માવજી કાકા ટપાલ વિભાગના કર્મચારી હતા, માવજી કાકા માધોપુર તેમજ તેના નજીકનાં ગામડાઓમાં પત્ર વિતરણ કરવાનું કામ કરતા. આ કામ તેઓ ઘણા વર્ષોથી કરી રહ્યા હતા. અને ઘણા વર્ષોથી આ કામ કરી રહ્યા હોવાથી ઘણા સરનામાં તો તેઓને મોઢે જ રહી ગયા હતા.
એક દિવસ તેમને એક પત્ર મળ્યો, જેમાં સરનામું તો માધોપુરની નજીકનું હતું. પરંતુ આ જ દિવસ પહેલા તેમણે તે સરનામા ઉપર કોઈ પત્ર મોકલ્યો હતો. કાકા ની યાદશક્તિ પણ સારી હતી તેને આ સરનામું અત્યંત નવું લાગી રહ્યું હતું.
દરરોજની જેમ જ તેણે પોતાની બેગ લીધી અને પત્ર વહેંચવા માટે નીકળી પડ્યા, બધા પત્ર એક પછી એક વિતરણ કરવા લાગ્યા. બધા પત્ર દેવાઈ ગયા પછી પેલા નવા સરનામે જવાનું થયું, તેઓ નવા સરનામાં બાજુ ચાલતા થયા.
થોડું આમતેમ શોધ્યા પછી અંતે તેમણે નવું સરનામું શોધી લીધું અને ઘર મળી ગયું એટલે ઘર પાસે જઈને એક અવાજ માર્યો “પોસ્ટ મેન”
એક છોકરી નો અંદરથી અવાજ આવ્યો કાકા દરવાજાની નીચેથી પત્ર સરકાવી દો.
કાકા મનમાં ને મનમાં વિચારવા લાગ્યા કે કેવી છે આ છોકરી, હું આટલા દૂરથી એક પત્ર લઈને આવી શકું છું અને તે મહારાણી જુઓ માત્ર બારણા સુધી પણ નથી આવી શકતી.
અરે બહાર આવો, આ રજીસ્ટ્રી છે તમારે સાઈન કરવી પડશે. થોડા ખીજાય ને માવજી કાકાએ જણાવ્યું.
અંદરથી પણ તરત જ જવાબ આવ્યો “એ હમણાં જ આવી”
કાકા ત્યાં રાહ જોઇને ઊભા હતા, એક મિનિટ વીતી ગઈ કોઈ આવ્યું નહીં, બે મિનિટ વીતી ગઈ. પરંતુ અંદરથી કોઈ ન આવ્યું એટલે હવે કાકાની ધીરજ તૂટી ગઈ.
કાકાએ દરવાજા પર ફરી પાછું ખટખટાવ્યું અને સહેજ મોટા અવાજ માં કહ્યું “આ એક જ કામ નથી મારે, ઉતાવળ કરો મારે હજી બીજા પત્રો પણ પહોંચાડવાના છે.”
થોડો સમય વીત્યો પછી ધીરે ધીરે બારણું ખૂલ્યું, બારણું ખોલ્યું તો અંદરનું દ્રશ્ય જોઈને માવજી કાકાને અત્યંત આઘાત લાગ્યો.
એક છોકરી હતી જેની ઉંમર લગભગ બારથી તેર વર્ષની હશે, છોકરી ના બંને પગ ન હતા. કાકા ને હવે પોતાની ઉતાવળ પર આવી અધીરાઈ પર શરમ આવી રહી હતી.
પેલી છોકરીએ કહ્યું માફ કરશો મને હું થોડી મોડી આવી, કહો ક્યાં સાઇન કરી આપુ?
કાકાએ સહી કરાવી અને પત્ર આપીને ત્યાંથી કાકા રવાના થઇ ગયા.