શું અન્ય લોકોની મદદ કરવી જોઈએ કે નહીં, ખુબ સુંદર સ્ટોરી છે, અચૂક વાંચજો…

એક ઉંદર કસાઈ ના ઘર માં તેનું દર બનાવીને રહેતો હતો એક દિવસ ઉંદરે જોયું કે તે કસાઈ અને તેની પત્ની એક થેલી માંથી કંઈક કાઢી રહ્યા છે એટલે ઉંદર ને થયું કે ખાવા માટે કંઈક ચીજ વસ્તુ લાવ્યા હશે.

પણ થોડી વાર માં થેલી માંથી બહાર આવેલી વસ્તુ ને જોઈ ને ઉંદર નિરાશ થઇ ગયો કારણ કે તે ઉંદર પકડવા માટે નું પીંજરું હતું ઉંદર તે જોઈને ગભરાઈ ગયો.

અને ઘર ના ફળીયા માં રહેલા પાળીતા કબૂતર ને વાત જણાવી કે ઘરમાં ઉંદર પકડવાનું પીંજરું આવ્યું છે એટલે કબૂતરે ઉંદર ની મજાક ઉડાવતા કહ્યું કે એમાં મારે શું ?મને ક્યાં તેમાં પકડવાના છે ?

ઉંદર ત્યાં થી નિરાશ થઇ અને ત્યાં આંટા લગાવી રહેલી મરઘી પાસે ગયો અને વાત કરી એટલે મરઘી એ પણ ઉંદર ની મશ્કરી કરતા કહ્યું કે આ કઈ મારી સમસ્યા નથી તારી સમસ્યા છે.

અને તારે તેની ચિંતા કરવાની નિરાશ થયેલો ઉંદર ત્યાંથી નજીક માં ઉભેલી બકરી ને પોતાની મૂંઝવણ જણાવી એટલે બકરી પણ ઉંદર ની મજાક કરવા લાગી અને હસવા લાગી.

હવે તે રાત્રે ઉંદર પકડવા માટે પીંજરું ઘરમાં ગોઠવાઈ ગયું અને લગભગ અડધી રાત્રે ખટાક દઈને અવાજ આવ્યો અને રાત ના અંધારા માં તે કસાઈ ની પત્ની એ ઉંદર ની બહાર રહી ગયેલી પૂંછડી પકડી અને બહાર કાઢ્યો.

પણ તે ઉંદર નહિ પણ ઝેરી નાગ હતો અને તેને કસાઈ ની પત્ની ને એક જોરદાર ડંસ માર્યો અને કસાઈ ની પત્ની ને ઝેર ચડી ગયું એટલે તેને તરત જ હકીમ ને બોલાવ્યા અને હકીમે તેને દવા આપી.