શીતલ ગર્ભવતી હોવાથી એકલી ટ્રેનમાં ઘરે જવાની હતી, અચાનક સ્ટેશન પર અડધી રાત્રે ટ્રેન આવી પણ કુલી દેખાયો નહીં… પછી…

શીતલ ને જોવા આજે મુંબઈથી આવ્યા હતા, શીતલ તેના માતા-પિતાની એકની એક જ દીકરી હતી અને તેનો એક નાનો ભાઇ પણ હતો. શીતલ ની ઉંમર લગ્ન કરવાને લાયક થઈ ચૂકી હતી.

છોકરો અને છોકરી એકબીજાને મળે છે, બંનેને અનુકૂળ આવે છે. આથી સંબંધની વાત આગળ વધે છે. જોતજોતામાં જ શીતલ ની સગાઈ મુંબઈ રહેનાર રાહુલ સાથે થઇ જાય છે. શીતલના માતાની ઇચ્છા હતી કે દીકરી શહેરમાં જ પરણે તો ઘરે આવતી જતી રહે અને તેની માતાને એકલું ન લાગે.

પરંતુ રાહુલ છોકરો પણ શીતલ માટે યોગ્ય હોવાથી તેની માતા પણ આ સંબંધને લઈને ખૂબ જ ખુશ હતી અને શીતલ પણ તેની રાહુલ સાથે સગાઈ થવાથી ખૂબ જ ખુશ જણાઈ રહી હતી.

ટૂંક સમયમાં જ બંનેના લગ્ન પણ નક્કી થઈ ચૂક્યા હતા, લગ્નની તૈયારીઓ પણ બન્ને પરિવાર ધામધૂમથી કરી રહ્યા હતા. શીતલના પિતાએ તેની દીકરી ના લગ્ન પણ એકદમ ધામધૂમથી કરાવ્યા. શિતલ લગ્ન થઈ ગયા પછી પણ રાહુલ સાથે એકદમ ખુશ હતી અને તેનો પરિવાર મુંબઈમાં સુખી-સંપન્ન પોતાનું જીવન વીતાવી રહ્યો હતો.

લગ્નને બે વર્ષ થઇ ગયા હતા, શીતલ ગર્ભવતી હોવાથી તેના ઘરે અમદાવાદ જઈ રહી હતી, શીતલ નો પતિ બહારગામ હતો, એટલે શીતલને રેલવે સ્ટેશન પર મુકવા માટે પડોશમાં જ રહેતો એક છોકરો આવ્યો હતો, શીતલ તેને ભાઈ કહીને બોલાવતી અને તે શીતલ ના ભાઈ જેવો જ થઈ ગયો હતો, તેને કહ્યું દીદી હું તમને રેલવે સ્ટેશન પર મુકી જઈશ.

તે બંને રેલવે સ્ટેશન પર પહોંચી ગયા હતા પરંતુ ટ્રેનને આવવામાં હજુ ઘણો સમય બાકી હતો અને ટ્રેન પણ તેના સમયથી મોડી ચાલી રહી હતી એટલે શીતલ એ કહ્યું ભાઈ હું અહીં પ્લેટફોર્મ ઉપર બેઠી છું તારા બહુ મોડું થઈ જશે તું જતો રહે. ભાઈ ને પણ મોડું થતું હોવાથી તે શીતલને પ્લેટફોર્મ માં રહેલી બેંચ પર બેસાડીને નીકળી ગયો.

ટ્રેન પાંચમાં પ્લેટફોર્મ ઉપર આવવાની હતી, શીતલ ને સાતમો મહિનો ચાલી રહ્યો હતો. અને તે અમદાવાદ વધુ સમય માટે રોકાવા જઈ રહી હતી એટલે તેની સાથે સામાન પણ વધારે હતો. સામાન્ય વધારે હોવાને કારણે એક કુલી સાથે વાત કરી. કુલી એકદમ પાતળો અને ઘરડો માણસ હતો, પરંતુ કહેવાય છે ને કે પેટ માણસને શું ન કરાવે. તેની સાથે વાત કરી કે તે માણસ તૈયાર થઈ ગયો અને કહ્યું વાંધો નહીં હું ટ્રેન પ્લેટફોર્મ પર આવે તે પહેલા અહીં આવી જઈશ અને તમારો સામાન અંદર મૂકી દઈશ.

શીતલ એ તેને પૈસા નું પૂછ્યું તો તે માણસે કહ્યું તમારી રીતે તમને યોગ્ય લાગે એટલા આપી દેજો. શીતલ એ કહ્યું હું તમને 50 રૂપિયા આપીશ. પેલા ઘરડા કુલી એ કહ્યું ઠીક છે.

કુલી એ કહ્યું હતું કે ટ્રેન પ્લેટફોર્મ પર આવે તે પહેલા તે આવી જશે, ટ્રેન મોડી હોવાથી શીતલ ત્યાં પ્લેટફોર્મ પર જ બેઠી હતી અંદાજે કલાક જેવો સમય વીત્યો ત્યાર પછી ઘોષણા કરવામાં આવી કે ટ્રેન આવી રહી છે. પરંતુ ઘોષણામાં કહેવામાં આવ્યું કે ટ્રેન પ્લેટફોર્મ નંબર પાંચ ની જગ્યાએ પ્લેટફોર્મ નંબર સાત પર આવી રહી છે.

આ સાંભળીને શીતલ આજુબાજુ નજર કરી ને જોવા લાગી પરંતુ તેને ક્યાંય પેલો કુલી દેખાયો નહીં. અને આજુબાજુ માં બીજું કોઈ કુલી પણ નજરે આવી રહ્યું ન હતું.

મુળી રાત્રિનો સમય થઈ ગયો હતો એટલે શીતલ પણ હવે થોડી ગભરાવા લાગી કે સમયસર કુલી નહીં આવે તો તે ટ્રેનમાં કઈ રીતે સામાન લઈને ચડી શકશે? મારી ટ્રેન ચૂકાઈ જશે તો હું આવી મધરાતે ફરી પાછી ઘરે કેવી રીતે જઈશ? આટલો બધો સામાન લઈને હું શું કરીશ?

તે આ બધા વિચારો કરી રહી હતી એવામાં જ સામેથી કુલી ભાગતો ભાગતો આવી રહ્યો હતો. ત્યાં આવીને કહ્યું બેટા ચિંતા ન કરીશ, હું આવી ગયો છું. હું સામાન ચડાવી દઈશ. ટ્રેન સાતમા નંબરના પ્લેટફોર્મ પર આવી રહી છે, આટલું કહેતા કહેતા તે ઘરડા કુલી નો શ્વાસ પણ ચડી ગયો હતો કારણકે તે ભાગતો ભાગતો આવી રહ્યો હતો.

સીડી ચડીને સામેની બાજુ જવાનું હોવાથી બંને ચાલવા લાગ્યા. તે કોઈપણ શ્વાસ ફૂલી ગયો હોવાથી ધીમે ધીમે ચાલી રહ્યો હતો અને શીતલ પણ આવી હાલતમાં હોવાથી ધીમે ધીમે જ ચાલી રહી હતી.

તે બંને પ્લેટફોર્મ પર પહોંચે તે પહેલા ટ્રેન પ્લેટફોર્મ પર પહોંચી ગઈ હતી, પ્લેટફોર્મ પર નીચે ઉતરીને શીતલ તેની સ્લીપર કોચ શોધવા લાગી. શીતલ શોધતા-શોધતા ટ્રેનની આગળના ભાગમાં પહોંચી ગઈ જ્યાં તેનો કોચ હતો, ત્યાં પ્લેટફોર્મ ની લાઈટ પણ ઓછી આવી રહી હતી, શીતલ એ પાછળ ફરીને જોયું કે કુલી પણ આવે છે. એટલે તે પોતાના કોચમાં ચડી ગઈ.

અને તે ચડી કે તરત જ ટ્રેન પણ ધીમે ધીમે ચાલવા લાગી, તે બારણે ઉભા ઉભા કુલી ની રાહ જોઈ રહી હતી. તરત જ કુલી દોડતો દોડતો આવ્યો અને બધો સામાન દરવાજા પાસે જ રાખી દીધો. ત્યાંથી અંદર તો શીતલ પણ ધીમે ધીમે લઇ જઈ શકે શકે. શીતલ પણ થોડું ઝડપથી ચાલી હતી એટલે થાકી ગઈ હતી અને તેના હાથ પણ થોડા થોડા ધ્રૂજી રહ્યા હતા, એવામાં તે હજુ તો એના પર્સમાંથી પૈસા કાઢી ને ભૂલીને આપવા જાય તે પહેલા કુલી ની હથેળી ત્યાંથી દૂર થઈ ચૂકી હતી.

ટ્રેન એ પણ હવે પહેલા કરતાં વધારે ઝડપ પકડી લીધી હતી, દરવાજામાંથી બહાર જોઇને શીતલ કુલી તરફ જોઈ રહી હતી. પરંતુ તેને જે દ્રશ્ય જોયું તે દ્રશ્ય આજે પણ તે ભૂલી નથી શકી.

કુલી ના હાથ ખાલી હતા, તેની હથેળીમાં કશું નહોતું દૂર ટ્રેન ના દરવાજે ઉભા ઉભા શીતલ તેની સામે જોઈ રહી હતી. પછી તે ઘરડા કુલી એ બંને હાથ જોડી અને જાણે આશીર્વાદ આપી રહ્યા હોય એવી મુદ્રા કરી આ સમયે તે કુલી ની ગરીબી, તેનું પેટ, તેની મહેનત, અને તેનો સહયોગ આ બધું એકસાથે શીતલ ની આંખો માં છપાઈ ગયું. અને જાણે શીતલના હૃદયમાં આ કુલીની તસ્વીર બની ગઈ.

આ ઘટના પછી શીતલ પોતાની ડિલિવરી પછી જ્યારે ફરી પાછી સ્ટેશન પર આવી ત્યારે તે વૃદ્ધ કુલી ને શોધતી રહી પરંતુ આજ દિવસ સુધી તેને તે કુલી બીજી વખત ક્યારેય ન મળ્યો.

આજે શીતલ ઘણી જગ્યાએ દાન કરે છે પરંતુ આજ સુધી એક પણ દાન એ કરજ નથી ઉતારી શક્યું જે તે રાત્રે તે વૃદ્ધ કુલી ની હથેળીએ કર્યું હતું.

કદાચ કોઈ એટલે જ સાચું કહ્યું હશે કે અમુક કરજ ક્યારેય ચૂકવી શકાતું નથી.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો અને આ સ્ટોરીને કોમેન્ટમાં રેટિંગ પણ આપજો.

error: Content is Protected!