પાણી એ તો ધરતી પર અમૃત સમાન છે એ બધા જાણે છે. અને આપણા શરીરમાં પણ ૭૦ ટકા જેટલું પાણી રહેલું હોય છે. પાણી શરીર માટે અતિ જરૂરી તત્વ છે. જો તમને પાણી કઈ રીતે અને કેટલું પીવું જોઈએ તેનું વ્યવસ્થિત જ્ઞાન હશે તો ડોક્ટર પાસે જવાની નોબત જ નહીં આવે. આજે અમે તમને એવા જ એક lifehack વિશે જણાવવાના છીએ, જેમાં ગરમ પાણીનું સેવન કરવાથી આવા ચમત્કારિક ફાયદાઓ થાય છે…
ગરમ પાણી પીવાના ઘણા ફાયદાઓ શરીરને મળે છે. ગરમ પાણીના મુખ્ય ફાયદાઓ વિશે ચર્ચા થાય તો તેમાં વજન ઘટવું, શરીર સ્વસ્થ રહે, ત્વચામાં ફાયદો, શરદી કફ માટે વગેરે અનેક ફાયદાઓ છે. આ ફાયદા વિશે વધારે વિસ્તૃત માં નીચે જણાવેલ છે, આખો લેખ અચૂક વાંચજો અને દરેક લોકો જોડે શેર કરજો કારણકે આ માહિતી ખૂબ જ અગત્યની છે.
શું કામ પીવું જોઈએ ગરમ પાણી?
સવારે ખાલી પેટ ગરમ પાણી પીવાથી કબજીયાત અને ગેસની તમામ સમસ્યાઓમાંથી રાહત મળે છે અને આ કોઈ ઘરેલૂ ઉપચાર નથી આ મેડિકલ સાયન્સે પણ સાબિત કરેલી વાત છે!
રોજ સવારે તદુપરાંત આખા દિવસમાં બે-ત્રણ વખત ગરમ પાણી પીવાથી શરીર સ્વસ્થ રહે છે અને સાથે-સાથે ત્વચા ચમકવા લાગે છે!
જ્યારે પેટ પોતાનું કામ વ્યવસ્થિત રીતે ન કરી શકે ત્યારે જે ટોક્સીન શરીર માટે હાનિકારક છે. તે બહાર નીકળી શકતા નથી. અને લોહીમાં ભળી જાય છે.
આ ટોક્સીન ક્યારેક-ક્યારેક ખિલ સ્વરૂપે શરીરની બહાર નીકળે છે. ખિલથી બચવા માટે બહુ પ્રોટીનવાળો ખોરાક ઓછો સેવન કરવો.
શરદી અને કફ માટે ગરમ પાણી પીવાથી ખૂબ આરામ મળે છે. હકીકતમાં તો આ રોગનો ગરમ પાણી નો રામબાણ ઈલાજ છે.
કેવું પાણી પીવું જોઈએ?
પાણી ઉકળે ત્યારે એક ચોથાઈ જેટલો હિસ્સો જ બચવો જોઈએ, બાકીનું ઉકાળી લેવું જોઈએ. આવા ગરમ પાણીનું સેવન કરવાથી આપણા શરીરના કફ અને પિત્તનો નાશ કરે છે.
તાવમાં પણ ગરમ પાણી ખૂબ જ લાભદાયી છે.