એક રાજા હતો જેને શિલ્પકલા એકદમ પ્રિય હતી, કોઈપણ જાતની મૂર્તિ તેમજ શિલ્પ વગેરેની શોધ માટે ઘણા સમય સુધી તે રાજા દેશ પરદેશ માં ફરતા રહેતા હતા. અને દેશ પરદેશ ફરતી વખતે જો કોઈપણ મૂર્તિ તેઓને પસંદ આવી જાય તો તરત જ તેઓ ખરીદી લેતા અને પોતાના રાજમહેલમાં લાવીને રાખી દેતા હતા. અને લાવીને રાખી દેતા એટલું જ નહીં પરંતુ તેઓ પોતે તેની દેખરેખ પણ કરાવતા હતા.
રાજા ના મહેલમાં આવી બધી મૂર્તિઓ રાખવા માટે એક અલગ જ આખો રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં આવી રાજાને પ્રિય હોય તેવી અનેક મૂર્તિઓ રાખવામાં આવી હતી. આ રૂમમાં અસંખ્ય મૂર્તિઓ પડી હતી પરંતુ આ બધી મૂર્તિઓ માંથી ત્રણ એવી મૂર્તિઓ હતી જે રાજાને તેના જીવથી પણ વધારે વહાલી હતી. રાજમહેલમાં દરેક લોકો જાણતા હતા કે આ મૂર્તિઓ પ્રત્યે રાજાને ખૂબ જ પ્રેમ છે. એક વખત જ્યારે બધી મૂર્તિઓની સાફ-સફાઈ એક નોકર કરી રહ્યો હતો ત્યારે ભૂલથી પહેલી ત્રણ મૂર્તિ ની સાફ સફાઈ કરતી વખતે એક મૂર્તિ હાથમાંથી નીચે પડી અને તૂટી ગઈ.
તુરંત જ આ વાતની ખબર રાજાને પડી ગઈ એટલે રાજાને ખૂબ જ ગુસ્સો આવ્યો કારણકે એ ત્રણ મૂર્તિઓ તેને ખૂબ જ વહાલી હતી. રાજાએ તરત જ તે નોકરને મૃત્યુદંડ આપવાનો નિર્ણય કર્યો.
સજા સંભળાવવામાં આવી પછી નોકરે માત્ર એક જ મૂર્તિ તોડી હતી તો ફરી પાછો તે રૂમમાં જઈને બીજી બંને મૂર્તિ જેનાથી રાજાને ખૂબ જ પ્રેમ હતો એ પણ તોડી નાખી. આ જોઈને બધા લોકો આશ્ચર્ય ચકિત રહી ગયા.
રાજા પોતે પણ પહેલેથી ગુસ્સે હતા તેઓને વધારે ગુસ્સો આવ્યો રાજાએ તરત જ તેનો કરને બીજી બંને મૂર્તિ તોડવાનું કારણ પૂછ્યું.
થોડા સમય પછી નોકરે આ સવાલનો જવાબ આપતા કહ્યું મહારાજ મને માફ કરી દો પરંતુ આ મૂર્તિ એ માટીમાંથી બનેલી હતી અને એકદમ નાજુક હતી, આ મૂર્તિઓ તેની સાથે અમરતાનું વરદાન લઈને તો આવી નથી એટલે આજે નહીં તો કાલે પરંતુ આ મૂર્તિ તૂટવાની સંભાવના ખૂબ જ વધારે હતી. એમાં પણ જો મારા જેવા કોઈ બીજાનો કરથી આ મૂર્તિ તૂટી હોત તો તેઓએ પણ અકારણ મૃત્યુદંડનો ભોગ બનવું પડ્યું હોત. મને તો મૃત્યુદંડ મળી ચૂક્યો છે એટલા માટે મેં આ અન્ય મૂર્તિઓને તોડીને એ બંને લોકોની જિંદગી બચાવી લીધી.
આ સાંભળીને જાણે રાજા ની આંખો ખુલી ગઈ અને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો તેણે નોકરને સજામાંથી મુક્ત કરી દીધો, એક નોકરે તેને શ્વાસ નું મૂલ્ય શીખવ્યું સાથે સાથે એ પણ શીખવ્યું કે ન્યાયાધીશ ના આસન પર બેસીને પોતાના અંગત પ્રેમ ખાતર નાના એવા અપરાધ માટે પણ મૃત્યુદંડ આપવો એ એ આસન નું અપમાન છે.
કોઈપણ એક ઉચ્ચ આસન પર બેઠા હોઇએ ત્યારે તે આસન નો આદર કરવો જોઈએ. તે પદ ની પ્રતિષ્ઠા હોય છે. રાજા હોય કે અન્ય કોઈ વ્યક્તિ છે ન્યાય કરવા માટે ચૂંટાયેલા હોય એ લોકોએ ન્યાય નું મહત્વ સમજવું જોઈએ.