વહુ નવા નવા સાસરે 8 વાગ્યે ઉઠી, તૈયાર થઈ રસોડામાં જઈને જોયું તો સાસુ ત્યાં... (આ વાંચીને આંખમાં આંસુ ન આવે તો કહેજો...)
કાજલના લગ્ન થયાના માત્ર એક અઠવાડિયું જ થયું હતું.આજે અચાનક જ કંઈક અવાજ સંભળાયો અને તે જાગી ગઈ. બાજુમાં રહેલી ઘડિયાળ માં ગઈ કાલે રાત્રે જ અલાર્મ સેટ કરીને જ સૂતી હતી. કાજલ ઘડિયાળ તરફ ધ્યાન ગયું ત્યારે દેખાયું કે ઘડિયાળમાં અત્યારે નવ વાગી રહ્યા છે.
સમય જોઈને કાજલ તુરંત જ પલંગમાંથી સફાળે જાગી ગઈ, મનોમન વિચારવા લાગી કે ગઈકાલે અલાર્મ રાખ્યું હોવા છતાં કેમ હું વહેલી ન જાગી શકી? ગઈકાલે જ મમ્મીએ કહ્યું હતું કે કાલે સવારે વહેલા જાગી જવાનું છે અને જમવાનું બનાવવાનું છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
ગઈકાલે સાસુએ કહ્યા પ્રમાણે વહેલા જાગી ને કાજલ ને જમવાનું બનાવવાનું હતું, મહેમાન આવી ગયા હશે અને તે પોતે મોડે સુધી સુતી રહી હવે શું થશે એવા વિચારમાં ને વિચારમાં તરત જ ફટાફટ તૈયાર થઈને ફરી પાછા વિચારોમાં ખોવાઈ ગઈ કે જો સાસુ તેના પર ગુસ્સે થઇ જશે તો?
આવા અનેક વિચારો તેને આવવા લાગ્યા અને અંદરથી તે પોતે અત્યંત ગભરાવા લાગી, કાજલ પહેલેથી જ મોડી જાગવાની ટેવ ધરાવનારી હોવાથી હજુ તેને વહેલું જાગવાનું તકલીફ થતી. એમાં પણ મિત્રો અને સગા-સંબંધીઓએ તેને બધી શિખામણો આપીને કહ્યું હતું એટલે તેને સાસરી નામથી પણ બીક લાગતી.
લગ્ન થઈ ને વિદાય વખતે દાદીએ ફરી પાછું યાદ દેવડાવી ને કહ્યું હતું કે સાસરી છે જરા ધ્યાન રાખીને અને સંભાળીને રહેજે, બને ત્યાં સુધી કોઈને પણ બોલવાનો મોકો ન આપીશ નહીં તો તારે જ સાંભળવું પડશે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
એટલું જ નહીં દાદીએ વહેલા જાગવાની પણ સલાહ આપી હતી, અને સવારે વહેલી જાગી ને તૈયાર થઈને સાસુ સસરા ના આશીર્વાદ લઈને પછી તારા કામે લાગી જજે અને એવું કોઈ પણ કામ ન કરતી જેના કારણે તારે તારા સાસરીમાં નીચા જોવાનું થાય.
દાદીની આ વાતો જાણે ફિલ્મી ઢબે તેના કાનના પડદામાં પડઘા રૂપે સંભળાવવા લાગી. કાજલ તૈયાર થઈને રૂમની બહાર નીકળી રૂમની બહાર નીકળતા ની સાથે બાજુમાં રહેલો અરીસો હતો જેમાં પોતાનો ચહેરો જોઈને યાદ આવ્યું કે ચાંદલો કે સિંદુર તો લગાવ્યું જ નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આદત ન હોવાને કારણે આ બધું તેને યાદ પણ કઈ રીતે રહે? ફટાફટ ચાંદલો શોધવા લાગી અને સિંદુર શોધવા લાગી. ઉતાવળે ચાંદલો કરી સિંદૂર લગાવીને તે પોતે ફટાફટ નીચે જતી રહી. તેના પગથિયા ઉતરવાની ઝડપ જોઈને અને સાંભળીને જ કોઈ પણ કહી દે કે તે કેટલી ઉતાવળમાં છે.
ફટાફટ રસોડામાં ગઈ ત્યારે સાસુ ત્યાં પહેલેથી જ હાજર હતા, પાછળથી સાસુ ને જોઈને ફરી પાછા તેના મનમાં વિચારો ઘૂમવા લાગ્યા. કાજલનો આવી રીતે આમ અચાનક અને ઉતાવળે આવવાનો અવાજ સાંભળીને તેના સાસુ પણ પાછળ ફરીને તેની સામે આશ્ચર્યથી જોવા લાગ્યા.
પછી કાજલના નજીક જઈને તેને પૂછ્યું કે આવો બેટા, ઉંઘ થઈ ગઈ ને? કાજલ એ તરત જ જવાબ આપતા કહ્યું હા મમ્મી. ઉંઘ તો થઈ ગઈ પરંતુ જરા મોડી ઊંઘ આવી હોવાને લીધે સવારે થોડું જાગવા માં મોડું થઈ ગયું, સોરી મારાથી ભૂલ થઈ ગઈ.
કાજલ ના શબ્દો પણ જાણે ડરી ડરીને તેના ગળા માંથી બહાર નીકળી રહ્યા હતા. તેની સાસુ ને તેની સામે જોઈ ને કહ્યું કંઈ વાંધો નહીં બેટા, આ નવી જગ્યા છે, આ નવી દુનિયા છે તારા માટે આવું થઈ જાય. કાજલ તો તેની સાસુ નો જવાબ સાંભળીને આશ્ચર્ય ચકિત થઈ ગઈ.
પરંતુ મમ્મી જમવાનું બનાવવાનું હતું એ હવે કઈ રીતે બનાવીશું? સાસુ અને તેની સામે જોઈ ને કહ્યું બધું જમવાનું તૈયાર છે, મીઠાઈ પણ તૈયાર છે બસ આમાં તારા હાથે અડી લે. કાજલ તેની સાસુ સામે જોવા લાગી જાણે તેને કંઈ સમજાયું ન હોય.
સાસુએ કહ્યું રસોઈ બનાવવા માટે આખી ઉંમર પડી છે, આ તમારા હસવા રમવાના દિવસો છે બેટા. એટલા માટે અત્યારથી મને પણ ખબર છે કે ઘરમાં નવી વહુ ને સેટ થતા સમય લાગે, તું જરા પણ ચિંતા ન કરીશ. પણ હા મારી એક રિક્વેસ્ટ છે.
સાસુ અને તેની વાત આગળ વધારતા કહ્યું કે મહેમાનને જ્યારે પીરસવા જાય ત્યારે ચહેરા પર સ્માઈલ રાખીને પીરસ જે બસ એટલે આજની આ વિધિ સંપૂર્ણ થઈ જશે. અને કોઈ પૂછે તો બિન્દાસ કહી દેજે કે રસોઈ તે પોતે જ બનાવી છે.
સાસુ નું આવું પ્રેમ ભરેલું વર્તન જોઈને કાજલ થી રહેવાયું નહીં. તે તેના સાસુ ને ભેટી પડી અને આંખમાં અશ્રુધારા વહેવા લાગી. મનમાં જે બધા વિચારો આવી રહ્યા હતા. એ બધા વિચારો અચાનક ગાયબ થઇ ગયા અને તે પોતે વિચારવા લાગી કે એક માતાને મૂકી ને સાસરે આવી છે પરંતુ ભગવાને તેને એક માતા સાસરીમાં પણ આપી દીધી.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.