તમને બધાને તમારા અધ્યક્ષ ને ફાટેલા અને થીગડાં મારેલા કુર્તા માં જોઈ ને શરમ તો નહિ આવે ને? આ શબ્દ ત્યારે બોલેલા જયારે સરદાર વલ્લભભાઈ પટેલ દિલ્હી વિશ્વવિદ્યાલય ના છાત્ર સંઘ ના અધ્યક્ષ હતા.
અને તેને વાર્ષિક ઉત્સવ ની અધ્યક્ષતા કરવાનો આગ્રહ કર્યો હતો ત્યારે સરદાર વલ્લભભાઈ પાસે ત્રણ કુર્તા હતા. અને બધા માં ક્યાંક ને ક્યાંક થીગડાં મરેલા હતા, અંતે તેને કહ્યું કે એક કુર્તા માં પીઠ ઉપર થીગડું મારેલું છે, પરંતુ તેની પર શાલ ઓઢી ને આવી જઈશ. જેથી થીગડું છુપાવી શકાય.
આ પરિસ્થિતિ માં તેને તેની દીકરી મણિ ને કહ્યું કે દૂધ ના વપરાશ માં કાપ મૂકી ને આવતા મહિને એક નવો કુર્તો બનાવવો છે, આમ તો તેના પગાર નો મોટો ભાગ વિધવા આશ્રમ માં સહાય માં ચાલ્યો જતો હતો. અને ફક્ત એકસો રૂપિયા માં જ ઘર ખર્ચ ચાલતું હતું.
એક મહાન માણસ ના ત્યાગ અને તપસ્યા નો પ્રતાપ હતો કે જોત જોતા માં બધા દેશી રજવાડા ને ભારતીય સંઘમાં ભેળવવા નું અદ્વૈત કાર્ય કર્યું હતું. પરંતુ જ્યારે હૈદરાબાદ ના કાસીમ રિજવી એ થોડા નાટક કર્યા ત્યારે કનૈયાલાલ મણિલાલ મુનશી ને પોતાના પ્રતિનિધિ તરીકે હૈદરાબાદ મોકલેલા.