સાહેબ ભગવાન પર ભરોસો રાખજો, તે કોઈનું પણ અટકવા નહીં દે: વાંચો આ સ્ટોરી…

સૈનિકોની એક ટુકડી ની લગભગ ત્રણ મહિના માટે હિમાલયમાં નિમણૂક થઈ. એક ઓફિસર અને બાકી બધા સૈનિકો સાથે આ ટુકડીએ ધીમે ધીમે પર્વત ચડવાનું શરુ કર્યું.

પર્વત ચડી રહ્યા હતા ત્યારે ઓફિસરના મનમાં એક વિચાર આવ્યો કે જો અહીં કોઈ ચાની દુકાન મળી જાય તો કેવું સારું? પરંતુ આજુબાજુમાં કોઇ જ દુકાન કે ચા મળે તેવી સંભાવના હતી નહિ.

ઘણા દૂર સુધી નજર કરી પરંતુ કંઇ જ દેખાઈ રહ્યું ન હતું.

તેમ છતાં તેઓ ધીમે ધીમે આગળ વધતા જતા હતા, થોડા સમય પછી આગળ ચડ્યા ત્યારે દૂરથી એક દુકાન જવું દેખાઈ રહ્યું હતું.

લગભગ બધાને થયું કે જો આ દુકાન હશે અને ત્યાં મળી જાય તો આગળ જવામાં થોડી શક્તિ મળી રહે. એટલે ધીમે ધીમે બધા આગળ વધતા ગયા પેલી દુકાન નજીક આવી.

પરંતુ શું? દુકાન પાસે જઈને જોયું તો દુકાન બંધ હતી. આજુ બાજુમાં કોઈ જ વ્યક્તિ ત્યાં દેખાતી ન હતી, એટલે સૈનિકો એ ઓફિસરને પૂછ્યું કે જો તમે પરવાનગી આપો તો તાળું તોડી અને દુકાનની અંદર જઈએ.

ચોરી કરવાનો ભાવ નથી પરંતુ ચડવું મુશ્કેલ છે માટે આ રીતની વાત કરી રહ્યા છીએ. ઓફિસર પણ દ્વિધામાં પડી ગયા કે આવું અનૈતિક કાર્ય કરવું કે ના કરવું? ઘણું વિચાર્યા પછી તેણે સમયની જરૂરિયાત સમજીને તાળું તોડી નાખ્યું, અંદર જઈને જોયું તો ચા બને તેમ હતી અને સાથે સાથે બિસ્કીટ પણ પડયા હતા.

બધા લોકોએ ચા પીધી અને બિસ્કીટ પણ ખાધા, ઓફિસર મને ખૂબ જ દુઃખ થયું કે ભલે જરૂરિયાત હતી પરંતુ એક રીતે તો આ ચોરી જ કહેવાય. એટલે ઓફિસરે ત્યાં ખાંડ નો ડબ્બો પડ્યો હતો તે ડબ્બા નીચે જઈને 2000 રૂપિયાની નોટ રાખી દીધી, જેથી દુકાનદારના પૈસા ચુકવાઇ ગયા એમ માની લીધું અને તેને પૈસા ચૂકવવાના સંતોષ મળી ગયો.

આટલું કરીને તેઓ તો ફરી પાછુ પર્વતારોહણ કરવા લાગ્યા અને પોતાની ટુકડીને જ્યાં ફરજ બજાવવાની હતી તે જગ્યા પર પહોંચી ગયા, લગભગ ત્રણેક મહિના પછી એ લોકોને સમાચાર મળ્યા કે તેની જગ્યાએ હવે એક નવી ટુકડી આવે છે આથી એ લોકોને પાછા ફરવાનું છે.

એ બધા લોકો ત્યાંથી પાછા ફરવા લાગ્યા, અને પાછા ફરતા હતા ત્યારે તે લોકોએ ચડતી વખતે જે દુકાનમાંથી ચા પીધી હતી એ જ દુકાન જોઈ. સદભાગ્યે આ વખતે ચાની દુકાન ખુલ્લી હતી. આથી બધા લોકો ત્યાં ઊભા રહ્યા અને ચા ની ચૂસકી લઇ રહ્યા હતા.

ઓફિસરને થોડી અંતરમાં ખટકતો રહી જ ગઈ હતી કે અને પેલા પૈસા મળ્યા હશે કે નહીં? પરંતુ સીધું સીધું પૂછવા ની જગ્યાએ તેને થોડો બીજો રસ્તો અપનાવ્યો.

દુકાનમાં ભગવાન ની છબીઓ જોઈ એટલે ઓફિસરે દુકાનમાં જઈને માલિક પાસે જઈ અને પૂછ્યું તમે ભગવાનમાં માનો છો? માલિકે માથું ધુણાવીને હા પાડી, એટલે ઓફિસરે કહ્યું આટલી પહાડી ઉપર, આટલી અસહ્ય ઠંડી માં અને આટલી બધી દુર તમારી અહીં દુકાન છે, જો ભગવાન હોય તો આ બધું કઈ રીતે હોય?

એટલે દુકાનદારે તરત જ જવાબ આપતા કહ્યું અરે સાહેબ આવું ન બોલશો, ભગવાન તો સાક્ષાત છે. અને ભગવાન સાચે જ અસ્તિત્વ ધરાવે છે હા પરંતુ એમના દર્શન કરવા માટે તમારે દ્રષ્ટિ જોઇએ.

ઓફિસરે થોડો વાતમાં રસ લેતા પુછ્યું તો શાના આધારે આવું કહી રહ્યો છે?

પછી દુકાનદારે તેની સાથે બનેલી આ આખી ઘટના વિસ્તારપૂર્વક જણાવી.

તેને ઓફિસર ને કહ્યું અંદાજે ત્રણેક મહિના પહેલા ની વાત હશે. સાહેબ મારે એક દીકરો છે, તેણે થોડી આતંકવાદીઓ સંબંધિત માહિતી પોલીસને આપી હતી. અને આતંકવાદીઓ અને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેઓએ મારા દીકરાને ખુબ જ ખરાબ રીતે માર્યો હતો, એ હાથે માર્યો હતો કે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો અને ડોક્ટરે દવાઓ ખૂબ જ મોટું લીસ્ટ આપી દીધું. પરંતુ મારી પાસે દવા લાવવા માટે એટલા બધા પૈસા હતા નહીં. એટલે મેં શાંત મન રાખી ને ભગવાનને પ્રાર્થના કરી, અને એટલું કહ્યું કે ભગવાન આ સમયમાં આ સ્થિતિમાં મને સંભાળી લો. હું ખૂબ જ નિરાશ હતો કે ઘરે જઈને પત્નીને કયા મોઢે કહીશ કે મારી પાસે પૈસા નથી. આથી હું મારી આ દુકાન પર આવ્યો અને દુઃખી થઈને બેઠો હતો, મનમાં ઘણા વિચાર એક પછી એક આવી રહ્યા હતા શું કરવું તેની સમજ પડતી હતી નહીં. આખરે હતાશા પૂર્વક મેં જ્યારે માથું ટેબલ પર રાખ્યું ત્યારે મને ખબર પડી કે ખાંડ ના ડબ્બા ની નીચે કંઈક પડ્યું છે. પૈસા જેવું દેખાતું હતું એટલે મેં તરત જ ડબ્બો સાઈડમાં કર્યો. અને જોયું કે ત્યાં શું છે તો ત્યાંથી મને બે હજાર રૂપિયાની નોટ મળી.

હવે સાહેબ તમે જ કહો કે, આવી પહાડી ઉપર, આવી ઠંડીમાં, આટલા દુર અડધી રાત્રે જો ભગવાન મને 2000 રૂપિયા આપી શકે તો મારાથી એમના અસ્તિત્વને કઇ રીતે નકારી શકાય? તેઓ હર પળ અમારી સંભાળ લે છે. એમાં કઈ રીતે મારે શંકા કરી શકાય?

આ ભલે કદાચ એક સ્ટોરી હશે પરંતુ આમાંથી આપણને એટલું તો શીખવા મળે જ છે કે ભગવાનનો અને તેમના સમય નો ભરોસો રાખો. જીવનમાં ક્યારેય ઉતાવળ કે અધીરાઈ ન કરવી.

જો મનમાં અપેક્ષા રાખશો કે આવું થાય તો જ ભગવાનને મારા પ્રત્યે પ્રેમ છે અથવા આવું થાય તો જેમણે કૃપા કરી હશે તો જીવનમાં તમે આકુળ-વ્યાકુળ થઈ જશો. સાહેબ વિશ્વાસ રાખજો કે ભગવાન આપણા બધાની સંભાળ લઈ જ રહ્યા છે. અને ગમે તેવો ખરાબ સમય આવે, ભગવાન અટકવા નહીં દે એટલો વિશ્વાસ રાખજો!

error: Content is Protected!