તેમના પર ભારે મૌન છવાઈ ગયું. તેની પીડાનો સામનો કરીને તેઓએ સ્વીકાર્યું. તેઓ ફ્લેશલાઇટ સાથે કબ્રસ્તાનમાં પહોંચ્યા તાજી કબર તરફ જવાનો માર્ગ શોધી રહેલા બધા લોકો ફ્લેશલાઈટ સાથે ત્યાં કબર પાસે પહોંચ્યા.
પતિ બેઠા. પ્રાર્થના કરી અને પોતાના બાળકો તરફ વળ્યા.
તેના ગળે ડૂમો ભરાઈ ગયો હતો, તેને ભારે અવાજમાં કહ્યું, “55 વર્ષ થઈ ગયા, ખબર છે તમને?” તેમને પોતાની વાત આગળ વધારતા કહ્યું “કોઈપણ વ્યક્તિ સાચી રીતે સમજી શકતું નથી કે પ્રેમ શું છે જ્યાં સુધી તે કોઈની સાથે જીવન શેર ન કરે.”
તેને આંસુ લુછ્યા. પછી કહ્યું “અમે સાથે મળીને સારો અને ખરાબ સમય બધું પસાર કર્યું” તેને કહેવાનું ચાલુ રાખ્યું. “અમે નોકરી બદલી, પેકઅપ કર્યું અને ઘરો ખસેડ્યા, અમારા બાળકોના માતાપિતા બનવાનો આનંદ ઉજવ્યો, પ્રિયજનોની ખોટનો શોક મનાવ્યો. હોસ્પિટલના વેઇટિંગ રૂમમાં હાથ પકડ્યા, મુશ્કેલીઓના સમયે એકબીજાને ટેકો આપ્યો, દરરોજ આત્મીયતાથી ભેટી પડતા, અને એકબીજાને માફ કર્યા.”
થોડા વિરામ પછી તેણે ઉમેર્યું “બાળકો, હવે તે બધું જતું રહ્યું છે. અને તેમ છતાં આજે રાત્રે મને એક વિચિત્ર શાંતિનો અનુભવ થાય છે. તમે જાણો છો કે શા માટે? કારણ કે તે(વાઈફ) મારી પહેલાં જતી રહી. તેણીને મને દફનાવવાની, મારા વગર એકલા રહેવાની પીડાનો અનુભવ કરવો પડશે નહીં. હું તે બોજ ઉઠાવીશ અને તેના માટે હું તેનો આભારી છું, મારો પ્રેમ તેના માટે એટલો અપાર છે કે હું તેને આ દુઃખમાં જોઈ પણ ન શક્યો હોત.
પતિએ બોલવાનું પૂરું કર્યું ત્યાં સુધીમાં તેના બાળકો બેકાબૂ થઈને રડી રહ્યા હતા. તેઓ બધા તેના પિતાને ભેટી પડ્યા, તેને થોડા જ સમય પછી કહ્યું “હું ઠીક છું.” તેણે બધાને શાંત કર્યા. આપણે હવે ઘરે જઈ શકીએ છીએ. આ સારો દિવસ રહ્યો છે.
તે રાત્રે દુઃખના ઢગલા હેઠળ બાળકોએ આખરે સાચા પ્રેમનો સાર પકડ્યો. સાચો પ્રેમ એટલે માત્ર ઉતેજના અથવા રોમાંસની ક્ષણો એવું નથી; બે આત્માઓ એકસાથે ઉભા રહે, તેમની પ્રતિબદ્ધતામાં અડીખમ, જીવનના પડકારોનો એક સાથે સામનો કરે તેમાં પછી તડકો હોય કે છાંયો (સુખ હોય કે દુઃખ).
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં રેટિંગ પણ આપજો.