તમને એવું થતું હોય કે સાલુ આપણા જીવન માં જ સુખ કેમ નથી? તો 2 મિનિટ નો સમય કાઢી આ લેખ વાંચી લો, તમારો વિચાર…

ના પેલા ભાઈ ને કંઈ સમજાયું કેના રમણીકભાઈ ને કંઈ સમજાયું કે શું થઈ રહ્યું છે, રમણીકભાઈ અને પેલા ભાઈ બંને તે છોકરા ની પાછળ દોડવા માંડ્યા. આખા બગીચાના લગભગ બે થી ત્રણ રાઉન્ડ દોડતા દોડતા પુરા કર્યા.

પછી બગીચાના રાઉન્ડ પુરા કરીને તે છોકરો બેગ લઈને ત્યાં બાંકડા પર જ બેસી ગયો, પેલો માણસ અને રમણીકભાઈ બંને હસતા હસતા ફરી પાછું બગીચા નુ રાઉન્ડ પૂરું કરીને ત્યાં આવ્યા એટલે જોયું કે છોકરો તો બેગ લઈને અહીં જ બેઠો છે.

તરત જ પેલા માણસે છોકરાના હાથમાંથી પોતાની બેગ લઇ લીધી. પોતાની બેગ પાછી મળી ગઈ એટલે તેના ચહેરા ઉપર ખુશીની લાગણી એટલે કે આનંદ આવી ગયો.

અને બેગ તો હવે પોતાની પાસે આવી ગઈ હતી. એટલે પેલા છોકરા ઉપર રીતસરના તાડૂકી ઉઠયા. અને ગુસ્સે થઈને છોકરા ને કહ્યું એ છોકરા, કેમ મારી બેગ લઈને ભાગી ગયો હતો? કોણ છો તું? એટલે છોકરાએ નિર્દોષભાવે જવાબ આપતા કહ્યું હું કોણ છું, તે પછી જણાવીશ. પરંતુ તમે અને દાદુ વાત કરી રહ્યા હતા તે મેં સાંભળી હતી. એટલે મને થયું કે તમે સુખ શોધવા નીકળ્યા છો તો તમને આ બેગ પાછી મળી ગઈ એટલે તમારા મોઢા ઉપર મેં સ્માઈલ જોઈ હતી. તો શું તમને તમારું સુખ મળ્યું કે નહીં? મેં તો તમને સુખ શોધવામાં થોડી મદદ કરી છે બસ.

૧૨ થી ૧૩ વર્ષના છોકરાનું આવું વર્તન જોઈને પેલો માણસ ચોંકી ગયો.

આ સ્ટોરી ને આપણી જિંદગી સાથે કમ્પેર કરીએ તો આપણામાંથી પણ ઘણા લોકો થોડા તો પહેલા માણસ જેવા હોઈએ છીએ. જે પણ કઈ આપણી પાસે છે તેમાંથી આપણને સુખ નથી મળતું પરંતુ જેવી એ ખોવાઈ ગયા પછી ફરી પાછી મળે ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ. તમે ક્યારેય વિચાર્યું છે કે આવો શું કામ થતું હશે?

એટલે હવે પછી જ્યારે મનમાં ગુસ્સો આવે અને લાગે કે તમારા જીવનમાં જ સુખ કેમ નથી ત્યારે તમારા ઘરમાં બધી વસ્તુઓ છે તેને એક પછી એક શાંતિથી નિહાળજો અને પછી શાંત મને વિચાર કરજો કે જો આ વસ્તુ મારી પાસે ન હોય તો મને કેટલી તકલીફ પડે?

આ વસ્તુ સમજવા માટે એક નાનકડો પ્રસંગ રજૂ કરીએ છીએ, ગાત્રો થીજાવી નાખે એવી ઠંડીમાં એક અત્યંત ગરીબ માતા પોતાના બાળકોના શરીર પર છાપા પાથરી રહી હતી છાપા પાથરીને તેના પર ઘાસ ઓઢાડીને તે બાળકો ને સુવડાવી રહી હતી. ત્યારે તે બન્ને ભાઈઓ આપસમાં વાત કરી રહ્યા હતા, એક ભાઇએ બીજા ભાઇ ને પૂછ્યું હે મોટાભાઈ? જે લોકો પાસે છાપાં અને ઘાસ નહીં હોય એમની તો આવી ઠંડીમાં કેવી ખરાબ હાલત થતી હશે નહીં?

આપણી પાસે ઘાસ અને છાપા થી તો ઘણી સારી વસ્તુઓ ઘરમાં મોજુદ છે, એટલે હું સુખી નથી, મારી પાસે પેલું નથી, મારી પાસે આ પણ નથી. આવા બધા વિચાર કરો તે પહેલા એક નજર આપણી પાસે જે પણ કંઈ વસ્તુ છે તેની પર કરી લેવી.

આ મસ્ત સ્ટોરી તમે વાંચી રહ્યા છો તો એનો મતલબ કે તમારા હાથમાં એક સ્માર્ટફોન તો હશે જ, અને તમે શાંતિ થી છેલ્લે સુધી વાંચ્યું મતલબ તમે સ્વસ્થ છો, તો પછી જીવનમાં હંમેશા ફરિયાદ કરવાનું છોડો અને આભાર માનો ભગવાનનો, મહેનત કરો, જીવન ખૂબ જ મસ્ત થઈ જશે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel