આજે આપણે વાત કરવાના છીએ એક એવી વસ્તુ ની કે જેને આપણે કચરો ગણી અને ફેંકી દઈએ છીએ. અને મોટે ભાગના લોકોના ઘરે તે કચરાપેટીમાં જ ફેંકી દેતા હોય છે. પરંતુ એના એટલા બધા ફાયદા છે કે તમને જાણીને એમ થશે કે આપણે કેટલું બધું નુકશાન થઈ ગયું. જે વસ્તુને આપણે રોજિંદા જીવનમાં ફેંકી દઈએ છીએ એનાથી આજ સુધીમાં તમે માનમાં નહીં આવે એટલા ફાયદા લઈ શક્યા હોત અને એ ફાયદાઓ લેવા માટે લગભગ આપણે ઘણો ખર્ચો કરી નાખ્યો હશે પરંતુ એ વસ્તુ આપણી પાસે જ હતી. આપણે હમેશા એને કચરો સમજીને ફેંકી દીધી.
તો આજે આપણે વાત કરવાના છીએ સંતરાની છાલની. આજના જમાનામાં સંતરા બહુ જ સરળતાથી ઉપલબ્ધ છે અને એનો ભાવ એટલો પણ મોંઘો નથી કે આપણે ખરીદી ન શકીએ પણ આપણે કેવી રીતે ખાઈએ છીએ છીલીને ખાઈ ને એની છાલ ને ફેંકી દઈએ છીએ. હું પણ છાલ ફેંકી દેતો હતો પણ જ્યાર થી મને આ ફાયદાઓની ખબર પડી છે ત્યારથી મેં ફેંકવાનું બંધ કરી દીધું છે અને તમને પણ જાણી જાણીને અચરજ થશે કે જેટલો ફાયદો સંતરાનો છે એનાથી ઘણો વધુ સંતરાની છાલનો છે.
ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે
ત્વચા અને વાળ માટે
સંતરાની છાલના વિટામીન એ અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આપણી ત્વચા આપણી આંખો અને આપણા વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે
હાડકાં અને દાત માટે
બીજું આમાં કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં હોય છે આ વસ્તુ મારે કહેવી નહિ પડે કારણ કે લગભગ બધા જાણતા જ હશો કે કેલ્શિયમ હાડકા તેમજ દાંત માટે કેટલુ ઉપયોગી કારક છે.
કબજીયાત
સંતરાની છાલમાં ભરપૂર માત્રામાં ફાઈબર પણ મળે છે. જે આપણને અપચો, કબજિયાત જેવી બીમારીઓથી દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
વજન ઉતારવામાં
આ સિવાય સંતરાની છાલ વજન ઉતારવામાં પણ કામ આવે છે. એના ઉપયોગ વીશે આગળ જાણીશુ.
ડિપ્રેશન અને કોલેસ્ટ્રોલ માટે
સંતરાની છાલમાં એન્ટી ડિપ્રેશન એજન્ટ પણ ભરપૂર માત્રામાં મળે છે જે આપણી નર્વસ સિસ્ટમને બહુ જ સ્ટ્રોંગ બનાવે છે. ડિપ્રેશન, માઈગ્રેન અને ચિંતા ને લગતી બીમારીઓનો દૂર કરવામાં મહત્વનો ભાગ ભજવે છે ભરપૂર માત્રામાં ફાઈબર હોવાના કારણે તે હાઈ કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે આ સિવાય બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે.