સાળીએ કહ્યું, "જીજુ મારે તમને કંઈક કહેવું છે, હું ઘણા દિવસથી કહેવા માંગતી હતી." જીજુ એ પૂછ્યું શું તો કહ્યું કે...

જયારે પણ પાર્થ ની પત્ની સરલા પાર્થ ને પિયર જવા માટેની વાત કરતી ત્યારે પાર્થ તેના મનમાં રોમાંચિત થઈ ઉઠતો, રોમાંચિત થવાનું કારણ પાર્થ ની પત્ની સરલાની ખુબસુરત નાની બહેન હિના હતી, જે યુવાનીના ઉંબરે હજુ પગ મૂકતી હતી...

તેને તેની સાળી સાથેની રોમેન્ટિક વાતો ચિતો અને તેનું સ્માઈલ ખુબ જ ગમતું... પાર્થ અને સરલા તેના સાસરિયાંના ઘરે પહોંચ્યા જ્યારે સરલા તેના સંબંધીઓ સાથે વાત કરવા બહાર ગઈ. પાર્થ એકલતાનો લાભ લઈને તેની સાળી પાસે ગયો અને તેની સાથે વાત કરવા લાગ્યો.

તે જાણે તેની સાળીની મંદ મંદ સ્માઈલ અને ખુબસુરત ચહેરા પર ફિદા થઈ ચુક્યો હતો. તે પોતાની જાત પર કાબૂ ન રાખી શક્યો અને તક મળતાં જ તેણે હિનાના ગાલ પર ચુંબન કરી દીધું.

હિના થોડીવાર સ્તબ્ધ રહી ગઈ, પછી બોલી જીજુ મારે તમને કંઈક કહેવું છે. હું ઘણા દિવસથી કહેવા માંગતી હતી.

હિનાના મોઢેથી આ શબ્દો સાંભળીને પાર્થ વધુ રોમાંચિત થઈ ગયો, તેને લાગ્યું હિના પણ એ જ ઈચ્છતી હશે, તેને હિનાને ખુશ થઈને કહ્યું, હા બોલ ને શું વાત છે?

હિનાએ કહ્યું- જીજુ, દીદી એ તમારી આ હરકત જોઈ લીધી હોત તો કેવું લાગ્યું હોત? તે અંદરથી કેટલી તૂટી ગઈ હોત... શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે?

પાર્થે સહેજ પણ સંકોચ રાખ્યા વિના કહી દીધું, અરે પાગલ, તું મારી સાળી છો - અને આમપણ કહેવાય જ છે ને કે સાલી તો આધિ ઘરવાલી હોતી હૈ. આ બધું કંઈ તારી દીદી ની સામે બને જ નહીં!

હિના એ કહ્યું આવું જ કહેનારા એમ પણ કહે છે કે સાળીઓને મનાવવાની જરૂર નથી... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

હિનાએ પોતાની નજર હટાવી કહ્યું... પાર્થ ઉત્તેજિત થઈ રહ્યો હતો... હિનાએ ફરી તેને વિનંતી કરી - સાંભળો જીજુ મારે બીજી એક વાત કહેવી હતી, પણ હિંમત ન કરી શકી...

કદાચ આજે તક છે... “અરે કહી દે...” પાર્થ સાંભળવા આતુર હતો.

હિનાએ નજીક આવીને કહ્યું- હું તો તમારી એકમાત્ર સાળી છું... અને તમે પણ મારા એકમાત્ર જીજુ છો.

પરંતુ મને ક્યારેક વિચાર આવે છે કે મારે તો માત્ર એક જીજુ ને સહન કરવા પડે છે, એ પણ એટલું મુશ્કેલ છે તો પછી ઘરમાં એક પછી એક આવનારા પાંચ જીજાજીઓને સહન કરવું એ તમારી નાની બહેન ટીનાને કેટલું કઠિન લાગતું હશે નહિ? સાચી વાત ને જીજુ? આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

હિનાના મોઢેથી આ સાંભળીને પાર્થે શરમથી માથું ઝુકાવી દીધું, મિત્રો તમારી સાળી સાથે એક ચોક્કસ મર્યાદા સુધી જ મજાક કરો!

યાદ રાખજો તે પણ કોઈની દીકરી છે બહેન છે... જેમ આપણે બહેન દીકરી છે... એટલે જ કદાચ કહેવાય છે સ્ત્રી કોઈ રમકડું નથી તેને માન આપો. કારણ કે તમારો ઉછેર એક સારા સંસ્કારી પરિવારમાં થયો છે. એક સારી માતા દ્વારા અને હા એક સારી વ્યક્તિ બનીને... આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.

જો તમને આ સ્ટોરી પસંદ પડી હોય તો દરેક લોકો જોડે શેર કરજો, તેમજ આ સ્ટોરીને કમેન્ટ માં રેટિંગ પણ આપજો.

Read more

દીકરાએ પિતાને કહ્યું કે આટલી ઉંમરે ઝંડો ફરકાવવાની શું જરૂર છે, ત્યારે વૃદ્ધ પિતાએ એવો જવાબ આપ્યો કે...

સવારે પાંચ વાગ્યાનો એલાર્મ વાગ્યો ત્યારે આખો ઓરડો અંધારામાં ડૂબેલો હતો. અજય પથારીમાંથી ઊભો થયો અને સીધો બારી તરફ ગયો. દર વર્ષે પંદરમી ઓગસ્ટે તેના

By Just Gujju Things Team

વીસ વર્ષ પહેલાં ચોરીનો આરોપ મૂકી પિતાએ ઘરમાંથી કાઢી મૂક્યો હતો, અચાનક મોટો વેપારી બનીને પાછો આવ્યો અને...

અમદાવાદના મોટા બંગલામાં સવારથી જ ભારે દોડધામ ચાલી રહી હતી. સોફા પર બેઠેલા રમણિકભાઈ પોતાની ચાનો કપ હાથમાં પકડીને ચૂપચાપ બારી બહાર જોઈ રહ્યા

By Just Gujju Things Team

અમીર ઘરમાં પરણેલી દીકરી અચાનક સામાન લઈને પિયર આવી, પિતાએ કારણ પૂછ્યું તો ખબર પડી કે...

ધીરુભાઈ સવારે ઓસરીમાં બેસીને ચા પીતા હતા. ઘરના આંગણામાં અચાનક એક રિક્ષા આવીને ઊભી રહી. રિક્ષામાંથી તેમની દીકરી નેહા અને જમાઈ અંકિત મોટા થેલા

By Just Gujju Things Team

દાદાએ આખી જિંદગી દાદીને પ્રેમનો એક શબ્દ ન કહ્યો, મૃત્યુ પછી ખબર પડી કે...

ધનસુખભાઈ અને વિમળાબેનના લગ્નને પચાસ વર્ષ પૂરાં થઈ ગયાં હતાં. બે માળના જૂના ઘરમાં આખો પરિવાર સાથે જ રહેતો હતો. ઘરમાં નાતિ-પોતાથી લઈને બધા જ સભ્યો તેમના પ્રત્

By Just Gujju Things Team