આ વાતો થઈ ફાયદાની પણ તમને મનમાં સવાલ ઉઠશે કે છાલનો વપરાશ કેવી રિતે કરીએ?
પાવડર તરીકે
પ્રથમ એક બાઉલમાં કે પછી એક વાસણમાં બધી સંતરાની છાલને ભેગી કરીને રાખી દો પછી છાલો ને ચાર-પાંચ દિવસ સુધી સૂરજના તડકામાં દિવસે સૂકવવા માટે રાખી દો અને જો તડકો વધારે તેજ હોય તો બે દિવસમાં પણ આ છાલ સુકાઈ જશે. આનો મુખ્ય હેતુ એ છે કે આપણે છાલમાંથી પૂરેપૂરો ભેજ કાઢી નાખવાનો છે. અને આ છાલ એકદમ કડક થઇ જવી જોઈએ. જેથી આપણે એનો પાઉડર બનાવી શકીએ. પછી આ સુકેલી છાલ ને ગ્રાઈન્ડરમાં મિક્સ કરી નાખો. અને તેનો પાવડર બનાવી નાખો. પાવડર તૈયાર થાય પછી એક ચમચી પાવડર, 1/4 ભાગ ચમચી હળદર,દોઢ કે બે ચમચી દહીં અને 1 ચમચી બેસન. હવે આ બધા મિશ્રણને એકદમ વ્યવસ્થિત મિશ્ર કરી નાખો હવે જે પેસ્ટ બની એ છે ફેસવોશ! કે જે માર્કેટમાં મળતા face wash કરતાં અવ્વલ દરજ્જાનું અને ખૂબ જ લાભદાયી છે. અને હા આની કોઈ સાઈડ ઈફેક્ટ પણ નથી!
ચા તરીકે
સંતરાને લો તેની છાલને સુકાયા વગર એક વખત પાણીમાં ધોઈ નાખો. જેથી તે સાફ થઈ જાય હવે આ છાલ ને તમે પાણીમાં ગરમ કરી ચા ના સ્વરૂપમાં પણ લઈ શકો છો. આ ચા એન્ટી ડિપ્રેશન એજન્ટ નું કામ કરશે.
પાણી સાથે (વાળ માટે તેમજ કબજીયાત થી છુટકારો મેળવવા)
ઉપર કહ્યા મુજબ જે પાવડર બનાવ્યો છે તેનો ઉપયોગ આપણા હાડકા તેમજ દાંત મજબૂત કરવામાં કરી શકીએ છીએ. કરવાનું છે માત્ર એટલું કે એ પાઉડરને પાણી અથવા જ્યુસ સાથે મિલાવીને રોજ સવારે સેવન કરો. સંતરાની છાલ માં ફાઇબર વધારે હોઈ તમે તેને સવારે એક ચમચી પાણી સાથે લઈ શકો છો. જેથી કરી કબજિયાત જેવી બીમારીથી રાહત મળશે. અને એક બહુ જ આશ્ચર્યજનક વાત કે એ પાવડર અને પાણી સવારે લેવાથી આપણું વજન ઘટે છે! તદુપરાંત આ પાવડરને પાણીમાં મિક્સ કરીને મેહંદી જેવી પેસ્ટ બનાવીને વાળ પર લગાવી શકો છો. જેનાથી તમારા વાળની જળ મજબૂત થશે અને વાળમાં શાઇનિંગ માટે પણ આ મદદરૂપ છે. આ જ પ્રકીયા રોજીંદી કરવાથી કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહે છે.
આ માહિતી તમારા મિત્રો સાથે અચુક થી શેર કરજો!