ત્રણ મિનિટનો સમય કાઢી છેલ્લે સુધી વાંચજો, ભગવાન પરનો વિશ્વાસ ડબલ થઈ જશે...
એક શેઠ ખુબ જ સુખી સંપન્ન અને અઢળક ધન દોલત ના માલિક હતા. સાથે સાથે ધાર્મિક વૃત્તિ વાળા પણ ખુબ જ હતા. એક દિવસ શેઠે શ્રી સત્યનારાયણ ભગવાનની કથા રાખેલી હતી.
આ કથા પૂર્ણ થાય ત્યારે પૂજારીએ શેઠ ને બોલાવીને કહ્યું કે આપ પિતૃના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ નું આયોજન કરો. શેઠ પુજારીની વાત સાંભળીને તરત જ સહમત થઈ ગયા. થોડા દિવસ પછી નું મહુર્ત પણ આવી ગયું. બધું આયોજન ગોઠવાઈ ગયું.
જેમાં સૌથી મહત્વની જવાબદારી એટલે કે આવેલા મહેમાનો ભક્તો ને સવારે નાસ્તો બપોરે અને રાત્રે જમવાની વ્યવસ્થા બાજુ ના ગામમાં રહેતા મંગુબેનને સોંપવામાં આવી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
કથાનો દિવસ આવી ગયો શાસ્ત્રીજી એ કથા ની શરૂઆત કરી, શાસ્ત્રીજી દરેક કથા માં દરેક દિવસે ગાયત્રી મંત્ર ના જાપ કરાવતા અને તેનું મહત્વ પણ સમજાવતા. મંગુબેન પણ રસોઈ કરતા કરતા કથા માં ધ્યાન પડે તેટલું કથાશ્રવણ કરી લેતા.
બીજા દિવસે શાસ્ત્રીજી એ કથા ની શરૂઆત માં ગાયત્રી મંત્રના પાઠ શરૂ કર્યા અને તેની મહિમા જણાવતા કહ્યું કે આ મહામંત્રને એકાગ્રચિત્તે કરવામાં આવે તો ભવસાગર પાર થઇ જાય અને મનુષ્ય જન્મ મરણ ના જંજટ થી મુક્ત થઇ જાય.
આવું દરરોજ ચાલતું રહ્યું, મંગુબેન રોજ પોતાને સોંપેલ જવાબદારીએ નિભાવતા જાય અને સાથે સાથે થાય એટલી કથા પણ સાંભળે. આમ ને આમ કથા નો અંતિમ દિવસ આવી ગયો, મંગુબેન તે દિવસે રોજ કરતા વહેલા આવી ગયા અને શાસ્ત્રીજી પાસે પહોંચી ગયા.
પ્રણામ કરી ને કહ્યું કે શાસ્ત્રીજી એક વિનંતી છે. શાસ્ત્રીજીએ કહ્યું બોલો બેટા શું હતું? મંગુબેને કહ્યું કે હું એક ગરીબ મહિલા છું અને બાજુ ના ગામ માં રહું છું. આ ભાગવત કથામાં મેં મારા હાથે રસોઈ બનાવી ને બધા મહેમાનોને જમાડ્યા છે. શાસ્ત્રીજી એ ઉત્તરમાં એટલું જ કહ્યું કે હા બધા લોકો રસોઈ ના ખુબ જ વખાણ કરે છે. હવે બોલો બેન તમે મને ક્યાં કારણ થી મળવા આવ્યા છો, મંગુબેને કહ્યું કથા પુરી થાય એટલે આપ મારા ગરીબ ના ઝૂંપડી માં પ્રસાદ લેવા પધારો.
શેઠજી પણ ત્યાં જ હતા. તેને મંગુબેન ઉપર ગુસ્સો કરતા કહ્યું કે તારે ત્યાં શસ્ત્રીજી થોડા પ્રસાદ લેવા આવે!! પરંતુ શાસ્ત્રીજી એ શેઠ ને શાંત પાડતા કહ્યું કે મંગુબેન તો સાક્ષાત અન્નપૂર્ણા માં નો અવતાર છે. કથામાં આટલા-આટલા મહેમાનોને સ્વાદિષ્ટ ભોજન કરાવ્યું છે, હું તમારે ત્યાં કથા પૂર્ણ થયા પછી જરૂર થી આવીશ.
શાસ્ત્રીજીએ હા પાડતા મંગુબેન ખુશ થઈ ગયા. અને પોતાના કામમાં લાગી ગયા સાંજે કથા પૂર્ણ થતા મંગુબેન તો પહોંચી ગયા શસ્ત્રીજી પાસે અને વાયદા પ્રમાણે શાસ્ત્રીજી પણ મંગુબેન ના ઘરે પ્રસાદ લેવા ચાલવા માંડ્યા રસ્તા માં નદી આવી તેમાં પાણી પણ સારું એવું હતું. આ જોઈ શાસ્ત્રીજી તો ગભરાઈ ગયા પરંતુ તેઓ કંઈ પ્રતિક્રિયા આપે તે પહેલા મંગુબેને તો કપડાં સરખા કરીને શાસ્ત્રીજીનો હાથ પકડીને નદી માં છલાંગ લગાવી દીધી.
અને જોર જોરથી ગાયત્રીમંત્ર બોલવા માંડયા થોડી ક્ષણો માં મંગુબેન શસ્ત્રીજી ને લઇ ને સામા કાંઠે પહોંચી ગયા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
શાસ્ત્રીજી પણ ગભરાઈ ગયા હતા. અને મંગુબેન ઉપર ગુસ્સે થઈને બોલ્યા… અરે મૂર્ખ બાઈ આ શું પાગલપન છે. આ નદીમાં આટલું બધું પાણી છે, જેમાં ડુબી જાય તો શુ થાય ત્યારે મંગુબેને બહુ જ સ્વસ્થતા પૂર્વક કહ્યું કે શાસ્ત્રીજી તમે ગાયત્રી મંત્ર બોલવાનું કહ્યું ત્યારથી હું ગાયત્રી મંત્ર ના પાઠ કરતા કરતા આમ જ નદી પાર કરું છું.
શાસ્ત્રીજીએ કીધું આનો મતલબ શું? મંગુબેને બહુ જ સહજતા થી કીધું કે તમે જ તો કીધું હતું કે ગાયત્રી મંત્રનો પાઠ કરવા થી ભવસાગર પાર થઇ જાય છે. તો મારે તો નદી જ પાર કરવાની હતી. અને આ સાત દિવસ આવી રીતે નદી પાર કરી ને મેં પૈસા બચાવ્યા તેથી જ તો આપના માટે પ્રસાદી ની વ્યવસ્થા કરી છે.
ત્યારે શાસ્ત્રીજી મંગુબેનના પગે પડી ગયા અને કહ્યું કે અમે તો કથા કરીએ અને માણસોને સમજાવીએ કે ભગવાનનું નામ લેવું પરંતુ તમારા જેવા ભોળા માણસો ના ભજન માં ભગવાન ને પણ સાક્ષાત હાજર રહેવું પડે છે.
મંગુબેનનો ભાવ જોઈ શાસ્ત્રીજીની આખોમાં પણ આંસુ આવી ગયા હતા. અને કહ્યું કે ધન્ય છે શાસ્ત્રીજી બીજી વાર મંગુબેન ના પગે પડી ગયા મંગુબેન ને કઈ સમજાતું જ નહોતું કે આ બધું શું થઇ રહ્યું છે ત્યાં જ શાસ્ત્રીજી બોલ્યા ચલો માં હવે ભૂખ લાગી છે ભોજન કરાવો ને…
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો આ સ્ટોરીને દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.