એક રાજા ના મંત્રી ભગવાન ના બહુ ભક્ત હતા કોઈ પણ ઘટના બને ત્યારે તે રાજા ને કહેતા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ મંત્રી એકદમ કુશળ વહીવટકર્તા અને ઈમાનદાર હતા જેથી તે રાજા ને પ્રિય હતા એક દિવસ રાજા ના કુંવર નું એક નાની બીમારી માં જ અચાનક અવસાન થયું
અને તે સમાચાર સાંભળતા જ મંત્રી બોલ્યા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ અને રાજા મંત્રી થી નારાજ થઇ ગયા પણ તેને મંત્રી ને કઈ કહ્યા વિના જ ત્યાં થી ચાલ્યા ગયા કુંવર ના અવસાન ના આઘાત માં રાની એ પણ થોડા સમય માં પોતાનો દેહ છોડી દીધો
અને તેની આદત મુજબ મંત્રી એ ત્યારે પણ કહ્યું કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ અને રાજા ત્યારે પણ પોતાનો ગુસ્સો પી ગયા અને મંત્રી ને કશું કહ્યું નહિ થોડા દિવસ પછી રાજા ની સેનાએ માટે નવી તલવાર મગાવવા માં આવી હતી અને રાજા તે તલવાર નું નિરક્ષણ કરી રહ્યા હતા
અને તલવાર ની ધાર રાજા ની આંગળી માં વાગી જતા રાજા ની આંગળી કપાઈ ગઈ ત્યારે મંત્રી રાજા ની પાસે જ ઉભા હતા અને બોલ્યા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ હવે રાજા ને ખુબજ ગુસ્સો આવ્યો અને મંત્રી ને ઠપકો આપી અને પોતાના રાજ્ય ની બહાર કાઢી મુક્યા
અને મંત્રી ત્યારે પણ બોલ્યા કે ભગવાન ની બહુ કૃપા થઇ ગઈ અને રાજા ના રાજ્ય ની બહાર ચાલ્યા ગયા
મંત્રી પોતાના ઘરે પણ ગયા નહિ અને એક પણ વસ્તુ પોતાની સાથે લીધા વિના જ રાજા ના રાજ્ય માંથી બહાર નીકળી ગયા થોડા દિવસ પછી રાજા પોતાના સૈનિકો ની સાથે શિકાર કરવા માટે નીકળ્યા અને જંગલ માં શિકાર ની પાછળ દોડતા દોડતા તેની સાથે રહેલા સૈનિકો થી આગળ નીકળી ગયા
રાજા એકલા જ શિકાર ની પાછળ જતા હતા ત્યાં જ એક આદિવાસી રહેતા હતા તે વિસ્તાર માં ફસાઈ ગયા અને આદિવાસી એ રાજા ને પકડી લીધા કારણ કે તેને રાજા ની બલી ચડાવી હતી રાજા ને પકડી ને એક મોટા ઝાડ સાથે બાંધી દેવામાં આવ્યા અને બલી આપવાની તૈયારી કરવા માં આવી રહી હતી
ત્યારે એ આદિવાસી ના મુખ્યા રાજા ની પાસે આવે છે અને પૂછે છે કે તમારે દીકરો છે ?ત્યારે રાજા કહે છે કે તેનું અવસાન થયું છે એટલે મુખ્યા કહે છે કે આનું તો હૃદય બળેલું છે ત્યાર બાદ મુખ્યા રાજા ને પૂછે છે કે તમારી પત્ની જીવે છે ?