એક અત્યંત ધનાઢય પરિવાર હતો. પરિવારમાં દાદા-દાદી તેના માતા-પિતા તેની નાની બહેન અને છોકરો પોતે એમ કુલ મળીને છ લોકો રહેતા હતા. માત્ર છ જણા ઘરમાં રહેતા હોવા છતાં ઘરમાં 8 જેટલા તો નોકર કામ કરતા હતા.
બધાનો કરને અલગ અલગ કામ સોંપી દેવામાં આવ્યું હતું જેમકે એક નોકર રસોડામાં ધ્યાન આપે તો બીજા બે નોકર બગીચા ની દેખભાળ કરે એવી રીતના ઘરમાં વિવિધ કામ માટે કુલ મળીને આઠ તો નોકર રાખવામાં આવેલા હતા.
દીકરા-દીકરીની ઉંમરમાં લગભગ ચાર વર્ષ જેટલો તફાવત હતો. દીકરો મોટો હતો અને લગ્નની ઉંમર પણ થઈ ચૂકી હતી એટલે તેના માટે જોવાનું પણ શરૂ કરી દીધું હતું.
તેઓની ઈચ્છા એવી હતી કે સામે જે પણ કોઈ પાત્ર મળે તે પણ આ લોકોના પરિવારની જેમ અત્યંત સુખી હોય. અંતે એવું જ એક પાત્ર મળ્યું પણ ખરું દીકરા-દીકરી એકબીજાને પસંદ કર્યા. અને બંનેની સગાઈ પણ નક્કી કરી દેવામાં આવી.
સગાઈ કઈ રીતે કરવી અને તેનું પ્લાનિંગ કઈ રીતે કરવું તે માટે પરિવાર પાસે લગભગ એક મહિના જેટલો સમય હતો. કારણ કે એક મહિના પછી સગાઈ થવાની હતી.
શહેરની ટોચની હોટલ બુક કરવામાં આવી. મહેમાન માં પણ લગભગ દરેક લોકોને બોલાવવામાં આવ્યા. અત્યંત ધનાઢય પરિવાર હોવાથી સગાઈ પાછળ ખર્ચો કરવામાં એક વખત નક્કી થયા પછી બીજી વખત ક્યારેય વિચાર્યું પણ ન હતું.
સગાઈમાં કપલ ની એન્ટ્રી કેમ થશે થી લઈને જમવામાં 55 જાતની વિવિધ વાનગીઓ તેમજ જુદાજુદા ૯ પ્રકારના વેલકમ ડ્રિંકસ વગેરેની ગોઠવણ થઇ રહી હતી.
પછી એક દિવસ દીકરાએ ઘરમાં રજૂઆત કરી કે આપણા પ્રસંગમાં જે બધા લોકો મહેમાન આવશે તેને આપણે રિટર્ન ગિફ્ટ તરીકે ભેંટમાં શું આપીશુ?
એટલે પરિવાર ભેગા બેસીને ચર્ચા કરી કે સગાઈ માં આવનાર દરેક મહેમાનને તેઓની અમૂલ્ય હાજરી માટે કંઈક ગિફ્ટ આપવામાં આવે. પરંતુ ગિફ્ટ માં શું આપવું તે નક્કી થઈ રહ્યું ન હતું, આખરે ઘણા અભિપ્રાયો પછી એમ નક્કી કરવામાં આવ્યું કે સાડી અને સુટ લેવામાં આવે અને મહેમાન માં જે પણ પુરુષો હોય તેઓને સુટ નું કાપડ ભેટમાં આપવામાં આવશે અને તમામ સ્ત્રીઓને એક સાડી ભેટમાં આપવામાં આવશે.
મહેમાન અંદાજે એક હજાર આસપાસ થતા હતા એટલે દીકરા ના પિતા એ નક્કી કર્યું કે 500 સાડી અને 500 સુટના કાપડ નો ઓર્ડર આપી દઈએ.
પરિવાર આર્થિક દ્રષ્ટિએ એટલો બધો સુખી હતો કે હજાર નહીં એ બે હજાર મહેમાન આવે તો પણ એ બધા લોકોને ભેટ આપે તો પણ પરિવારની સંપત્તિ માં કશો લાંબો ફેર ન પડે.