સામાન્ય ભુલ માટે નોકરને મૃત્યુદંડ આપ્યો તો નોકરે એવું કર્યુ કે રાજા પણ તેને પુછવા લાગ્યા…

થોડા સમય પછી નોકરે આ સવાલનો જવાબ આપતા કહ્યું મહારાજ મને માફ કરી દો પરંતુ આ મૂર્તિ એ માટીમાંથી બનેલી હતી અને એકદમ નાજુક હતી, આ મૂર્તિઓ તેની સાથે અમરતાનું વરદાન લઈને તો આવી નથી એટલે આજે નહીં તો કાલે પરંતુ આ મૂર્તિ તૂટવાની સંભાવના ખૂબ જ વધારે હતી. એમાં પણ જો મારા જેવા કોઈ બીજાનો કરથી આ મૂર્તિ તૂટી હોત તો તેઓએ પણ અકારણ મૃત્યુદંડનો ભોગ બનવું પડ્યું હોત. મને તો મૃત્યુદંડ મળી ચૂક્યો છે એટલા માટે મેં આ અન્ય મૂર્તિઓને તોડીને એ બંને લોકોની જિંદગી બચાવી લીધી.

આ સાંભળીને જાણે રાજા ની આંખો ખુલી ગઈ અને તેને પોતાની ભૂલનો અહેસાસ થયો તેણે નોકરને સજામાંથી મુક્ત કરી દીધો, એક નોકરે તેને શ્વાસ નું મૂલ્ય શીખવ્યું સાથે સાથે એ પણ શીખવ્યું કે ન્યાયાધીશ ના આસન પર બેસીને પોતાના અંગત પ્રેમ ખાતર નાના એવા અપરાધ માટે પણ મૃત્યુદંડ આપવો એ એ આસન નું અપમાન છે.

કોઈપણ એક ઉચ્ચ આસન પર બેઠા હોઇએ ત્યારે તે આસન નો આદર કરવો જોઈએ. તે પદ ની પ્રતિષ્ઠા હોય છે. રાજા હોય કે અન્ય કોઈ વ્યક્તિ છે ન્યાય કરવા માટે ચૂંટાયેલા હોય એ લોકોએ ન્યાય નું મહત્વ સમજવું જોઈએ.

મૂર્તિઓથી રાજાને પ્રેમ હતો પરંતુ એના માટે નોકરને મૃત્યુ દંડ દેવો એ ન્યાયથી બિલકુલ વિરુદ્ધ હતું. ન્યાયની ખુરશી પર બેસીને કોઈને પણ પોતાની ભાવનાઓ થી દૂર જઈને નિર્ણય કરવો જોઈએ.

રાજા ને તરત જ સમજમાં આવી ગયું કે તેનાથી તો અનેક ઘણો સારો તે સેવક હતો જેના ખૂબ નજીક મૃત્યુ હોવા છતાં પણ બીજા લોકોનું હિત કરવાનું વિચાર્યું. રાજાએ નોકર ને પૂછ્યું કે અકારણ મૃત્યુને સામે જોઈને તે ભગવાનને કશું કહ્યું નહીં, નીડર રહ્યો આવો સંયમ અને આવી દૂરદ્રષ્ટિ ધરાવી રહ્યો છો આનું કારણ શું છે.

error: Content is Protected!