in

સસરાએ એક વહુને ગૃહલક્ષ્મી કહ્યું એટલે તરત બીજી ત્રણ વહુઓએ પૂછ્યું, તમે તેને ગૃહલક્ષ્મી કેમ કહ્યું? સસરાનો જવાબ સાંભળી બીજી વહુઓ…

અશોક મહારાજ કાશી માં સંસ્કૃત અને વિધિ વિધાન નું જ્ઞાન લઇ ને પોતાના ગામ આવ્યા હતા. પરંતુ ગામ નાનું હોવાથી તેને આ ભણતર નો ખાસ કંઈ ફાયદો થતો નહિ. અને આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી જે પણ કાર્ય કરવાનું હોય તે કરી આપતા પોતે બહુ જ્ઞાની હતા.

પણ તેમના જ્ઞાનની અહીંયા કોઈ ને કઈ કિંમત નહોતી, અશોક મહારાજ ના લગ્ન પણ મોટી ઉંમરે થયા. લગ્ન પછી પાંચવર્ષ પછી તેઓના ઘરે એક દીકરીનો જન્મ થયો. આ દીકરીનું નામ આરતી પાડવામાં આવ્યું. આરતી બોલવાનું મોડું શીખી હતી. એકની એક દીકરી હોવાથી તેનો ખૂબ જ લાડકોડથી ઉછેર થયો હતો.

આરતી ભણવામાં ખૂબ જ હોશિયાર હતી. સ્કૂલનું પ્રાથમિક શિક્ષણ પૂરું કરીને તેના મામાને ત્યાં ભણવા માટે જતી રહી હતી. મામાને ત્યાં તેનું ભણતર પૂરું થયું. એવામાં તેની ઉંમર પણ લગ્નને લાયક થઈ ગઈ હોવાથી તેના પિતાએ યોગ્ય પાત્ર શોધી ને પરણાવવાનું નક્કી કર્યું. પરંતુ તે ગામડા માં રહેતા હોય તે અને પોતાની નબળી આર્થિક પરિસ્થિતિ લગ્ન નક્કી કરવામાં અવરોધ ઊભા કરતી હતી.

દીકરીની માતા તો એવું ઇચ્છતી કે દીકરીના લગ્ન શહેરમાં સારી નોકરી કરતા છોકરા સાથે કરવામાં આવે. પરંતુ તેને કોઈ છોકરો હા પાડતો જ નહીં. જ્યારે પણ કોઈ આરતી ને જોવા માટે આવે ત્યારે દીકરી ના શ્રેષ્ઠ ભણતર વિશે તેમજ દરેક ક્ષેત્રના વખાણ કરે પરંતુ લોકોને જાણે તેનાથી કંઈ લેવા દેવા ન હતું.

દીકરી લગ્નમાં શું દહેજ લઈને આવશે અને લગ્નમાં જમાઈને શું મળશે બસ આટલે થી જ બધી વ્યવહારિક વાત અટકી જતી હતી. અને એટલા માટે જ તેના લગ્ન કરાવવા તે હવે માતા-પિતા માટે ચિંતાનો વિષય થઈ ગયો હતો.

તેઓ પાસે ત્રણ ગાય હતી અને થોડી ખેતી પણ હતી. જેમાં અશોકભાઈ માણસો રાખીને ખેતી કરાવતા. તેમાંથી થોડી આવક પણ થઈ જતી અને દીકરી પણ ઘરકામમાં હોશિયાર હોવાથી ગાયની સેવા કરવી, દૂધ કાઢવું વગેરે કામ પણ કરતી.

એક દિવસ અશોક મહારાજ ને ત્યાં શહેર માંથી બીજા કર્મકાંડી બ્રાહ્મણ પાસેથી સરનામું લઇ ને એક વ્યક્તિ આવે છે. અને ધાર્મિક વિધિ અંગે લગભગ બે કલાક સુધી ચર્ચા થઇ. આ બે કલાક માં તે આરતી ના સંસ્કાર જોઈને ખૂબ જ પ્રભાવિત થયા. અને અશોક મહારાજ ને પૂછ્યું આ તમારી દીકરી છે? ત્યારે તેના જવાબમાં કહ્યું હા અને પછી તે આરતી ના લગ્ન ની વાતો કરવા મંડ્યા કે સારું ઘર મળી જાય એટલે આરતી ના લગ્ન કરી દેવા છે. પણ દહેજ કેટલું આપશો એમાં જ આરતી નું કાર્ય અટકી જાય છે.

આ વાત સાંભળતા જ આવેલ ભાઈ ને જાણે વાત કરવાનો મોકો મળી ગયો અને કહ્યું કે તમારી ઇરછા મુજબ નો છોકરો છે, પણ શહેર માં નથી. નાના ગામ માં છે. જેનું ભણવાનું તો પૂર્ણ થઇ ગયું છે પણ હજુ નોકરી શોધે છે. પણ ઘર માં સારું છે, ખેતીવાડી સારા છે, અને આર્થિક રીતે પણ તેઓ સદ્ધર છે.