મેં તો તે બહેનને સહજતાથી કહ્યું બહેન તમારી કંઇક ભૂલ થતી લાગે છે મારી સીટ અહીં જ છે, આ શબ્દો ખબર નહીં શું કામ તેને તીખા લાગ્યા હોય કે ગમે તેમ પરંતુ તે બહેન બોલવા લાગ્યા કે હું નાનપણથી ટ્રેનમાં મુસાફરી કરતી આવી છું શું હવે તમે મને શીખવશો કે ટ્રેનમાં મારી સીટ સાચી છે કે ખોટી.
તેઓના જમણા હાથમાં તેમની ટિકિટ હતી જે હાથ તેના નજર સામે હોવાથી મને ટિકિટનો પાછળનો ભાગ દેખાઈ રહ્યો હતો,. પરંતુ થોડા સમય પછી તેને હાથ નીચે કર્યો એટલે મને ટિકિટમાં કંઈક અલગ દેખાયું. મેં તેને કહ્યું મને એક મિનિટ માટે ટિકિટ આપો. હું જોઈ લઉં છું.
તેને કહ્યું અરે ભાઈ તમે સમજતા કેમ નથી તમે ટીસી છો, તો મારી ટિકિટ માંગો છો, તમે અહીં ઉભા થાઓ અને આ સામાન લઈને રવાના થાઓ. એમના અવાજ ઘણે દૂર સુધી સંભળાતા હતા. એવામાં કોઈ એક માણસ તે જ ડબ્બામાં આવ્યો અને કહ્યું લાવો તમારી ટિકિટ હું જોઈ દઉં છું.
મને તો ટિકિટ આપવાની ના પાડી દીધી હતી પરંતુ આ ભાઈને ટિકિટ આપી એટલે તે ભાઈ ટિકિટમાં નજર કરવા લાગ્યા અને મેં પણ ઊભા થઈને તે ભાઈની સાથે ટિકિટમાં નજર કરી, તે ભાઈનું ધ્યાન તો સીટ નંબરમાં હતું પરંતુ મને કંઈક મોટી ગડબડ લાગી રહી હતી એટલે મેં તરત જ ટ્રેન નંબર તપાસીયો.
અને ખરેખરમાં આ ટ્રેન જ કોઈ બીજી હતી, તેઓને કોઈ બીજી જ ટ્રેનમાં ચડવાનું હતું. મેં સહજ ભાવે પૂછ્યું બહેન તમારે ક્યાં જવાનું છે, ત્યારે તેને કહ્યું કે અરે ભાઈ એ તમારે શું કામ છે, મારે જ્યાં જવાનું હોય ત્યાં!!!
ગુસ્સો તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો, એવામાં ટિકિટ ચેક કરી રહેલા ભાઈ નું ધ્યાન પણ ટ્રેનમાં ગયું એટલે તેને કહ્યું કે અરે બહેન તમે આ કઈ ટ્રેનમાં ચડી ગયા, આ તો કોઈ બીજી જ ટ્રેન છે. તમે જલ્દીથી નીચે ઉતરીને બીજી ટ્રેનમાં ચડી જાઓ.
હું પણ એ જ વસ્તુ તે બહેનને સમજાવવા માંગતો હતો પરંતુ મારા શબ્દો નીકળે તે પહેલા જ મને બોલતા અટકાવી દીધો હતો, ફિલ્મોમાં ઘણી વખત આપણે જોતા આવ્યા છીએ કે કોઈ ગેરસમજણ થાય ત્યારે એકબીજા સાથે બોલાચાલી થયા પછી જો આ ગેર સમજણ છે તેવી ખબર પડે તો બીજું પાત્ર પહેલા પાત્રની માફી માંગે છે અને તેનો સમય બરબાદ કરવા માટે પણ દિલકીર થઈ જાય છે.
પરંતુ કદાચ મારી સાથે પણ આવું બન્યું હોત, હું એ બહેન હમણાં માફી માંગે તેની રાહ જોઈ રહ્યો હતો પરંતુ એ બહેન તો ફરી પાછો ગુસ્સો કરીને અસ્પષ્ટ શબ્દો બોલતા બોલતા ટ્રેનમાંથી બહાર નીકળી ગયા.. મેં પણ એમ વિચારીને મનને પાછું વાળી લીધું કે હશે તે બહેનનો દિવસ આજે ખરાબ હશે.
પણ ખરેખર મારી સાથે આ બનેલો બનાવ અને લખવાનું એટલા માટે મન થયું કે ફિલ્મો અને હકીકતની જિંદગીમાં કેટલું બધું અંતર હોય છે તે આપણે બધાને જાણવાની જરૂર છે. ખરેખર તમને પણ શું એવું લાગે છે કે રીલ લાઈફ અને રીયલ લાઇફમાં ઘણું બધું અંતર હોય છે તો તમારા વિચારો કોમેન્ટમાં અચૂક શેર કરજો.