થોડાક સમય પહેલા જાપાનમાં ભૂકંપ આવ્યો ત્યારની આ વાત છે.
ભુકંપ પછી બચાવકાર્યની ટુકડી એક મહિલાનું લગભગ સાવ તહસ-નહસ થઈ ગયેલું મકાનની સરભરા કરવા માટે ત્યાં ગયા હતા. થોડો-ઘણો મલબો આઘો પાછો કરી અને અંદર જોવાની કોશિશ કરી તો બચાવ ટુકડીએ જોયું કે મહિલા કંઈક અજીબ અવસ્થામાં બેઠી હતી. એવી જ રીતે કે જ્યારે લોકો મંદિરમાં જઈ અને પૂજા કરવા બેસે કે પછી નમાઝ પઢવા માટે કઈ રીતે બેસે તે જ રીતે વળીને બેઠેલી હતી પરંતુ એને કંઈ સાફ દેખાતું નહોતું.
ઘણી મહેનત પછી બચાવતું પડ્યા ઘણું બધું આવું પાછું કરી અને બચાવ ટુકડીમાંથી કોઈએ પોતાનો હાથ મહિલા તરફ આગળ ધર્યો, તેમને ઉમ્મીદ હતી કે કદાચ મહિલા જીવતી હશે, પરંતુ મકાન પડવાને લીધે તેના મહિલાના પીઠ ઉપર અને માથામાં ગંભીર ચોટો આવી હતી. જ્યારે મહિલાનો અડકી ને જોયું તો એનું આખું શરીર ઠંડું પડી ગયું હતું. એટલે તેને સમજમાં આવી ગયું કે મહિલા હવે જીવિત નથી.
આટલું જાણ્યું એટલે તે ટુકડીએ ઘરને છોડીને આગળ ચાલ્યા. પરંતુ એ બચાવ ટુકડીના હેડને ખબર નહીં શું કામ પણ પહેલી મહિલા નું ઘર તેને પોતાની બાજુ ખેંચતું હતું. તેને અંદરથી એવું થઈ રહ્યું હતું કે તે એ ઘર છોડીને ન જાય. આથી એ બચાવ ટુકડી ના હેડ એ પોતાની ટુકડીને ફરીથી પેલા ઘરની વ્યવસ્થિત તપાસ કરવાનો આદેશ આપ્યો.
બચાવટુકડી ફરી એક વખત મહિલાના ઘર પાસે પહોંચ્યા અને આ વખતે પેલી બચાવ ટુકડીના હેડ એ ખુદ મલબો હટાવ્યો અને મહિલાને બહાર કાઢવાની કોશીષ કરવા લાગ્યા. ત્યાં જ તેણે ત્યાં એક બાળક જોયુ અને એની ટુકડીને કહ્યુ કે અરે અહીં તો એક બાળક છે. હવે આખી ટૂકડી તે ધરાશાયી થયેલા મકાનના મલબાને વ્યવસ્થિત રીતે આઘુપાછું કરી રહી હતી. અને જ્યારે મહિલા ને કાઢવા અંદર ગયા ત્યારે તેમણે જોયું કે મહિલાના મૃત શરીર નીચે એક ટોપલીમાં રેશમી ટુવાલ વીંટાળીને લગભગ ત્રણ મહિના જેવડું બાળક પડ્યું હતું.