સાસુ વહુને ખીજાય રહ્યા હતા એવામાં સસરા આવ્યા, સસરાએ આવીને સાસુને એવું કહ્યું કે વહુના આંખમાંથી…

સવાર સવાર માં સાસુ મોઢું ચડાવી ને બેઠી હતી અને વહુ સામે આવતા જ ઝપટમાં લીધી, રાત્રે મારા રૂમ નું એ .સી . તે બંધ કરી દીધું હતું? કેટલી ગરમી હતી અને મને બેચેની થવા માંડી. અને મારી નીંદર બગાડી નાખી.

તને ખબર નથી આ ઘર માં આખી રાત એ.સી. ચાલે છે? તને શું ખબર હોય તારા પિયર માં તો દસ લોકો વચ્ચે એક જ કુલર છે! અને બધા એક કુલર માં કેમ ચલાવતા હશે કઈ સમજાતું નથી, ખુબ કંજૂસ છો હમણાં ઉનાળા નું વેકેશન પડશે અને મારો લાડકો મામા ને ઘરે જશે તો હેરાન હેરાન થઇ જશે.

મારો લાડલો ત્યાં સરખી રીતે સૂઈ પણ નહીં શકે, ત્યાં અચાનક બહુ એ વાત કરતાં કહ્યું કે તમારી માટે ચા મૂકી દીધી છે બા, હમણાં આપું છું.

ત્યાં જ તેની સાસુએ ફરી પાછું કહ્યું કે હા વાંધો નહીં, ચા લઈને આવ ત્યારે મારા લાડકા માટે ફ્રીજમાંથી ચોકલેટ વાળી કેક પણ લઈ આવજે. તેને ખૂબ જ ભાવે છે.

વહુ એ તરત જ જવાબ આપતા કહ્યું કે કાલે જ મોટી ચોકલેટ આખી ખાઈ ગયો છે. અને જો રોજ આવી ટેવ પડી જાય તો તેની તબિયત બગડી જશે. બે-ત્રણ દિવસ પછી કેક આપીશ. અને તરત જ તેની સાસુનું મોઢું બગડી ગયું.

સાસુએ કહ્યું કે ટેવ પડે તો આપણે ક્યાં કઈ કમી છે, તારા પિયર જેવો લોભ અહીંયા કરવો જ નહિ. લગ્ન ને 8-10 વર્ષ થઇ ગયા, પણ હજુ તારી ટેવ જતી નથી અને અહીંયા ની રીતભાત શીખતી નથી.

એવામાં રૂમમાંથી તેના પતિનો અવાજ આવ્યો કે મારો ટોવેલ ક્યાં પડ્યો છે? ટોવેલ આપી ને પતિ ને કહ્યું કે ઝડપ થી તૈયાર થઇ ને આવો, તમારો ચા નાસ્તો તૈયાર થઇ ગયો છે.

પતિ આવતા જ છોકરા ને પણ બોલાવી ને નાસ્તો કરવા બેસાડ્યો, અને કહ્યું કે ઝડપ થી નાસ્તો કરી લે. પછી તારે ટ્યુશન માં જવાનું છે.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel