શું આપણા સમાજમાં હવે સંબંધો આવી રીતે થઈ રહ્યા છે? છેલ્લે સુધી વાંચીને તમારો અભિપ્રાય આપજો

આ લખાણ વોટ્સએપ પર ઝડપથી વાઇરલ થઈ રહ્યું છે. તમારે પણ વાંચવું જોઈએ અને કમેન્ટમાં અચૂક જણાવજો કે આ લખાણ વિશે તમારો શું અભિપ્રાય છે…
આજકાલના સંબંધો…

હવે સંબંધ તે હકીકતમાં સંબંધ નહીં પરંતુ સોદા થઈ રહ્યા છે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશયોક્તિ નથી. અને એના કારણે જ ઘણી બધી ગડબડ આપણા જીવનમાં થઈ રહી છે.

કોઈ પણ માતા-પિતામાં હવે એટલી હિંમત બચી નથી કે કદાચ બાળકોનો સંબંધ પોતાની મરજીથી કરી શકે.

વર્ષો પહેલા સંબંધ કરતા ત્યારે ખાનદાન જોતા હતા,. પરિવારની સમાજમાં પકડ અને સંસ્કાર જોવામાં આવતા હતા અને હવે…

હવે મનને બાજુ પર મૂકીને તન ની સુંદરતા, નોકરી, પૈસા, ગાડી, બંગલા, અને આ લિસ્ટ આમ ચાલ્યા જ કરે છે.

સમય એવો થઈ ગયો છે સાહેબ કે કોઈને સાયકલ અથવા સ્કૂટર વાળો રાજકુમાર જોઈ તો જ નથી. બધાની પસંદગી હવે ગાડી બંગલા વાળા રાજકુમારની જ થઈ ગઈ છે, ભલે તેની સંખ્યા માત્ર 10% જ કેમ ન હોય.

છોકરા વાળાઓને પણ છોકરી મોટા ઘરની જોઈએ છે, અને છોકરી વાળાઓને છોકરો પૈસાવાળો જોઈએ છે જેથી તેની દીકરીને કામ ન કરવું પડે.

નોકર ગાડી બંગલા હોય, પરિવાર નાનો જ હોય એટલે કામ ન કરવું પડે. અને આમને આમ કરતા નાના પરિવારના ચક્કરમાં પરિવાર ઘણો નાનો થઈને રહી ગયો છે.

પહેલા જ્યારે સંબંધ થાય ત્યારે એમ કહેતા કે મારી દીકરી ઘરનું બધું કામ જાણે છે અને હવે કહે છે કે અમે અમારી દીકરી પાસે કોઈ દિવસ ઘર કામ કરાવ્યું નથી. અને આવું કહેવામાં શાન સમજે છે.

એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નહીં કે અત્યારે માણસો સંબંધની નહીં પરંતુ વધુ સારાની શોધમાં છે. સંબંધનું બજાર ગાડીઓની જેમ સજાવવામાં આવ્યું છે, માણસો રાહ જોઈ રહ્યા છે કે કદાચ કોઈ નવી ગાડી લોન્ચ થઈ જાય અને એ રાહ જોવામાં બધાની ઉંમર વધી રહી છે.

અને અંતમાં શું થાય છે એ બધા લોકો કદાચ જાણતા હશે. ગજબ નો માહોલ થઈ રહ્યો છે, વધુ સારાની તપાસમાં બધા લોકોની ઉંમર વધતી જઈ રહી છે.

ખરેખર સમજવાની જરૂર છે કે એક ઉંમરમાં જે ચહેરા પર ચમક હોય છે તે આધેડ વર્ષના થયા પછી કે પછી કાયમ માટે રહેવાની નથી. ગમે તેટલા બ્યુટી પાર્લરના કે સલૂનના ધક્કા ખાઈ લઈએ પરંતુ એ રહેવાનું નથી.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel