એક પતિ-પત્ની દરરોજ ટ્રેનમાં મુસાફરી કરતા, આ બંને ની ખાસિયત એ હતી કે તેઓ હંમેશા એક સમયે એક જ ટ્રેનમાં એક સાથે મુસાફરી કરતા. આ પતિ પત્નીની સાથે એક યુવક બીજો હતો જે પણ કાયમી ધોરણે આ ટ્રેનમાં જ મુસાફરી કરતો એટલે એ યુવક તે પતિ પત્ની ને ઓળખતો નહોતો પરંતુ એક જ ટ્રેનમાં જવાનું હોવાથી તે પતિ પત્ની ને દરરોજ જોતો હતો.
ટ્રેનમાં મુસાફરી દરમિયાન પતિ પત્ની બેસીને ઘણી બધી વાતો કરતા રહેતા અને પત્ની વાતો કરતી વખતે તેની પાસે એક સ્વેટર હતું જે સ્વેટર ગૂંથતી રહેતી. યુવકને જોઈને તો પ્રાથમિક એવો જ અંદાજ આવતો કે બંને એક જગ્યાએ કામ કરવા માટે જતા હશે.
પરંતુ પતિ પત્નીને આ રીતે આપસમાં ચર્ચા કરતા જોઈ અને એકબીજા સાથે હસી ખુશી થી વાત કરતા જોઈને તે યુવકને થતું ક્યા બંનેની જોડી એકદમ પરફેક્ટ છે.
થોડા દિવસો પછી એ યુવક જ્યારે ટ્રેનમાં મુસાફરી કરવા માટે ગયો તો તેની નજર પડી કે કાયમની જેમ આજે તે પતિ પત્ની ટ્રેનમાં નહોતા આવ્યા, ત્યારે યુવકને થોડું અજીબ લાગ્યું કારણકે લગભગ ઘણા સમયથી તેઓ સાથે જ મુસાફરી કરતા અને તે પતિ પત્ની ને દરરોજ જોવાની પેલા યુવક ની આદત પડી ગઈ હતી.
બીજા દિવસે પણ જ્યારે યુવક ટ્રેનમાં ગયો તો બીજા દિવસે પણ પતિ-પત્ની કોઈ ટ્રેન માં નહોતા, આમ એક પછી એક દિવસ વિતતા ગયા અને અંદાજે 20 દિવસ જેટલો સમય વિતી ગયો આટલા લાંબા સમય સુધી પતિ-પત્નીને એક પણ વખત ટ્રેનમાં ન જોયા એટલે યુવકે વિચાર્યું કે લગભગ પતિ-પત્ની બીજે રહેવા ચાલ્યા ગયા હશે અથવા તો તે ક્યાંક બહાર ગયા હશે.
પછી એક દિવસ અચાનક યુવક ટ્રેનમાં ચડ્યો તો તેની નજર સામે પડી તેને જોયું કે પતિ-પત્ની માંથી એકલો પતિ જ મુસાફરી કરી રહ્યો હતો અને તેની પત્ની તેની સાથે નહોતી. પતિનો ચહેરો પણ એકદમ ઉદાસ હતો, તેની દાઢી પણ વધી ગઈ હતી અને તેને કપડાં પણ વિખરાયેલા પહેર્યા હતા.
આ યુવક થી રહેવાયું નહીં એટલે તેણે ત્યાં જઈને પતિને પૂછ્યું આજે તમે તમારી પત્ની સાથે નથી આવ્યા? આ વાતનો પતિએ કશો જવાબ ન આપ્યો. યુવકે ફરી પાછું એક વખત પૂછ્યું તમે આટલો સમય ક્યાં ગયા હતા, ક્યાંય બહાર ગયા હતા? આ વખતે પણ પતિએ કોઇ જ જવાબ ના આપ્યો…