ગઈ અને કહ્યું કે તમે આ કપડાં ધોવાયો છો? આ કપડાં કેટલા સુંદર લાગી રહ્યા છે!
સાસુએ મોઢું બગાડીને જવાબ આપતા કહ્યું અરે આ કપડાઓમાં એવું તે શું વળી ખાસ છે? પરંતુ રાધિકાએ ખૂબ જ પ્રેમથી તેને કપડા વિશે જણાવ્યું, ધીમે ધીમે સાસુએ રાધિકાની વાતોમાં રુચિ લેવાનું પણ શરૂ કરી દીધું. વહુએ ઘણી વખત દાદીના કપડા પહેરીને પણ તેની સાસુને દેખાડ્યા અને જોયું કે સાસુ તેને આ કપડામાં જોઈને ખુશ થઈ રહ્યા છે, એક વખત તો સાસુએ કહ્યું પણ ખરું કે તું આ કપડામાં ખરેખર સુંદર લાગી રહી છે.
ધીમે ધીમે સાસુ વહુના સંબંધની ખટાશ દૂર થવા લાગી અને તેઓનો સંબંધ વળાંક લેવા લાગ્યો. પોતાની વહુની આધુનિક પરંપરાઓને પણ સાસુએ રુચિ બતાવવાની શરૂ કરી દીધી અને તેને હિંમત પણ આપી કે તારે તારી રીતે પોતાની જાતને ખોલીને જીવી શકે છે.
થોડા જ દિવસો પછી શહેરમાં એક ફેશન શો થવા જઈ રહ્યો હતો ત્યારે રાધિકાને તેમાં ભાગ લેવાનો મન થયું તેને પોતાની સાસુ પાસે પરમિશન માંગી અને સાથે આવવા માટે પણ કહ્યું ત્યારે સુમિત્રાબેને હસીને કહ્યું કે હું તારી સાથે પણ આવીશ અને તું તારે શોખથી પાર્ટિસિપેટ કર.
ફેશન શો માં રાધિકાએ ખૂબ જ ખૂબસૂરત ડ્રેસ પહેર્યો હતો જે તેની સુંદરતા પર ચાર ચાંદ લગાવી રહ્યો હતો.. ભરપૂર આત્મવિશ્વાસ સાથે રેમ વોક કરવાનું શરૂ કર્યું અને તેની આમતેમ ફરી રહેલી નજરો સામે ઓડિયન્સમાં બેઠેલી તેની સાસુને શોધી રહી હતી,
જેવું સાસુ પર ધ્યાન ગયું કે તરત જ સાસુએ ઈશારામાં સમજાવ્યું કે તે ખૂબ જ સુંદર લાગી રહી છે, જ્યારે ફેશન શો પૂરો થયો ત્યારે રાધિકાએ તેની સાસુ સાથે હગ કરીને ઘણી બધી વાતોચીતો કરી. સાસુએ પણ તેના ડ્રેસના ખૂબ જ વખાણ કર્યા અને કહ્યું કે તે ખૂબ જ સુંદર લાગી રહી છે.
જેઓ બંને વચ્ચે હરીફાઈ થઈ રહી હતી તે હવે જાણે દોસ્તીમાં બદલાઈ ચૂકી હતી, અને હવે સાસુ વહુ જાણે એકબીજાના મિત્રો હોય તેમ રહેવા લાગ્યા હતા, તેઓ બંનેને સમજાઈ ગયું હતું કે પરંપરા કે નવા જમાનાની આધુનિકતા અપનાવી લેવાથી સંબંધ મજબૂત નથી થઈ જતો પરંતુ એકબીજા માટે પ્રેમ અને સન્માન વધે એટલે સંબંધ આપોઆપ મજબૂત થઈ જાય છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં એક થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.