બપોર ના ત્રણ વાગવા આવ્યા છે, ઘર ની વહુ બધું કામકાજ પતાવી ને ટેલિવિઝન જોવા બેઠી છે. અને સાથે સાથે ફળ ખાઈ રહી છે.
તેવા માં તેના સસરા આવે છે અને કહે છે કે વહુ મને હવે બહુ જ ભૂખ લાગી છે મને થોડા દાળભાત આપો ઉમર ના હિસાબે સસરા ની તબિયત પણ નરમ ગરમ રહેતી અને શારીરિક નબળાઈ પણ વધારે રહેતી હતી.
વહુ ની પાસે જમવાનું માંગતા જ વહુ એ રાડો પાડી કે “હજુ 11 વાગ્યે તો ચા નાસ્તો આપ્યો હતો, એટલી વારમાં પાછું બીજું ખાવા જોઈએ છે. નવરા બેઠા કઈ કામ જ નથી જયારે હોઈ ત્યારે ખાઉં ખાઉં જ થતા હોય છે.”
વહુએ ફળ ખાતા ખાતા સસરાને જવાબ આપી દીધો. વહુ એ પોતાની વાત આગળ વધારતાં કહ્યું બધાએ બપોરે જમી લીધું છે અને હવે જમવાનું કંઈ વધ્યું પણ નથી.
વહુ નો જવાબ સાંભળી ને સસરાને નવાઈ ન લાગી કારણકે તેઓ વહુના આવા વર્તનથી ટેવાયેલા હતા, તેમ છતાં ભૂખ લાગે એટલે તેઓથી કહેવાય જતું. તેઓ પોતાના રૂમમાં ધીરે ધીરે ચાલતા જઈ રહ્યા હતા કે ફરી વહુનો અવાજ સંભળાયો તે બોલી રહી હતી કે આ કંઈ હોટેલ થોડી છે કે ગમે ત્યારે જમવાનું બને આમ બોલબોલ કરતા તે પોતાના રૂમ માં ચાલી ગઈ.
આ બધું ઘર ની કામવાળી બહેન કામ કરતા કરતા સાંભળી રહી હતી. વહુ રૂમ માં ગઈ એટલે કામવાળી બહેને ફ્રીજ માંથી કાજુ બદામ કાઢી ને પીસી ને દૂધ ગરમ કરીને અંદર ડ્રાયફ્રુટ નાખી ને બાપુજી ને આપવા ગઈ.
રૂમમાં જોયું તો બાપુજી રૂમ માં બેઠા બેઠા રોઈ રહ્યા હતા કે આ ઘર માં કોઈ જાત ની કંઈ ખામી નથી. મેં જીવન ભર કામ કરી ને ઘર બનાવ્યું અને દીકરાને ધંધો કરવા માટે મારી બચત ના બધા રૂપિયા આપી દીધા. ઘર પણ ભર્યું ભર્યું છે. ગાડી બંગલા બધું છે.