અમેરિકાનું એક આ શહેર, ત્યાંની સમૃદ્ધિ વિશે તો વાત જ શું કરવી. અહીં કરતા ત્યાંનું જીવન ખૂબ જ સારું છે, એવું ઘણા લોકો માને છે. ત્યાંની કમાણી પણ અહીંની કમાણી કરતા લોકોને વધુ સારી લાગે છે.
ત્યાં આપણું એક ગુજરાતી કુટુંબ રહેતું હતું, રમણીકભાઈ નો પરિવાર 6 લોકોનો હતો અને બધા એક જ ઘરમાં હળીમળીને સાથે રહેતા હતા.
અમેરિકામાં વસવાટ કરતા હોવા છતાં તેઓ એ હજી ભારતના રીતિ-રિવાજ અને સંસ્કાર સાચવી રાખ્યા હતા. અમેરિકામાં રહેતા લોકો સાથે જમે પણ ખરા અને ન પણ તમે કંઈ નક્કી ન હોય પરંતુ રમણીકભાઈ ના ઘરમાં એકદમ જુદો જ નિયમ, 9:00 એટલે બધાએ સાથે ડાઇનિંગ ટેબલ પર એકઠા થઇ જવાનું અને સાથે જ જમવાનું.
રમણીકભાઈ નું ઘર પણ ખૂબ જ સુંદર હતું ઘરની સામે જ એક વિશાળ બગીચો પણ હતો જે ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો હતો. એક દિવસ રમણીકભાઈ ઘરની બહાર નીકળ્યા ત્યારે જોયું કે સામે રહેલા બગીચામાં કોઈ અજાણી વ્યક્તિ બેઠી છે.
અને તે વ્યક્તિના હાથમાં એક બેગ હતી, રમણીકભાઈ એ ત્યાં જઈને કહ્યું તમને આ બાજુ ક્યારેય જોયા નથી લાગે છે બહારના માણસ છો?
તે ભાઈ બોલ્યા, હા હું અહીંથી ખૂબ જ દૂર રહું છું.
તો કેમ આ બાજુ, કંઈ ખાસ કારણથી? રમણીકભાઈ એ પૂછ્યું.
પેલા ભાઈ જવાબ આપતા કહ્યું મારી પાસે જીવનમાં બધું છે, સરસ મજાનો બંગલો છે, પૈસા પણ સારા એવા કમાઈ ચૂક્યો છું, મારો પરિવાર પણ ખૂબ જ પ્રેમાળ છે છતાં પણ મને જિવનમાં જરા પણ રસ પડી રહ્યો નથી. એટલે હવે થોડા દિવસની રજા પાડીને કંઈક મને જીવનમાં મજા પડે એવું શોધવા નીકળ્યો છું. ચોખ્ખી વાત કરું તો હા અત્યારે સુખ શોધી રહ્યો છું.
રમણીકભાઈ ને આ ભાઈ નો જવાબ સાંભળીને થોડી નવાઈ લાગી, જે માણસ સુખ શોધી રહ્યો હોય તેને કઈ રીતે સુખી કરવો આ ભાઈ ને શું જવાબ આપો તે રમણીકભાઈ વિચારવા લાગ્યા.
રમણીકભાઈ નો પૌત્ર જે લગભગ ૧૨ થી ૧૩ વર્ષની ઉંમરનો હશે, તે હજુ તો રમણીકભાઈ પેલા ભાઈ ને કંઈ જવાબ આપે તે પહેલા પેલા ભાઈ પાસે આવ્યો અને તેના હાથમાંથી તેની પાસે રહેલું બેગ પકડી અને ત્યાંથી ભાગવા લાગ્યો.