ત્રણ દિકરા-વહુ, 1 સોનાની ઘડિયાળ અને 1 ચાંદીનો કંદોરો આના ત્રણ સરખાં ભાગ કઈ રીતે પાડવા? એવામાં મોટી વહુએ કહ્યું પપ્પા…

કિશોરભાઈને ત્રણ દીકરા હતા, ત્રણેય દીકરાના કિશોરભાઈ ધામધૂમથી લગ્ન કરાવ્યા હતા. કિશોરભાઈ રિટાયર થઈ ચૂક્યા હતા, કિશોરભાઈ ના ત્રણેય દીકરા અલગ-અલગ શહેરમાં નોકરી કરી રહ્યા હતા અને પોતાના પરિવાર સાથે રહેતા હતા.

પહેલેથી જ કિશોરભાઈ રિટાયરમેન્ટ પછી રહેવા માટે એક ઘર વસાવી રાખ્યું હતું. કિશોરભાઈ અને તેની પત્ની તુલસી બેન બંને પોતાની રીટાયર્ડ જિંદગી ખુબ જ હશી ખુશીથી વિતાવી રહ્યા હતા.

તેઓ ના સંતાનો ભલે અલગ-અલગ શહેરમાં પોતાના પરિવાર સાથે રહી રહ્યા હતા પરંતુ કિશોરભાઈ એક નિયમ બનાવ્યો હતો દિવાળીના તહેવાર ઉપર આખો પરિવાર કિશોર ભાઈ ના ઘરે ભેગો થતો હતો. ત્રણેય દીકરા દિવાળીની રજાઓમાં એક અઠવાડિયા સુધી સહ પરિવાર કિશોર ભાઈ ના ઘરે આવતા અને એ એક અઠવાડિયું કઈ રીતે મસ્તી મજાક માં નીકળી જતું તે કોઈને ખબર જ ન પડતી.

વર્ષોથી આ નિયમ કિશોરભાઈ બનાવ્યો હતો અને ત્રણેય દીકરા તેનું પાલન પણ કરતા હતા. એક દિવસ અચાનક આ પરિવારની ખુશી ને જાણે કોઇની નજર લાગી ગઈ, અચાનક જ તુલસી બેન ને હૃદય રોગનો હુમલો આવ્યો અને એક જ ઝટકામાં જાણે એ પરિવારની બધી ખુશીઓ વેરવિખેર થઈ ગઈ.

બધા દીકરાને આ દુઃખદ સમાચાર મળ્યા એટલે તરત જ બધા ઘરે આવ્યા, તુલસી બેનના ક્રિયા કર્મ પૂર્ણ કર્યા પછી એક સાંજે બધા લોકો ભેગા થયા હતા, અને બધા લોકો ચર્ચા કરી રહ્યા હતા એવામાં મોટી વહુ એ વાતની શરૂઆત કરી અને કિશોરભાઇ ને કહ્યું પપ્પા, હવે તમે અહીં એકલા કઈ રીતે રહી શકશો? તમે પણ અમારી સાથે ચાલો.

કિશોરભાઈ એ કહ્યું નહિ બેટા, મને થોડા સમય અહીં જ રહેવા દો. અહીં રહું છું તો પોતાપણું લાગે છે. આ ઘર સાથે ઘણી બધી જૂની યાદો જોડાયેલી છે… આટલું કહીને તેઓ ચૂપ થઈ ગયા આગળ કશું ના બોલી શક્યા પરંતુ તેના અવાજમાં ભારેપણું સ્પષ્ટ જણાઈ રહ્યું હતું. કિશોરભાઈ આટલું બોલતા બોલતા ભાવુક થઇ ગયા હતા.

error: Content is Protected!