મીરા રમેશભાઈને એકની એક દીકરી હતી, રમેશભાઈએ નાનપણથી જ મીરાને ખૂબ જ લાડકોડથી ઉછેરીને મોટી કરી હતી. મીરા ભણવામાં પણ ખૂબ જ હોશિયાર હતી.
તે ભણવામાં હોશિયાર હોવાની સાથે તેને તેના પિતાએ એમ પણ કહ્યું હતું કે તારે જો ભણવા માટે વિદેશ જવું હોય તો પણ તું જઈ શકે છે, કારણ કે તેણી ભણવામાં હોશિયાર હતી એટલે તેના પિતા એવું વિચારી રહ્યા હતા કે વિદેશમાં તેને સારો ભણવાનો મોકો મળી શકે છે.
પરંતુ મીરા ભારતમાં જ રહીને ટોચની કોલેજમાંથી પાસ થઈ હતી અને ખૂબ જ સારી નોકરીએ પણ લાગી ગઈ હતી, હવે તેની ઉંમર પણ લગ્ન કરવા લાયક થઈ હોવાથી તેના પિતા મીરા માટે સંબંધ જોવા લાગ્યા હતા.
ઘણા સંબંધો આવ્યા હોવા છતાં જ્યારે એમ વાત થતી કે મીરા લગ્ન પછી પણ નોકરી કરવા માંગે છે ત્યારે ઘણા સંબંધોની વાત આગળ વધતા પહેલા જ અટકી જતી હતી, આવી જ રીતે લગભગ ઘણા બધા સંબંધની વાતો અટકી ગઈ હોવાથી હવે તેના પિતા કોઈપણ સંબંધની વાત આવે એટલે પહેલા જ આ વાત જણાવી દેતા કે દીકરી નોકરી કરવા માંગે છે.
થોડા સમય પછી, તેનું એક માંગું આવ્યું જેમાં દીકરો પણ ખૂબ જ સારું ભણેલો હતો અને શહેરમાં નોકરી કરી રહ્યો હતો. અને એ લોકોને મીરા પણ નોકરી કરે તે વાતમાં કોઈ જાતનો વાંધો ન હતો, એટલે ધીમે ધીમે તે સંબંધની વાત આગળ વધી અને છોકરા છોકરીએ એકબીજાને મળ્યા અને મળ્યા પછી એકબીજાને પસંદ પણ કર્યા.
તેઓની સગાઈ કરવામાં આવી અને થોડા સમય પછી લગ્નનું પણ નક્કી થઈ ગયું. લગ્ન કર્યા પછી સાસરીમાં મીરા લગભગ 8 થી 10 દિવસ જેટલું જ રહી હશે, કારણ કે પછી મીરા અને પતિ બંને શહેરમાં નોકરી કરવા માટે જતા રહ્યા હતા, મીરાના સસરા પણ સરકારી નોકરી કરી રહ્યા હતા.
તેના રિટાયરમેન્ટમાં હવે ત્રણ વર્ષ જ બાકી હતા, એટલે તેના સાસુ સસરાએ કહ્યું હતું કે તમે બંને એકલા શહેરમાં રહો. સસરા નું રિટાયરમેન્ટ થાય પછી તે લોકો પણ શહેરમાં આવી જશે, ધીમે ધીમે સમય વીતતો ગયો અને રિટાયર થયા પછી સાસુ અને સસરા પણ મીરા અને રાહુલ સાથે રહેવા લાગ્યા.
મીરાને તેના પિતાએ અને માતાએ પહેલેથી જ ખૂબ જ સારી શિખામણ અને સંસ્કાર આપ્યા હતા એટલે સાસુ સસરા આવ્યા પછી તેની સેવા કરવામાં મીરા કંઈ બાકી નહોતી રાખતી, તે સાસુ સસરા ની સેવા પણ કરતી અને પોતાની નોકરી પણ સંભાળતી.
વર્કિંગ વુમન હોવા છતાં મીરા ઘરનું પણ ખૂબ જ સારું ધ્યાન રાખતી અને નોકરી પણ સંભાળી લેતી,. એક દિવસ તે નોકરીમાંથી ઘરે પાછી ફરી રહી હતી ત્યારે ઘરની બહાર ઊભા રહીને તે તેના શૂઝ કાઢી રહી હતી ત્યારે તેને ઘરમાંથી અવાજ સંભળાયો અવાજ તેની સાસુમાનો હતો.
સાસુમાં તેના સસરાને કહી રહ્યા હતા કે, આપણી વહુ મીરા આપણને દૂધમાં પાણી નાખ્યા પછી ચા બનાવીને આપે છે, અને હું જ્યારે પણ દૂધ માંગુ ત્યારે દૂધમાં પણ પાણી નાખીને જ આપે છે.
મીરાને આ સાંભળીને થોડું અજુગતું લાગ્યું, કારણ કે તેવું કંઈ જ કરી રહી નહોતી. પછી તે દરવાજો ખોલીને અંદર જતી રહી અને ઘણો વિચાર કર્યા પછી તેને એક ઉપાય યાદ આવ્યો, તે ઘરનું બધું દૂધ આવે ત્યારે ડાઇનિંગ ટેબલ પર જ રાખી દેતી હતી.