શ્રીમદ ભગવદ ગીતા માં ભગવાન શ્રી કૃષ્ણ એ પીપળા ના વૃક્ષ ને પોતાનું સ્વરૂપ કહ્યું છે. તેમજ અન્ય ગ્રંથો માં તેમજ લોકકથાઓ મુજબ પીપળા ના વૃક્ષ માં દેવતાઓ નો વાસ હોય છે. પીપળો જગત માં પ્રાણવાયુ દેનાર વૃક્ષ છે. અને એને કાપવું જોઈએ નહિ. પીપળા નું વૃક્ષ કાપવાથી દુઃખદ પરિણામ આવે છે, આવી જ એક પીપળા ની ચમત્કારી વાત આજે આપણે કરીશું. છેલ્લે સુધી વાંચજો…
એક ખેતર માં ખેડૂત ને મકાન બનાવવું હતું, પરંતુ જે જગ્યાએ મકાન બનાવવું હતું, તે જગ્યા એ એક પીપળાનું વૃક્ષ હતું. જેથી એક કઠિયારા ને બોલાવી ને વૃક્ષ દેખાડ્યું. એ કઠિયારો તેના મિત્ર કઠિયારાને લઇ ને આવ્યો અને બંને કઠિયારાએ ભાગીદારીમાં વૃક્ષ ખરીદી લીધું. અને બે દિવસ પછી કાપી આપશે એવો વાયદો કર્યો.
પીપળો કાપવાની આગલી રાત્રે એ બીજા કઠિયારા ને એ જ વૃક્ષ સપનામાં આવ્યું અને કહેવા લાગ્યું કે તું મને કાપતો નહિ, તારા ઘર નો સભ્ય સમજી ને મને છોડી દે અને તે મને કાપવાના અને લાકડા લઇ જવા ના જે રૂપિયા ખેડૂત ને આપ્યા છે એ બધા રૂપિયા અને તે ઉપરાંત તારો જે પણ કંઈ થાય તે તને મળી જશે, મારા વૃક્ષના મૂળિયાંમાં પૂર્વ દિશા માં સોનાનો ખજાનો પડ્યો છે. એ તું લઈ લે એટલે તારી મૂડી અને નફો તો મળશે જ પણ એનાથી અનેક ગણો ફાયદો પણ તને થશે.
પણ તું મને કાપતો નહિ મને જીવતદાન આપી દેજે, અને કઠિયારો તો નીંદર માંથી સફાળો જાગી ગયો. અને એકદમ આશ્ચર્ય માં પડી ગયો. કારણ કે એને જીવન માં કોઈ દિવસ આવું સપનું જોયું નહોતું કે સાંભળ્યું પણ નહોતું. અને સપના ને ખોટું માનવા લાગ્યો કે પીપળા માં પણ જીવ હોય છે.
પીપળાના વૃક્ષને પણ સુખ દુઃખ નો અનુભવ થાય છે. થોડીવાર વિચાર્યા પછી તેને એમ થયું કે ચાલો જોઈ તો આવું કે વૃક્ષ ના મૂળમાં સોનુ છે કે નહિ? મળશે તો લઇ ને આવી જઈશું. અને નહિ મળે તો પાછા આવી જઈશું, આવું વિચારી ને પોતાની કુહાડી લઇ ને નીકળી પડ્યો.
છાનો માનો પીપળા ના વૃક્ષ પાસે પહોંચી ગયો અને પીપળા એ સપના માં બતાવેલ જગ્યા એ ખોદી ને જોયું તો એનું સપનું બિલકુલ સાચું પડ્યું. તેને સોનાનો ખજાનો મળ્યો, હવે તે એકદમ ખુશ થઇ ગયો. અને ઘરે આવવા નીકળ્યો. અને રસ્તા માં વિચાર તો હતો કે વૃક્ષ પણ માં પણ જીવ હોય છે, અને એ આપણી જેમ જ સુખ દુઃખ નો અનુભવ કરી શકે છે.
ઘરે આવી ને તેની પત્ની ને બધી વાત કરી અને સોના નો ખજાનો બતાવ્યો. ત્યારે તેને વિચાર આવ્યો કે પહેલા કઠિયારા ને હું આ વાત કરીશ તો મારે તેને અડધો ભાગ દેવો પડશે કારણ કે બંને એ વૃક્ષ ભાગીદારીમાં વેચાતું રાખ્યું હતું. અને ભાગ ના આપવો પડે તે માટે તેને આ વાત તેના ભાગીદાર થી છુપાવી ને રાખી હતી.
હવે સોનાનો ખજાનો મળ્યા ના બીજા દિવસે સવારે એ વૃક્ષ કાપવાનો વાયદો કરેલ હતો. પહેલો કઠિયારો એના ઘરે આવ્યો અને વૃક્ષ કાપવા માટે બોલાવ્યો હવે બીજો કઠિયારો માણસાઈ નેવે મૂકી ને સાથે ચાલતો થયો.
જે વૃક્ષે તેની પાસે જીવનની ભીખ માંગી અને સોના નો ખજાનો આપ્યો તે તેને જ કાપવા માટે ચાલ્યો ગયો તેને જરા પણ દયા આવી નહિ, તેની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ કારણ કે એનો ખરાબ સમય આવવાનો હતો.