એક સંત ટ્રેનમાં અન્ય સંતો સાથે મુસાફરી કરી રહ્યા હતા. તેમની સાથે તેના ભગવાન બાળગોપાલ પણ સાથે હતા. એ બાળ ગોપાલની ખૂબ જ લાડ લડાવીને સેવા કરતા. ટ્રેનની મુસાફરી દરમિયાન તે સંત બાળ ગોપાલને બાજુમાં રહેલી ખાલી સીટ ઉપર રાખી અને અન્ય સંતો સાથે સત્સંગમાં મસ્ત થઈ ગયા હતા.
થોડા સમય પછી જ્યારે ટ્રેન ઉભી રહી ત્યારે બધા સંતો સાથે તે પણ ટ્રેનમાંથી નીચે ઉતરી ગયા. નજીકના આશ્રમમાં જવાનું હતું. ત્યાં બધા લોકો આશ્રમમાં પહોંચ્યા ત્યારે સંતને ખબર પડી કે મારો થેલો અને તેના ભગવાન બાળ ગોપાલ તો ટ્રેનમાં જ ભુલાઈ ગયા છે. એ સંતનો નિયમ હતો કે તે બાળગોપાલને ભોગ લગાવ્યા પછી જ પોતે ભોજન ગ્રહણ કરતા.
તે આમતેમ તેના ભગવાનને શોધવા લાગ્યા સાથે સાથે વિચારતા કે મારો બાળ ગોપાલ ભૂખ્યા થયા હશે અને હું પણ તેને ક્યાં ભૂલી આવ્યો? અન્ય એક સંતે આ જોઈને કહ્યું કે તમે ટ્રેનમાંથી આવ્યા ત્યારે મેં તમારા હાથમાં કશું શું નહોતું જોયું એટલે આપણે હવે રેલવે સ્ટેશન જવું જોઈએ.
તે સંત રડવા લાગ્યા કે ટ્રેન આગળ ચાલી ગઈ હશે, ખૂબ જ ઝડપથી તે લોકો સ્ટેશન પહોંચ્યા અને બંને સંત સ્ટેશન માસ્ટર સાથે વાત કરવા માટે તેની કેબિનમાં ગયા. અને કેબિનમાં જઈને સ્ટેશન માસ્ટરને પોતાના બાળ ગોપાલ ખોવાઈ ગયા વિશે વાત કરી.
સ્ટેશન માસ્ટર તેની જગ્યા પર થી ઉભા થઈ ગયા અને પૂછ્યું કે કઈ ટ્રેનમાં તમે બેઠા હતા, ત્યારે સંતે ટ્રેન વિશે વિગત આપી એટલે સ્ટેશન માસ્ટર ના ચહેરા ના હાવ ભાવ અલગ થઈ ગયા. તે તરત જ આતુરતાથી કહેવા લાગ્યા કે કેટલો સમય થઈ ગયો તમારી ગાડી તો અહીંયા થી આગળ ચાલતી જ નથી.