સવારે પત્નીને જ્યાં દફનાવી હતી તે કબ્રસ્તાનમાં પતિએ રાત્રે 11 વાગ્યે જવાની જીદ કરી બાળકોએ પૂછ્યું કેમ તો કહ્યું…

આ વિદેશમાં બનેલી સત્ય ઘટના છે, તેને મારા શબ્દોમાં રજૂ કરવાની કોશિશ કરી રહ્યો છું.

એક કપલ ના લગ્નને સાડા પાંચ દાયકા થઈ ગયા હતા, વર્ષોમાં ગણીએ તો 55 વર્ષ થી આ કપલ ખૂબ જ ખુશીથી પોતાનું લગ્નજીવન વિતાવી રહ્યા હતા. એક સવારે અચાનક પત્ની દરરોજની જેમ જાગીને નીચે પતિ માટે નાસ્તો બનાવવા માટે ગઈ હતી, એવા માટે જઈ રહી હતી ત્યારે અચાનક જ કંઈક અવાજ આવ્યો.

પતિનું ધ્યાન તરત જ ખેંચાયું, તેની ઉંમર પણ વધારે હતી. પરંતુ અવાજ આવ્યો હોવાથી તરત જ બેડમાંથી ઊભા થઈને તે પોતે નીચે જઈને જોવા લાગ્યા.. જોયું તો તેની પત્ની ત્યાં પડી ગઈ હતી, તરત જ તેને બચાવવા માટે તાબડતોડ નજીકની હોસ્પિટલે લઈ ગયા. ત્યાં જઈને ખબર પડી કે તેની પત્નીના હાર્ટ એટેક આવ્યો છે.

કમનસીબે તેઓ પહોંચ્યા ત્યાં સુધીમાં પત્નીનું અવસાન થઈ ચૂક્યું હતું. ફ્યુનરલ(અંતિમ વિધી) દરમિયાન પતિ માત્ર વિચારો માં જ જાણે ખોવાઈ ગયા હતા, તેની નજર પણ દૂર જ રહી અને ભાગ્યે જ આંસુ વહાવ્યા.

તે રાત્રે તેમના બાળકો અને પૌત્રો તેમની આસપાસ એકઠા થયા. દુઃખ અને સ્મરણના ભારે વાતાવરણમાં તેઓએ તેમની માતા વિશે પ્રિય વાતો શેર કરી. પતિએ આશ્વાસન મેળવવા માટે તેના ભાઈ કે જેઓ એક ધર્મશાસ્ત્રી હતા તેને તેની પત્નીના મૃત્યુ પછીના જીવનમાં ક્યાં છે તે વિશે પૂછ્યું. ભાઈએ દિલાસાના શબ્દો આપ્યા, મૃત્યુ પછીના જીવનની સંભાવના અને તેમની માતા ક્યાં હશે તે વિશે વાત કરી.

પતિએ ધ્યાનથી સાંભળ્યું પછી અચાનક કબ્રસ્તાનમાં લઈ જવા વિનંતી કરી.

“ડેડ!” બાળકોએ આજીજી કરી… “રાત્રે અગિયાર વાગ્યા છે! આપણે હવે આ સમયે થોડું કબ્રસ્તાન જવાય!”

પરંતુ દુઃખ તેના પર છવાઈ ગયું હતું. ઊંચો અવાજ અને વિચલિત હાવભાવ સાથે તેણે કહ્યું કૃપા કરીને મારી સાથે દલીલ કરશો નહીં. એક એવો માણસ જેણે 55 વર્ષથી તેની સાથે પત્ની તરીકે રહેતી પ્રેમાળ સ્ત્રીને ગુમાવી છે. મહેરબાની કરીને મારી સાથે દલીલ ન કરો અને મને લઈ જાઓ.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel