સવારે ઓફિસ ગયેલ પતિ બપોરે જમવા આવ્યો ત્યારે પતિ પત્ની ભેગા જમવા બેઠા, જમતા જમતા અચાનક પત્ની રડવા લાગી, પતિએ રડવાનું કારણ પૂછ્યું તો પત્નીએ જવાબ આપતા કહ્યું…

કિરણબેન રોજ સવાર ની જેમ આજે પણ સવારે 6 વાગ્યે જાગે છે. અને ભગવાન ની છબી સામે વંદન કરી ને તુરંત જ રસોડામાં જઈને પોતાના સાસુ સસરા માટે ચા બનાવે છે. અને સાસુ સસરા કે જે સવાર ના સાડા ચાર વાગ્યે જાગી જાય છે. બંને ની ઉમર ના હિસાબે હવે જાતે ચા પણ બનાવી શકે તેમ નથી. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

તેથી કિરણબેન આવે ત્યાં સુધી તેને ચા ની રાહ જોતા હોય છે. અને કિરણબેન આખો દિવસ પ્રેમ થી સાસુ સસરા ની સેવા કરે છે. પછી પોતાના બાળકો ને જગાડી ને તૈયાર કરે છે. અને દૂધ અને નાસ્તો કરાવીને સ્કૂલ ની બસ માં મૂકી આવે ત્યાં તેના પતિ અને દિયર તેમજ નણંદ જાગ્યા હોય છે.

એટલે તેને તૈયાર થવામાં ટુવાલ કપડાં તૈયાર કરી અને તેનો ચા નાસ્તો તૈયાર કરે છે. અને સાથે સાથે બપોર ના ટિફિન ની તૈયારી પણ શરુ કરે છે. અને તૈયાર થઇ રહેલા પતિ પાસે જઈને પૂછી લે છે કે કોઈ વસ્તુ જોતી તો નથી ને? ત્યાર પછી રસોડા માં આવી અને ફરી પાછી કામે લાગી જાય છે.

તેના પતિ દિયર ચા નાસ્તો કરી ને ઓફિસ રવાના થાય છે. ત્યાં નણંદ આવી જાય અને તે પણ ચા નાસ્તો પતાવી ને કોલેજ જવા નીકળે છે. નણંદ ની સાથે પોતે પણ થોડો નાસ્તો કરે છે. અને કામ ની ભાગમ ભાગ ચાલુ થઇ જાય છે.

હવે બધા ના એંઠા વાસણ નો ઢગલો ભેગો કરી ને રસોડા માં લાવી ને સાફ કરવાનું ચાલુ કરે છે. અને સાથે બપોર ની રસોઈ પણ ચાલુ થઈ ગઈ છે. એટલામાં દરવાજા ની બેલ વાગે છે. એટલે ત્યાં જઈને જુવે છે, તો તેના સાસુ સસરા ની તબિયત જોવા માટે ચાર પાંચ સગાઓ આવ્યા તેને બહુ જ પ્રેમ થી આવકાર આપી અને સાસુ સસરા ના રૂમ માં લઇ ગયા.

તેને પાણી આપી અને તેના માટે ચા નાસ્તો તૈયાર કર્યો. ઘડિયાળ માં નજર કરી તો બપોરના સાડા બાર વાગી ગયા. અને હજુ તો અડધી રસોઈ પણ બાકી હતી. અને હમણાં જ બાળકો સ્કૂલે થી આવશે અને ભૂખ્યા પણ થયા હશે.

એટલે બપોર નું જમવાનું બનાવવાનું કામ પહેલા હાથ માં લઇ ને ઉતાવળ થી રસોઈ બનાવવા લાગ્યા. રસોઈ તૈયાર કરી ને બહાર નજર કરી ત્યાં બાળકો સ્કૂલે થી આવી ગયા હતા. તેને જમાડી ને સાસુ સસરા ની પરેજી વાળી રસોઈ તૈયાર કરી. અને તેને પણ જમવા બેસાડી દીધા.

ત્યાં બપોર ના અઢી વાગી ચૂક્યા હતા. એટલે તેના પતિ અને દિયર જમવા માટે આવી ગયા. તેનું ભાણું તૈયાર કરી ને ને જમવા માટે બોલાવ્યા. જમવા બેસ્ટ પતિ એ પૂછ્યું કે તે જમી લીધું? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

ત્યારે જવાબ આપ્યો કે ના તમે જમી લો, હું ગરમ રોટલી ઉતારી દઉં છું. ત્યારે તેના પતિ એ કહ્યું કે મારે ગરમ રોટલી નથી જોઈતી. તું મારી સાથે જ જમવા બેસી જા. પતિનો પ્રેમ અને લાગણી જોઈને જાણે આખા દિવસનો થાક ઉતરી ગયો હોય તેવું લાગ્યું. જમવા નું શરુ કર્યું ત્યાં ઘરે આવતા સગા સંબંધી ના કટાક્ષ યાદ આવ્યા.

અને આંખ માંથી આસું નીકળવા માંડ્યા. ત્યારે પતિએ પૂછ્યું કે શું થયું તારી તબિયત તો ઠીક છે ને? પત્ની કઈ બોલો નહિ અને શાંતિ રાખી અને પતિ સાથે જમી લીધું. જમ્યા પછી પતિ એ ફરીથી પૂછ્યું કે તને શું થયું અને શા માટે રડવા લાગી હતી?

ત્યારે જવાબ આપ્યો કે સવાર ના છ વાગ્યા થી ઘર માં બધા નું કામ કરીએ. તેમ છતાં બપોરના ત્રણ ચાર વાગ્યે જમવા બેસી અને ગામના લોકો આવીને કહી જાય કે ઘર ના બૈરાંઓને તો મફત ના રોટલા તોડવાના હોય. અમે ભલે રૂપિયા કમાઈ ને ઘર માં નથી લાવતા. પણ એ રૂપિયા નો એકદમ ચોક્કસ હિસાબ રાખી ને ઘર તો ચલાવીએ છીએ.

ક્યાંય પણ એક રૂપિયો ખોટો ખર્ચ નથી કરતા. અને બધા ની મનગમતી રસોઈ બનાવીએ. ઘરના બધા કામ કરીએ તેમ છતાં ગામના લોકોને મફત ના રોટલા કેમ લગતા હશે.

અને આવું બોલવા વાળા ને એક દિવસ પણ પોતાનું બધું કામ જો જાતે કરવાનું આવે તો ધોળા દિવસે તારા દેખાઈ જાય. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

દરેક ઘર માં સ્ત્રી સાસુ સસરા ની સેવા દીકરી બની ને પતિ ની અર્ધાંગિની પ્રેમિકા બનીને, પોતાના દિયર નણંદ ની માતા બનીને, અને બાળકો સાથે બાળક બની ને જે સેવા કરે છે. એ બધી ગૃહિણીઓ વંદન ને પાત્ર છે.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટમાં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

Read more

છેલ્લા શ્વાસે પિતાએ કર્યો મોટો ખુલાસો, દીકરો સાંભળીને સ્તબ્ધ થઈ ગુસ્સામાં પિતાને કહેવા લાગ્યો...

કિશનના હાથમાં રહેલી લાકડીનો અવાજ સિમેન્ટના રસ્તા પર એકધારો આવતો હતો. તેના પિતા, રતિલાલભાઈ, દરવાજા પાસે ઊભા હતા. તેમણે કિશનનો હાથ પકડવા માટે પોતાનો હાથ

By Just Gujju Things Team

કરિયાણાના છૂટા પૈસા બચાવીને માતાએ દીકરીને આપી ભેટ

શાંતાબેને રસોડાના ડબ્બા પાછળથી પિત્તળની નાની પેટી બહાર કાઢી. તેમના હાથ થોડા ધ્રૂજતા હતા, પણ પકડ મજબૂત હતી. તેમણે રસોડાના ટેબલ પર રહેલી એ જૂની

By Just Gujju Things Team

વરરાજાના મિત્રોએ કરી એવી ભૂલ કે દુલ્હને લગ્ન તોડીને આખા ગામને ચોંકાવી દીધું

આ એક સાચી ઘટના પર આધારિત વાર્તા છે. જોકે તે કાલ્પનિક શૈલીમાં લખવામાં આવી છે અને પાત્રોના નામ બદલવામાં આવ્યા છે. ગામના પાદરમાં આવેલા જૂના મંદિરમા

By Just Gujju Things Team

કિડની વેચીને પુત્રને કરોડપતિ બનાવનાર માતાને ઘરડાઘર? ડાયરીએ ખોલ્યું રહસ્ય!

ભવ્ય મંચ પર અજય શાહ જ્યારે 'વર્ષના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિ'નો એવોર્ડ સ્વીકારી રહ્યો હતો, ત્યારે તેની આંખોમાં ગર્વ નહોતો, માત્ર એક

By Just Gujju Things Team