રેલવે સ્ટેશન પર બુટપાલીશ કરતો એક છોકરો ડબ્બા માંથી નીચે ઉતારતા પડી ગયો. અને હાથ પગ માં ઘણી ગંભીર ઇજા થઇ, હવે જે છોકરો બુટ પાલીશ કરતો હોય, તે અને તેના માતા પિતા રૂપિયે પૈસે સગવડતા વાળા ના હોય તે સ્વાભાવિક છે.
તેમ છતાં સરકારી હોસ્પિટલ માં ત્રણ ચાર મહિના સુધી તેની સારવાર ચાલી હાથ પગ માં થયેલી ઇજા તો સારી થઇ ગઈ, પણ છોકરા ને શારીરિક નબળાઈ ઘર કરી ગઈ. પણ કામ પર જવું પડે તેમ હોય તે કામ પર ગયો. અને એક સજ્જન માણસ બાંકડા પર બેઠા હતા.
ત્યાં જઈને ઓશિયાળું મોઢું કરી ને કહ્યું કે સાહેબ બુટ પાલીશ કરી આપું? ત્યારે એ સજ્જન માણસે ને દયા આવી. અને કહ્યું કે કરી આપ, પણ ચકાચક કરી આપવાના નહીંતર પૈસા નહિ આપું. છોકરો બુટ પોલિશ કરવા લાગ્યો, પણ તેના થી શારીરિક નબળાઈ ના કારણે ઝડપ થી કામ થઇ શકતું નહિ.
તે જોઈ ને સજ્જન માણસે કહ્યું કે તું ધીરે ધીરે કામ કેમ કરે છે? ઝડપ થી કામ કર. અને ચકાચક બનાવી આપ. પણ તે છોકરો કશું બોલ્યો નહિ. અને ધીરે ધીરે તેનું કામ ચાલુ રાખ્યું, પણ ત્યાં જ એક બીજો છોકરો આવ્યો. અને પહેલા આવેલા છોકરા ને દૂર ખસેડી ને પોતે બુટ પાલીશ કરવા લાગ્યો.
અને થોડી વાર માં જ બુટ ને ચકાચક બનાવી આપ્યા. પહેલા આવેલ છોકરો ત્યાં ઉભો ઉભો જાણે પોતે મૂંગો હોય તેમ આ બધું જોઈ રહ્યો હતો, હવે એ સજ્જને પૈસા કોને દેવા એ વિચાર માં હતા. તેને પોતાના ખીસા માંથી પૈસા કાઢ્યા, અને બીજા છોકરા ના હાથ માં આપ્યા.
જેને તેના બુટ પાલીશ કરી અને આપ્યા હતા. તેને સજ્જન પાસે થી પૈસા લઇ અને પહેલા આવેલ છોકરા ના હાથ માં આપ્યા અને ખભા પર હાથ રાખી ને હિમ્મત આપતા કહ્યું કે ચાલ આગળ બીજા ઘણા ગ્રાહકો મળી જશે.
બંને એ હજુ ચાલવાનું શરુ કર્યું ત્યાં એ સજ્જને તેને બોલાવ્યા અને કહ્યું કે મારા બુટ તે પાલીશ કર્યા તેમ છતાં પૈસા લઇ ને તે પહેલા આવેલા છોકરા ને કેમ આપી દીધા? જેનો જવાબ છોકરા એ આપ્યો ત્યારે એ સજ્જન પણ આશ્ચર્ય માં ગરકાવ થઇ ગયા…