એક સાત વર્ષનો દીકરો અને ત્રણ વર્ષની દીકરી, આ બંને અત્યંત ગરીબીમાં જીવન વિતાવી રહ્યા હતા.. આજે નજીકના વિસ્તારમાં આવેલા એક મંદિરમાં બટુક ભોજન હોવાથી બંને ભાઈ બહેન ત્યાં પ્રસાદ લેવા માટે જવાના હતા. પ્રસાદ લઈને તેની ઝૂંપડી બાજુ આગળ વધી રહ્યા હતા.
ઉનાળાનો સમય હતો તડકો પણ ખૂબ જ પડતો હતો,. પરંતુ તેની પાસે પહેરવા માટે ચપ્પલ નહોતા, નાની બહેનને પગ બળતા હતા ત્યાં જ એક ચપ્પલ વાળા ની દુકાન આવી અને બહેને તેના ભાઈને કહ્યું કે મને અહીંયા થી ચપ્પલ લઈ આપ કારણકે મને પગ બહુ બળે છે.
ત્રણ વર્ષનું બાળક સરખું બોલી પણ ન શકે પરંતુ તે બોલે તે આપણે સમજી જાય, એવી જ રીતના તેનો ભાઈ પણ બહેને શું કહ્યું તે તરત જ સમજી ગયો તેના ભાઈએ તેને કહ્યું અત્યારે આપણી પાસે પૈસા નથી. તું થોડા દિવસ રાહ જોઈ લે હું હમણાં જ કોઈક નોકરી કે મજૂરી કામ કરીશ અને તને ચપ્પલ અપાવીશ.
ચપ્પલની દુકાને પસાર થતા થતા ભાઈ બહેન આ વાત કરી રહ્યા હતા આ વાત ચપ્પલની દુકાનવાળા ભાઈના કાને પણ પડી, દુકાનદારે તરત જ છોકરાને અવાજ કરીને બોલાવ્યો અને કહ્યું કે તારી નાની બહેન માટે તું એક જોડી ચપ્પલ લઈ લે ત્યારે છોકરાએ કહ્યું કે મારી પાસે પૈસા નથી.
દુકાનદારે કહ્યું તો પૈસા સિવાય બીજું કંઈ છે? ભાઈએ ખિસ્સા તપાસીને કહ્યું મારે રમવા માટે આ લખોટી છે તેમાં ચપ્પલ આવે? દુકાનદારે થોડા સ્મિત કરીને કહ્યું અરે હા એ બધું થઈ જશે તું તારી નાની બહેનને જે ગમે તે ચપ્પલ લઈ લે પછી પૈસાની વાત કરીશું.
એક સમયે દુકાનદાર પણ આવી જ રીતના અત્યંત ગરીબ હોવાથી તેને જાણે પોતાનો ભૂતકાળ તે બાળકોમાં દેખાઈ રહ્યો હતો,. જીવનમાં ઘણા ઉતાર ચડાવ જોઈ ચૂકેલા એ માણસની વાત કરવામાં ખૂબ જ સરળતા હતી.
થોડા સમય પછી નાની બહેન માટે ચપ્પલ લઈ લીધા, બહેનને જે ગમે તે ચપ્પલ લઈને આવ્યો અને ચડ્ડીના ખિસ્સામાં રહેલી બધી લખોટી નો ઢગલો દુકાનદારના ટેબલ પર કરી દીધો અને પૂછ્યું આમાં ચપ્પલ આવી જશે કે નહીં?