મરેલા માણસની નનામી ને ટેકો આપવો એ પુણ્ય નું કામ છે આ વાત સાંભળી એક ભાઈ રડી પડ્યો, પેલા માણસે કારણ પુછ્યુ તો કારણ જાણીને…

એક માણસનું મૃત્યુ અચાનક થઇ જાય છે. એટલે તેના અંતિમ સંસ્કાર માટે સગા સંબંધીઓ અને તે માણસ નો મિત્ર વર્તુળ પણ ખૂબ મોટું હતું એટલે તેના મિત્રો પણ આવે છે.

આંખમાં અશ્રુ તારા ની સાથે તેની સ્મશાનયાત્રા નીકળે છે આખી શેરીમાં શોકનો માહોલ પ્રસરી જાય છે.

નનામીને એક પછી એક બધા લોકો ખભો આપી રહ્યા હોય છે. નનામીને ખભો આપવા માટે ત્યાં હાજર દરેક લોકો ઉત્સુક પણ હતા અને ચાલી ચાલી ને પોતાના ખભા ઉપર નનામી લઈ રહ્યા હતા.

ધીમે ધીમે કરતાં દરેક લોકો આમ કરી રહ્યા હતા અને થોડા સમય પછી સ્મશાન આવી ગયું.

સ્મશાનમાં અંતિમ વિધિની શરૂઆત થઈ એવામાં ત્યાં બહાર ઉભા રહેલા બે મિત્રો એકબીજા સાથે વાત કરી રહ્યા હતા.

એક મિત્રએ બીજા મિત્રને પૂછ્યું કે આ સ્મશાન યાત્રા આવી ત્યારે તે જોયું કે બધા લોકો નનામીને ખભો આપવા માટે જાણે પડાપડી કરી રહ્યા હતા.

બીજા મિત્રે જવાબ આપતા કહ્યું હા મેં એ દ્રશ્ય જોયું પરંતુ આ બધા લોકો ના નામ અને ખભો આપવા માટે કેમ આટલી બધી પડાપડી કરતા હશે?

આ બંને મિત્રો ત્યાં ફૂલ ની દુકાન પાસે ઉભા રહીને વાત કરી રહ્યા હતા આ વાત ફૂલના વિક્રેતાને પણ સંભળાઇ રહી હતી.

એટલે તે ફૂલના વેપારીએ આ બંને મિત્રો ને કદાચ આ વાતની જાણ નહીં હોય એમ સમજીને તે બંને મિત્રોને કહ્યું કે ભાઈ તમને નો ખબર હોય તો જણાવી દઉં કે મૃત્યુ પછી શરીરનો વજન વધી જાય. એટલે ભાર ઉપાડવામાં તકલીફ ના પડે એટલે બધા લોકો તેને ખભો આપે. અને બીજું એક એવી માન્યતા પણ છે કે જે લોકો મરેલા માણસની નનામીને ખભો આપીને તેને ઊંચકવામાં મદદ કરે એ કામ ને પુણ્યનું કામ સમજવામાં આવે છે અને આટલા માટે પણ બધા લોકો ખભો આપવા માટે આગળ આવે છે.