મરેલા માણસની નનામી ને ટેકો આપવો એ પુણ્ય નું કામ છે આ વાત સાંભળી એક ભાઈ રડી પડ્યો, પેલા માણસે કારણ પુછ્યુ તો કારણ જાણીને…

બંને મિત્રોએ આ ફૂલ ના વેપારી ની વાત સાંભળી એટલે બંને મિત્રો એકબીજા સામું જોઈને હસવા લાગ્યા. ફૂલનો વેપારી પણ મૂંઝવણમાં પડી ગયો કે આ બંને મિત્રો મારી વાત સાંભળીને કેમ હસવા લાગ્યા આ લોકો મારી ઠેકડી ઉડાડી રહ્યા છે કે શું એટલે તેણે પેલા બંને મિત્રોને હસવાનું કારણ પૂછી લીધું.

કારણ પૂછ્યું એટલે બંને મિત્ર માંથી એક મિત્રની આંખમાં આંસુ નીકળી ગયા, અરે કેમ શું થયું તને ફૂલ ના વિક્રેતા તેને પૂછ્યું.

તે માણસ જવાબ આપતા કહ્યું કે મરેલા માણસને ખભો આપવા માટે બધા સગા સંબંધીઓ અને મિત્રો કેવા પડાપડી અને દોડાદોડી કરે છે. મરેલા માણસનું વજન બધા લોકો વચ્ચે થોડું થોડું વહેંચાઈ જાય એ માટે ખભો આપે છે તો આ ખાલી એક વિચાર છે પરંતુ આ જ રીતે જીવતા માણસની તકલીફ વખતે એના સગા સંબંધી તેઓને થોડો થોડો ટેકો પણ આપવા માંડે તો એ બિચારો આ તકલીફમાંથી બહાર આવી જાય કે નહીં?

પેલા ફૂલના વેપારીને આ વાત અજુગતી લાગે કે આ માણસના આંખમાંથી અશ્રુ નીકળ્યા છે એટલે વાત કંઈક બીજી છે તેને કહ્યું વાત તો તમારી એકદમ સાચી છે ભાઈ પરંતુ તમે રડવા કેમ લાગ્યા હતા?
ત્યારે પહેલા માણસ જવાબ આપતા કહ્યું કે આજથી ૧૦ વર્ષ પહેલાની વાત છે. જ્યારે અચાનક મને ધંધામાં ખોટ ગઈ હતી અને આ ખોટની ભરપાઇ કરવા માટે મારે ઘણું બધું જીવન માંથી ખોઈ બેસવું પડ્યું હતું.

આ સમયે મને જો થોડી પણ મદદ મળી ગઈ હોત તો એ કપરા સમયમાંથી મને નીકળતા ઓછો સમય લાગ્યો હતો એ સમયે મેં મારા સગા સંબંધીઓ મિત્રો તેમજ ઘણા ઓળખીતા લોકોની મદદ માંગવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ ને કોઈ બહાનું બતાવીને કોઈ મારી મદદ આવ્યું ન હતું.

પરંતુ હા મને ભગવાન ઉપર બિલકુલ ભરોસો હતો માટે જ ધીમે ધીમે કરીને મને એક નોકરી મળી અને વર્ષો વિતતા ગયા અને પાંચ વર્ષ પછી મેં મારો પોતાનો બીજો ધંધો ચાલુ કર્યો આજે નવો ધંધો ચાલુ કર્યા ને પણ ૫ વર્ષ થઇ ચુક્યા છે અને ભગવાનની દયાથી મારો ધંધો ખૂબ જ સારો ચાલી રહ્યો છે.

પરંતુ સાહેબ તમે જ્યારે વાત એવી કહીને કે લોકો ખભો દેવા માટે આવે છે એટલે મારા આંખમાંથી આંસુ સરી પડ્યા કારણકે મારા જ્યારે જરૂર હતી ત્યારે મને ખબર આપવાવાળો કોઈ ન હતું.

ખરેખર તે ભાઈની વાત બિલકુલ સાચી છે કે મરેલા માણસને ખભો આપવો એ ખરેખર પુણ્યનું કામ છે પરંતુ જીવતા માણસને થોડી ઘણી મુશ્કેલીઓ માં પણ ટેકો આપો તો એનાથી પણ તમે પૂણ્ય કમાઇ શકો છો.

આ વાત સારી લાગે તો બધા લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરી ને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel