યુવકે થોડી મિનિટો પછી ફરી પાછું તેને તેની પત્ની વિશે પૂછ્યું એટલે તે પતિ એ જવાબ આપ્યો મારી પત્ની હવે આ દુનિયામાં નથી.
આ સાંભળીને પેલો યુવક એકદમ આશ્ચર્ય ચકિત રહી ગયો, તેને આ વાત ઉપર વિશ્વાસ ન થયો. અને થોડા સમય પછી સ્વસ્થ થઈને તે વધુ જાણવા માગતો હતો એટલે તેને પૂછ્યું તમારી પત્નીને શું થયું હતું? પતિએ પણ સ્વસ્થ થઈને યુવકને જવાબ આપતા કહ્યું મારી પત્નીને છેલ્લા સ્ટેજનું કેન્સર હતું, ઘણા સમયથી નિદાન ચાલી રહ્યું હતું પરંતુ અંતે ડોક્ટરોએ પણ આશા ગુમાવી દીધી, અને મારી પત્ની પોતે પણ આ વાત જાણતી હતી. પરંતુ તેનો આગ્રહ એવો હતો કે આપણે વધુ ને વધુ સમય એકબીજાની સાથે વીતાવવો જોઈએ.
એટલે જ્યારે પણ હું સવારે દરરોજ ઓફિસ જવા નીકળતો ત્યારે મારી સાથે તે પણ આવતી, અને હું મારા ઓફિસ પાસેના સ્ટેશન ઉપર ઉતરીને મારી ઓફિસે જતો રહેતો અને તે ફરી પાછી ઘરે જતી રહેતી. ગયા મહિને જ મારી પત્નીનું અવસાન થઈ ગયું, આટલું કહીને પતિ ભાવુક થઈ ગયો અને આગળ કશું બોલી ન શક્યો…
એટલામાં જ તે જે સ્ટેશન ઉપર કાયમ ઉતરી જતો ત્યાં નીચે ઉતરવા માટે જગ્યા ઉપરથી ઊભો થઈને નીચે જવા લાગ્યો… એવામાં પહેલા યુવકનું ધ્યાન ગયું કે તે માણસે એક સ્વેટર પહેર્યું હતું આ કોઈ બીજું સ્વેટર નહીં પરંતુ એ જ સ્વેટર હતું જે તેની પત્ની કાયમ તેની સાથે વાતો કરતી કરતી ટ્રેનમાં ગુંથતી રહેતી. અને આ સ્વેટર ની એક સાઈડ હજુ અધૂરી હતી, જે ગૂંથે તે પહેલાં જ તેની પત્ની અનંતની વાટ એ જતી રહી. પરંતુ આ અધૂરા સ્વેટર માં તે પતિ-પત્નીનો અપાર પ્રેમ દેખાતો હતો.
ખરેખર પતિ-પત્નીનો સંબંધ અતૂટ હોય છે. માત્ર મૃત્યુ જ તેમને અલગ કરી શકે છે… જેમ પત્ની દરેક સુખ-દુઃખમાં પતિનો સાથ આપે છે એ જ રીતે પતિ પણ પત્નીને દુનિયાની દરેક ખુશીઓ આપવા માંગતો હોય છે. અને તે જ આ સંબંધની સૌથી સુંદર લાગણી છે. એટલા માટે જ સાથે રહીને આનંદથી જીવવું જોઈએ.
જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો તેમજ આ સ્ટોરી ને કમેન્ટમાં ૧ થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.