સાસુએ વહુને કહ્યું પતિ જમવા આવે ત્યારે એને કહેજે આ લો વાસી રોટલી ખાઈ લો, વહુએે સાસુના કહ્યા પ્રમાણે કર્યું તો પતિએ કહ્યું પણ આ રોટલી તો આજની છે વાસી નથી, થોડા સમય પછી સાસુ આવ્યા તો એવું કહ્યું કે…

ગરિમાબેન તેના પુત્ર હરેશ સાથે રહેતા હતા ગરિમાબેન ના પતિ નું સાત વર્ષ પહેલા અવસાન થયું હતું. ત્યારે હરેશ ની ઉંમર માત્ર 14 વર્ષ ની હતી. ગરિમાબેન ના પતિ નું લાંબી બીમારી માં મૃત્યુ થતું હતું.

તેની પોતાની દુકાન હતી. પણ તેના છેલ્લા સમય માં દુકાન અને માલ સમાન બધું વેચી અને વ્યાજ ની આવક કરી આપી હતી. જેથી કરી ને ગરિમાબેન અને હરેશ ને કઈ વાંધો આવે નહિ, ત્યાં હરેશ મોટો થઇ ને કંઈક કામ ધંધો કરવાનું શરુ કરી દે.

ગરિમાબેન ને કમર અને પગ ના દુખાવા ની ઘણી દવા કરાવી, પણ કોઈ ફરક પડતો નહિ. અને ઉંમર વધવાથી ડોક્ટરે પણ ઓપરેશન કરવાની ચોખ્ખી મનાઈ કરી દીધી. હવે ઘરમાં રસોઈ બનાવી શકે તેવું કોઈ જ નહોતું.

દીકરાની ઉંમર બાવીસ વર્ષની હતી. રસોઈ બનાવી શકે તેવું ઘરમાં કોઈ ન હોવાથી 22 વર્ષની ઉંમરમાં જ હરેશ ને પરણાવી દીધો હતો, હરેશ હજુ સુધી કઈ કામ ધંધો કરતો નહિ. તેની માતા તેને અનેક વખત સમજાવતી પણ તેના પર કઈ અસર થતી નહિ.

હરેશ જયારે પણ જમવા બેસે ત્યારે ગરિમા બેન તેને કહેતા કે લે બેટા વાસી રોટલી ખાઈ લે પણ હરેશ ને કઈ ગતાગમ પડે નહિ, અને કઈ સમજાય નહિ.

પણ તેને એમ થાય કે માં તો રોજ ગરમ રોટલી આપે છે. તો પછી વાસી રોટલી ખાઈ લે તેમ કેમ કહે છે? એ તો પેટ ભરી ને ખાઈ પી ને મોજ જ કરતો અને ગામ માં રખડવા ચાલ્યો જતો.

એક વખત ગરિમાબેન ગામમાં એક બેસણા માં જવાનું થયું, ત્યારે વહુ ને કહ્યું કે હું જાવ છું પણ હરેશ આવે અને જમવા બેસે ત્યારે તારે એમ કહેવાનું કે લ્યો વાસી રોટલી ખાઈ લો, વહુ એ કહ્યું કે ભલે સાસુ માં. હું તમે કહ્યું તેમ જ કરીશ.

થોડી વાર માં હરેશ જમવા આવે છે, અને તેને જમવાનું આપતા તેની પત્ની તેને કહે છે કે લો ખાઈ લો આ વાસી રોટલી. અને વાસી રોટલી એટલું તેની પત્ની ના મોઢે થી સાંભળતા જ હરેશનો મગજ ગરમ થઇ ગયો અને બોલ્યો કે આટલા વર્ષ થી માં પાસે થી પણ આ જ સાંભળતો આવ્યો છું.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel