in

સીતા માતા દ્વારા આ શ્રાપ આપવામાં આવ્યો હતો, આજે વર્ષો પછી પણ આ શ્રાપ હજુ અકબંધ છે, જાણો શું કામ આપ્યો હતો શ્રાપ…

વાલ્મીકિ રામાયણમાં સીતા માતા દ્વારા પીંડ દાન આપીને રાજા દશરથના આત્માને મોક્ષ આપવાનો પ્રસંગ આવે છે. વનવાસ દરમિયાન ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતા પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરવા માટે ગયા ધામ પહોંચ્યા હતા.

ત્યાં બ્રાહ્મણો દ્વારા જણાવેલ શ્રાદ્ધ કર્મ માટે જરૂરી સામગ્રી મેળવવા માટે ભગવાન રામ અને લક્ષ્મણજી શહેરમાં ગયા હતા. ત્યારે બ્રાહ્મણોએ સીતા માતાને કહ્યું કે પિંડદાન કરવાનો સમય થઈ ગયો છે અને હવે વધારે સમય આપણી પાસે નથી. તો અત્યારે જ પિંડદાન કરી દેવું જોઈએ.

સીતા માતા ભગવાન રામ અને લક્ષ્મણ જી ની રાહ જોઈ રહ્યા હતા, થોડા સમય સુધી રાહ જોઈ પરંતુ તેઓને આવવામાં મોડું થઈ રહ્યું હતું. એવામાં રાજા દશરથના આત્મા એ પણ સીતા માતાને અહેસાસ કરાવ્યો કે પિંડદાન નો સમય વીતતો જાય છે માટે હવે જરા પણ મોડું ન કરશો.

જેથી સીતા માતા જાણે અસમંજસમાં પડી ગયા કે હવે શું કરવું? આખરે સીતામાતા એ નિર્ણય કર્યો કે તેના પિતાતુલ્ય સસરા નું પિંડદાન તે પોતે જ કરશે, સીતામાતાએ ફાલ્ગુ નદીની સાથે સાથે ત્યાં ઉપસ્થિત વટવૃક્ષ, કાગડો, તુલસી, બ્રાહ્મણ અને ગાયને સાક્ષી માનીને તેના સ્વર્ગીય સસરા રાજા દશરથ ના પિંડદાન નું કાર્ય પૂરા વિધિ-વિધાન સાથે પૂર્ણ કર્યું.

અને વિધિ પૂર્ણ થતા જ્યારે રાજા દશરથને પ્રાર્થના કરવામાં આવી ત્યારે તેઓ એ સીતામાતા પાસેથી હાથો હાથ પિંડદાન નો સ્વીકાર કર્યો. ત્યારે સીતામાતા એ વાત થી પ્રફુલ્લિત થઇ ગયા કે તેની પૂજા અને પિંડદાન નો રાજા દશરથે સ્વીકારી લીધી.

પરંતુ તેની સાથે એના મન માં એ ભય પણ હતો કે ભગવાન રામ આ વાત માનશે નહીં, કારણ કે પુત્ર ના હાથે થયેલ પિંડદાન નો જ સ્વર્ગસ્થ પિતા સ્વીકાર કરે છે. અને તેના સિવાય કોઈ ના હાથે સ્વીકાર થતો નથી. બધી વિધિ વિધાન પૂર્ણ થયા બાદ ભગવાન રામ અને લક્ષમણજી બ્રામ્હણ એ કહેલી વસ્તુ લઇ અને આવે છે.

ત્યારે સીતામાતા એ કહ્યું કે સમય નીકળી રહ્યો હતો, મેં મારા હાથે જ પિંડદાન કર્યું છે. પણ ભગવાન રામ અને લક્ષમણજી એ વાત માનવા માટે તૈયાર નહોતા કે પુત્રની હાજરી વિના અને જરૂરી સામગ્રી વિના પિંડદાન કેવી રીતે સ્વીકાર થઇ શકે?