હવે આટલા વર્ષે કોઈ જાત ના વાંધા કાઢવાના જ ના હોય, અને ઘર નું કામ તમે નહિ કરો તો, અમે ત્યાં આવી ને કરાવવાના? માટે તું તારા પતિ સાથે પ્રેમ થી અને શાંતિ થી રહે. અને એટલે માટે જ તારા સસરા એ તમને અલગ ફ્લેટ પણ અપાવ્યો છે.
હવે તું અહીંયા આવવાની વાત કરતી જ નહિ ત્યાં તારું ઘર બાળકો સંભાળ. માતા એ રેડ સિગ્નલ આપતા જ અમી જાણે સેલ્ફ એનાલિસિસમાં જતી રહી. અને પોતાની કરેલી ભૂલ નો અહેસાસ થવા લાગ્યો.
સાંજે જયારે મીત ઓફિસ થી ઘરે આવે છે, અને ઘર માં આવી ને જુવે છે, તો ઘર નું આખું વાતાવરણ જ ફરી ગયું હતું. અમી એ હસતા હસતા આવકાર આપ્યો, અને તમે ફ્રેશ થઇ ને આવો ત્યાં હું ચા તૈયાર કરું છું. અને રાતે જમવા માં મીત ને ભાવતા ભોજન તૈયાર થઇ ગયા.
સવારે જાણે કઈ બન્યું જ હોય તેવું આશ્ચર્ય પમાડે તેવું અમી નું વર્તન હતું, મીત જમતા જમતા બોલ્યો કે ક્યારેક હું ઉતાવળ અને ચિંતા માં હોય ક્યારેક ગુસ્સે થઇ જવાય ત્યારે તારે આટલું બધું ખોટું લગાડવું નહિ.
મારા મન માં પછી કઈ ના હોય બંને એક બીજા ની માફી માંગી લીધી અને અમી મન માં અને મન માં પોતાની માતા નો આભાર માની રહી હતી.
પતિ પત્ની ના નાના મોટા ઝઘડા માં બંને ના માતા પિતા અને ખાસ દીકરી ના માતા પિતા વચ્ચે કઈ દખલગીરી ન કરે અને દીકરી ની ખોટી વાતોમાં સમર્થન કરવાનું બંધ કરે તો ઘણા બધા ના ઘર તબાહ ને બરબાદ થતા બચાવી શકે.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.