in

સ્કૂલેથી ફોન આવ્યો, “જલ્દી હોસ્પિટલે આવો તમારી દીકરીને માથામાં ભયંકર વાગ્યું છે.” માતા-પિતા હોસ્પિટલે પહોંચ્યા ત્યાં તો દીકરી…

તે બંનેની બધી લાગણી જાણે અંદર જ રહી જતી હતી. હજુ બંનેમાંથી કોઈએ નોકરીએ જવાનું પણ ચાલુ નહોતું કર્યું બંનેમાંથી કોઇ આઘાતમાંથી બહાર નહોતું આવ્યું. એક દિવસ સ્વસ્થ થઈને પૂજા મીરા ના રૂમ માં ગઈ. તેને રૂમમાં જવા માટે પણ ઘણી હિંમત ની જરૂર પડી હતી. કારણકે છેલ્લે તે મીરા ના રૂમ માં ક્યારે ગઈ હતી એ પણ તેને યાદ નહોતું.

મીરાના રૂમ બધું એવી જ રીતે ગોઠવાયેલું હતું જેવું કાયમ રહેતું. બધી વસ્તુઓ તેના જગ્યા પર જ હતી. મીરા નો કબાટ ખોલીને અંદર જોયું તો તેનો નાઈટ ડ્રેસ પણ ત્યાં જ પડ્યો હતો. કપડાં ખોલીને જોવા લાગી. ત્યાં અચાનક જ તેમાંથી એક ચિઠ્ઠી નીચે પડી.

પૂજા એ ચિઠ્ઠી લઈને જોવા લાગી. પરંતુ એ ચિઠ્ઠી માં શું લખ્યું હશે એ વિચારીને તેના હાથ ધ્રૂજવા લાગ્યા… ચિઠ્ઠીમાં લખ્યું હતું

મમ્મી પપ્પા હું આ ચિઠ્ઠી તમારા માટે લખી રહી છું. પરંતુ હું આમાં મારા પ્રેમાળ મમ્મી પપ્પા એવું નહીં લખું કારણકે પ્રેમાળ નો મતલબ પ્રેમ કરનાર થાય છે. જ્યારે મેં ઘણી વખત સાંભળ્યું છે કે પપ્પા મમ્મીને કહે છે તારી દીકરી અને મમ્મી પપ્પાને કહે છે તમારી દીકરી. તમે બંને એમ કેમ નથી કહી શકતા કે આપણી દીકરી.

પૂજા પોતાના આંખમાંથી આંસુ રોકી ન શકી અને આગળ વાંચવા લાગી…

આગળ લખ્યું હતું…

પપ્પા હું તમારી સાથે કેન્ડી ખાવા માટે જવા માંગતી હતી પરંતુ તમે કહ્યું કે આવી બધી ફાલતુ ની વસ્તુઓ માટે તમારી પાસે ટાઈમ નથી. જ્યારે હું માસીના ઘરે ગઈ હતી ત્યારે એ લોકો મને કેન્ડી ખવડાવવા લઈ ગયા હતા તો એ લોકો એ કેમ મને આવા ફાલતુ વસ્તુઓ ન કહી. હું આ ઘરે થી એકદમ દૂર જવા ઇચ્છતી હતી કારણકે મારે ક્યારેય સાંભળવું નહોતું કે મીરા ને હું નહી રાખી શકું.

મમ્મી તમે મને એક પણ દિવસ એવું સામેથી નહોતું પૂછ્યું કે તારે શું ખાવું છે. જ્યારે મારા બધા મિત્રો ના લંચબોક્સમાં કાયમ તેઓને મનગમતી વાનગી ઓ આવતી. અને મેં તમને એક વખત નુડલ્સ બનાવવા માટે કહ્યું હતું તો તમે મને કહ્યું હતું કે તું મને ડિસ્ટર્બ ન કર તારે જે ખાવું હોય તે કિરણબેન ને કહી દેજે. મેં નૂડલ્સ ખાવાનું જ છોડી દીધું છે કારણકે હવે મને નૂડલ્સ ખાવાનું મન જ નથી થતું.

પપ્પા જો હું મોટી થઇ ચુકી હોત તો હું તમને ક્યારેય પણ હેરાન ના કરત અને સામેથી જ કોઈ જગ્યાએ જતી રહેત. હું તમને બંનેને ખૂબ જ પ્રેમ કરું છું પરંતુ તમે મને કેમ પ્રેમ નથી કરતા?

એ ચિઠ્ઠીમાં થોડા નીચે લખ્યું હતું કે અને કિરણ આંટી હું તમને પણ કંઈક કહેવા માગું છું. કિરણ આંટી તમારો ખુબ ખુબ આભાર જ્યારે પણ મને ડર લાગતો ત્યારે તમારી પાસે મને સુવા માટે કહેતા એ માટે અને હું જે પણ કંઈ કહું તે સાંભળવા માટે તમારો ખુબ ખુબ આભાર.

દાદા દાદી ને પણ હું કંઈક કહેવા માગું છું. દાદા દાદી મને અહીંથી લઈ જાઓ હું તમને કોઈ દિવસ હેરાન નહીં કરું. એ વાતનું પ્રોમિસ કરું છું. પ્લીઝ મને લઈ જાઓ…

ચિઠ્ઠી વાંચીને પૂજા જોર જોર થી રડવા લાગી તેનો રડવાનો અવાજ સાંભળીને તરત જ પારસ પણ ઉપર આવ્યો તેના હાથમાં રહેલી ચિઠ્ઠી લઈને આખી ચિઠ્ઠી વાંચી.

થોડા સમય પછી પૂજાએ રડતાં રડતાં કહ્યું ખબર છે પારસ… આપણી દીકરી નું એકસીડન્ટ નહોતું થયું તેને આત્મહત્યા કરી છે. જે બાળકને આપણે જે સંબંધને આપણે બોજ સમજી રહ્યા હતા એ બોજમાંથી હવે મીરા આપણને આઝાદ કરીને જતી રહી છે. આપણે બંનેએ મળીને મીરા નો જીવ લીધો છે. મીરાની દાદી ની વાત અત્યંત સાચી હતી. બંને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા પરંતુ હવે અફસોસ કર્યા સિવાય કોઇ જ રસ્તો બાકી નહોતો.

ભલે કદાચ આ સ્ટોરી કાલ્પનિક હશે પરંતુ આ સ્ટોરી માથી ઘણું શીખવા મળે છે કે જે જગ્યાએ માતા-પિતા બાળકો સામે ઝગડતા રહે છે. અથવા અલગ થઈ જાય છે એનું સૌથી વધારે નુકસાન બાળકો ઉપર થાય છે. જે લોકો બાળકો નું પાલન પોષણ સારી રીતે નથી કરી શકતા એ લોકોને ખરેખર બાળકોને જન્મ ન આપવો જોઈએ અને સારુ પાલન પોષણ કરવા માટે પૈસાની જરૂર છે એવું જરા પણ હોતું નથી.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો આ સ્ટોરી ને બધા લોકો જોડે શેર કરજો તેમજ કમેન્ટમાં 1 થી 5 ની વચ્ચે રેટિંગ પણ આપજો.