શીતલ જલ્દી જલ્દી પોતાનું કામ પતાવી અને ઓફીસ જવા નીકળી રહી હતી સાથે સાથે જ દરરોજ તેના દીકરાને પણ સાથે જ લઈને જતી અને સ્કૂલે છોડી દેતી.
અને તેની ઓફિસે થી પાછી આવતી વખતે દીકરાને સ્કૂલેથી તેડીને જ આવતી. હજુ શીતલ ઘરની બહાર નીકળી રહી હતી કે તરત જ ઘરમાંથી તેના સસરા નો એટલે કે પ્રવીણભાઈનો અવાજ આવ્યો શીતલ વહુ, જરા આ ચશ્મા અને છાપુ મારી પાસે આપોને…
અને શીતલ ફરી પાછી મોઢું બગાડીને ઘરમાં ગઈ અને બાપુજી ને એના ચશ્મા તેમજ છાપુ આપી અને ફરી પાસે ઘરની બહાર નીકળી. દરરોજ પહેલેથી જ મોડું થતું અને એમાં પણ તેના સસરા પાછળથી આવી રીતે કાયમ ઘરમાંથી બહાર નીકળતી વખતે જ કંઈકને કંઈક વસ્તુ માંગતા અને એના કારણે વધારે મોડું થઈ જતું.
આજે પણ એવું જ થયું શીતલને નોકરીમાં અને એના દીકરાને સ્કૂલમાં બંને મોડા પહોંચ્યા. બાપુજીની આવી રીતે પાછળથી કશું ને કશું માંગતા રહેવાની આદત શીતલ ને જરા પણ પસંદ ન હતી.
પરંતુ સાથે સાથે શીતલ એ પણ જાણતી હતી કે બાપુજી થી માંડ માંડ ચલાતુ હોવા છતાં આખા દિવસ દરમિયાન બસ સવારે જ આ એક બે કામ આપતા રહેતા આ સિવાય આખા દિવસ દરમિયાન કોઈપણ દિવસ વહુ પાસે કોઈ કામ કરાવતા નહીં કે કશું માંગતા પણ નહીં. તેનાથી ધીમે ધીમે ચલાય એટલે અત્યંત ધીમે ધીમે ઉભા થઇ ને પોતાનું કામ જાતે કરી ફરી પાછા બેસી જતા.
અને દરરોજ સવારે આ કોઈપણ કામ કરવાનું કહે એટલે શીતલ જાણે ગુસ્સે થઈ જતી, કારણકે આમ પણ શીતલ પુરા સમયે જ ઘરની બહાર નીકળી રહી હોય અને બાપુજી કંઈ માંગે તો એ શોધીને બાપુજીને આપવામાં અંદાજે પાંચ મિનિટ જેટલો સમય લાગી જતો. કામ ખૂબ જ નાનકડું હોવા છતાં શીતલને આ ગમતું નહીં કારણકે તેને એવું લાગતું કે બાપુજી છેલ્લે નીકળતી વખતે જે કામ સોંપે છે એ કામના કારણે તેને ઓફિસે પહોંચવામાં અને દીકરાને સ્કૂલે પહોંચવામાં મોડું થઈ જાય છે.
એક દિવસે તો શીતલ એટલી બધી ગુસ્સા થઈ ગઈ કે તેને નક્કી કરી દીધું કે આજે તો તે પતિને બધી વાત કહીને રહેશે અને આ વાતનો નિર્ણય લઈને રહેશે કે આનું શું કરવું. અને રાત્રે જ્યારે પતિ ઓફિસે થી ઘરે આવ્યો ત્યારે બધી વાત પતિને કરી.
પતિએ બધી વાત શાંતિથી સાંભળી અને પછી સહજતાથી કહ્યું કે જો તને આ વસ્તુ મંજુર ન હોય તો એક આસાન રસ્તો છે. બાપુજી તારી પાસે ચશ્મા માંગે છે અથવા પછી છાપુ માંગે છે અથવા પછી પાણી માંગે છે પરંતુ એની બદલે જો તું સવારથી જ ઘરમાંથી નીકળતા પહેલા આ બધી વસ્તુ તેની પાસે રાખી દે તો પછી બાપુજી તારી પાસે કશું માંગે છે જ નહીં.
શીતલને પત્નીની આ વાત પસંદ પડી અને તેને એવું જ કરવાનું ચાલુ કર્યું. રોજ સવારે તે દીકરાને લઈને ઓફિસ અને સ્કૂલે મૂકવા નીકળે ત્યારે બાપુજી પાસે પહેલેથી જ છાપુ તેમજ પાણી રાખી દેતા પરંતુ આવું કરવા છતાં બાપુજી નું વહુને નીકળતી વખતે કોઈને કોઈ કામ ચીંધવાનું બંધ થયું નહીં.
એક પછી એક દિવસો પસાર થતા ગયા પરંતુ શીતલ ગમે તેટલું બધી વસ્તુઓ તૈયાર કરીને રાખે તો પણ બાપુજી શીતલ અને તેનો દીકરો ઘરમાંથી બહાર નીકળે ત્યારે કંઈ ને કંઈ વસ્તુ માંગતા અને આ વાત હવે શીતલને ખટકવા ની જગ્યાએ શીતલ એ ઇગ્નોર કરવાની ચાલુ કરી દીધી હતી.
સમય વીતતો ગયો તેમ તેમ શીતલ બાપુજી કઈ વસ્તુ માંગે તો પણ સાંભળતી જ નહીં અને તે પોતાનું કામ કરીને ઘરમાંથી સમયસર નીકળી જતી.
થોડા સમય પછી દિવાળીનું વેકેશન હોવાથી તેની નોકરી એ પણ રજા હતી અને દીકરાને પણ સ્કુલ માં વેકેશન હતું. અને આમ પણ ઘણા સમયથી ઘરની સાફ-સફાઇ બાકી હોવાથી આજે તેણે નક્કી કર્યું કે તે આખા ઘરની સાફ-સફાઈ કરશે.
બાપુજીને કહ્યું કે મારે ઘર સાફ કરવું છે એટલે બાપુજી એ કહ્યું શીતલ વહુ તમે ઘર નીરાતે સાફ કરી લો મારે આમ પણ બજારમાં થોડું કામ છે તો હું જઈને આવું. શીતલ એ કહ્યું અરે બાપુજી તમે તો માંડ માંડ ચાલી શકો છો કહો ને શું કામ છે પરંતુ બાપુજીએ કહ્યું અરે વાંધો નહીં હું ધીમે-ધીમે ચાલ્યો જઈશ અને ફરી પાછો આવી જઈશ.
શીતલ નો દીકરો પણ તેના પાડોશના મિત્ર સાથે રમવામાં વ્યસ્ત થઈ ગયો અને પતિ પણ ઓફિસે થી મોડા આવવાના હતા એટલે શીતલ એકલી ઘર સાફ કરવા લાગી. થોડા સમય પછી બાપુજી નો પલંગ ચોખ્ખો કરવા લાગી ત્યારે પલંગ નીચેથી એક ડાયરી મળી, આ ડાયરી શીતલે આજથી પહેલા કોઈ દિવસ નહોતી જોઈ. શીતલને ઉત્સુકતા લાગી કે એ ડાયરીમાં શું હશે એટલે ડાયરી ખોલી અને જોવા લાગી…
એ ડાયરી બાપુજીની હતી એ ડાયરીમાં દરરોજ ની દિનચર્યા સ્મૃતિના સ્વરૂપે બાપુજી લખતા. શીતલ ને વિચાર આવ્યો કે કોઈપણ એક દિવસ ની દિનચર્યા વાંચીને જોઈએ તો ખરા કે બાપુજી એ શું લખ્યું છે ખાસ કરીને પોતાના વિશે શું લખ્યું છે તે વિશે જાણવાની જિજ્ઞાસા વધુ હતી.
ડાયરી ખોલીને એક પેજમાં નજર કરી તેમાં બાપુજીએ લખ્યું હતું…