ત્યારે સીતામાતા એ કહ્યું કે અહીંયા ઉપસ્થિત ફાલ્ગુ નદી, તુલસી, કાગડો, ગાય, વટવૃક્ષ અને બ્રાહ્મણ મારા દ્વારા કરેલા પિંડદાન ના સાક્ષી છે, ત્યારે ભગવાન રામે આ બધાને પિંડદાન કરવાની વાત સાચી છે કે નહિ? એ બાબતે પૂછ્યું…
ત્યારે ફાલ્ગુ નદી, ગાય, કાગડો, તુલસી, અને બ્રાહ્મણ આ બધા એ ભગવાન રામ નો ક્રોધ જોઈ ને ખોટું બોલ્યા અને કહ્યું કે સીતામાતા એ પિંડદાન કર્યું નથી, ફક્ત એક વટવૃક્ષે જ સાચું કહ્યું કે હા સીતામાતા એ પિંડદાન કર્યું છે.
બીજા પાંચેય સાક્ષી દ્વારા ખોટું બોલવાથી સીતામાતા એ પાંચેય ને આજીવન શ્રાપ આપી દીધો, જેમાં ફાલ્ગુ નદી માં પાણી રહેશે નહિ. તે ખાલી નામ ની જ નદી રહેશે જે નદી આજે પણ સૂકી હોય છે. અને તેનું બધું પાણી જમીનમાંથી વહે છે, જોકે તાજેતરમાં થયેલા ફેરફારો અને અમુક મીડિયા રિપોર્ટ અનુસાર માનીએ તો ફાલ્ગુ નદી હવે આ શ્રાપમાંથી મુકત થઈ છે.
ગાય ને શ્રાપ આપ્યો કે તે પૂજનીય રહેવા છતાં તેના પુંછડાને પવિત્ર માનવામાં આવશે, અને તેની પૂજા કરવામાં આવશે. અને ખાવા માટે આમ તેમ ભટકવું પડશે. આજે પણ આપણે ગાય ના પૂંછડે થી પૂજા કરીયે છીએ.
સીતા માતા એ બ્રાહ્મણ ને શ્રાપ આપ્યો કે ક્યારેય સંતુષ્ઠ નહિ થાય, ગમે તેટલું ધન મેળવશે પણ, તેની દરિદ્રતા હંમેશા બની રહેશે, સીતામાતા એ તુલસી ને શ્રાપ આપ્યો હતો કે તે ક્યારેય ગયા ની માટી માં ઉગી શકશે નહિ, અને આજે પણ ગયા ની માટી માં તુલસી ઉગી શકતા નથી.
અને કાગડા ને હંમેશા લડાઈ ઝગડો કાર્ય પછી જ ખાવાનું ખાઈ શકશે, એક બીજા પાસેથી ઝૂંટવી ને પછી જ ખાઈ શકશે. આજે પણ કાગડો ક્યારેય એકલો ખાવાનું ખાઈ શકતો નથી.
સીતામાતા દ્વારા આ પાંચેય ને અપાયેલ શ્રાપ નો પ્રભાવ હજુ સુધી પાંચેય માં મળી આવે છે અને સાચું બોલવા ના બદલ માં વટવૃક્ષ ને લાંબા આયુષ્ય ના આશીર્વાદ આપેલા અને પતિવ્રતા સ્ત્રી તેનું સ્મરણ કરી ને તેના પતિ ના દીર્ઘાયુ ના આશીર્વાદ મેળવશે. જય સીતારામ.