તમે અત્યાર સુધી ખોટી રીતે સુતા હતા, જાણો કઈ રીતે સુવુ જોઈએ!

સીધા સુતા હોય છે.

આમાંથી મોટાભાગના લોકો જમણી બાજુ પડખું ફરીને અથવા સીધા સુતા હોય છે કે જે હેલ્થની દૃષ્ટિએ જોવા જઈએ તો બિલકુલ ફાયદાકારક નથી. કારણકે તમે જયારે ભરપેટ જમીને સીધા સૂઈ જાવ ત્યારે પાચન તંત્ર ને ખોરાક પચાવવામાં તકલીફ પડે છે. અને ખોરાક પચતો ન હોવાથી તમને પૂરતી નિંદર થઈ શકતી નથી.અને આવી જ રીતે જ્યારે જમણી બાજુએ પડખું ફેરવીને સુય છીએ ત્યારે ખોરાકનું પાચન જલ્દી થાય છે જે પણ આપણા શરીર માટે નુકસાનકારક છે. પાચન ક્રિયા વખતે શરીરમાં ઉત્પન્ન થતું ગેસ્ટ્રિક લિક્વિડ જ્યુસ જમણી બાજુ સુઈએ ત્યારે આખું ઊંધું થઈ જાય છે. આથી જમણી બાજુ પડખુ ફરીને સુવુ હિતાવહ નથી.

ખોરાકને પચાવવા માટે શરીરમાં ઘણા બધા એન્ઝાઇમ્સ પેદા થતા હોય છે. અને તે ખોરાકને પચાવવાનું કાર્ય કરે છે. પરંતુ જ્યારે તમે જમણી બાજુ પડખું ફેરવીને નિંદ્રા કરો છો ત્યારે ખોરાક જલ્દી પચે છે. જે શરીર માટે સારું નથી. અને જ્યારે આપણે ડાબી બાજુ પડખું ફરીને સૂઈએ છીએ ત્યારે એન્ઝાઇમ્સ એનું કામ બરોબર રીતે કરે છે અને ખોરાક એના સમય અનુસાર ધીમે-ધીમે પચે છે જે શરીર માટે લાભદાયી છે.

આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે શરીરમાં રહેલું ટોક્સિન એટલે કે વિષ્મય પદાર્થ ફિલ્ટર કરીને શરીરની બહાર કાઢવા માટે અંદર શરીરમાં એક સિસ્ટમ હોય છે. આ સિસ્ટમને કામ કરવા માટે ડાબી બાજુ સુવુ હિતાવહ છે. તમે કદાચ સાંભળ્યું હશે કે જમીને ઘણા લોકો વામકુક્ષી કરે છે. એટલે કે ડાબી બાજુ થોડો સમય સૂવે છે. આ પણ એક જાતનું પાચનતંત્ર ને મદદકર્તા કાર્ય થાય છે.

ડાબી બાજુ સુવાના ફાયદાઓ

તમારી શરીરમાં પાચનતંત્રનો ભાગ ડાબી બાજુએ આવેલો હોય છે અને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળ અનુસાર તમે જ્યારે ડાબી બાજુએ સૂઓ છો ત્યારે તેનું પાચન તંત્ર નો ભાગ એકદમ વ્યવસ્થિત સ્થિતિ પર આવે છે જેનાથી ખોરાકને પચવામાં સરળતા રહે છે, જેથી શરીર એનું વ્યવસ્થિત કામ કરે છે અને તમને નિંદ્રા ગાઢ અને વ્યવસ્થિત મળે છે.

બ્લડ સર્ક્યુલેશન વધે છે આ વાત વૈજ્ઞાનિક રીતે પણ સાબિત થયેલી છે કે જ્યારે તમે ડાબી બાજુ જુઓ છો ત્યારે તમારો રક્ત સંચાર પહેલા કરતા વધારે કામ કરે છે.તમારું દિલ ડાબી બાજુ હોવાથી તમે જ્યારે ડાબી બાજુએ સુઓ છો ત્યારે તમારું હૃદય એની નેચરલ પોઝિશન પર હોય છે જે શરીર માટે ફાયદાકારક છે.

પાચનતંત્રને ફાયદો થતો હોવાથી જમીને થોડીવાર ડાબી બાજુએ સૂવું ખૂબ જ હિતાવહ છે. આયુર્વેદના મુજબ પણ આ રીતે સુવુ હિતાવહ છે.

ઘણા લોકો પેટના બળે એટલે કે ઊંધા સૂવે છે. પરંતુ ડૉક્ટરો અનુસાર સહુથી ખરાબ રીત આ રીતે સૂવાની છે. કારણ કે આ રીતે જ્યારે તમે સુવો છો ત્યારે હ્રદય સંપૂર્ણપણે બ્લડ સર્ક્યુલેશન પણ કરી શકતું નથી અને પાચનક્રિયા પણ વ્યવસ્થિત રીતે થઇ શકતી નથી. અને તમારા સ્નાયુઓ, ઘૂંટણો વગેરે પર ભાર આવે છે જેથી સ્નાયુ ના દુખાવાની સંભાવના રહે છે.

ડાબી બાજુએ જ્યારે તમે સુવો છો ત્યારે ઘણાને એક આદત હોય છે કે તે પગ પર પગ ચડાવીને સૂવે છે. અને પગ થોડા વાળેલા હોય છે, એકદમ સીધા હોતા નથી. જે શરીરના ઘૂંટણ માટે ગેરફાયદાકારક છે. પરંતુ આની સમસ્યાનું નિવારણ તમે બે પગ વચ્ચે પીલ્લો રાખીને કરી શકો છો. જેથી ઘૂંટણ પર વચ્ચે નરમ વસ્તુ આવી જવાથી તેનો ગેરફાયદો થતો નથી.

નિષ્કર્ષઃ

આ બધી વસ્તુઓ જાણીને આપણને એક સારાંશ મળે છે કે ડાબી બાજુએ સૂવું હિતાવહ છે અને તેના ફાયદાઓ ઘણા છે. પરંતુ તમને પગ પર પગ ચડાવીને આદત હોય તો ઉપર કહ્યા મુજબ તેનું નિવારણ કરવું જરૂરી છે. આ સિવાય તમારે અમને કંઈ ફીડબેક આપતો હોય તો કોમેન્ટ કરી શકો છો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel