સવાર સવાર માં વૃદ્ધ માતા જાગીને જેમ તેમ કરી ને ચાલતા ચાલતા સ્નાન કરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેની પુત્રવધૂ તેને ધમકાવતા શબ્દોમાં કહે છે કે માજી તમારી સાડી જરા સરખી રીતે પહેરો રાણી વિક્ટોરિયા ની જેમ જમીન પર ઢસડાય છે અને કેટલી મેલી થઇ જાય છે.
તમને ક્યાં ખબર છે કે સાડી ને ધોવા માં કેટલો સાબુ અને પાવડર વપરાય છે તમારે ક્યાં કમાવવા માટે જવું પડે છે કમાવવા જવું પડે તો ખબર પડે સવાર સવારમાં મગજ બગાડી નાખો છો.આટલી મોટી ઉંમર થઈ પણ સુધર્યા નહીં.
વૃદ્ધ માં કહે છે કે હવે આ ઉમરે હું જેટલું ધ્યાન રાખી શકું એટલું તો રાખું છું છતાં થોડી ભૂલ થઇ જાય તેમાં તો મને ટોણા મારી મારીને ગાંડી શું કામ કરી નાખે છે. અને મારી સાડી તો હું જ ધોઈ નાખું છું અને તું સાબુ પાવડર ના રૂપિયા ની વાત કરે છે. તો મારા પેન્શન માંથી હું તમને ઘણા રૂપિયા આપું જ છું ને?
ત્યારે વહુ ફરી ને ઉંચા અવાજે ધમકાવે છે અને કહે છે કે તમારી દવા અને ખાવા નો ખર્ચ પણ આવે છે ને જાણે પેન્શન ના રૂપિયા અમને આપી ને અમારા પર અહેશાન કરતા હોય તેમ જવાબ આપો છો અને હા નહિ ને તૈયાર થઇ જાવ એટલે રસોડા માં આવી અને વાસણ સાફ કરી નાખજો.
અને પછી આખા ઘર માં સફાઈ પોતા પણ કરી નાખજો આજે મારે એક પાર્ટી માં જવાનું છે અને કામવાળી આજે રજા ઉપર છે. ગયા વખતે કામ સોંપ્યું હતું. ત્યારે અડધું કામ પતાવી ને ખાટલા પર સુઈ ગયા હતા આ વખતે તેવું નહિ ચાલે.