રસ્તા પર એક ચિઠ્ઠી મળી, જેમાં લખ્યું હતું કે મારા રૂપિયા પડી ગયા છે, કોઈને મળે તો આ સરનામે મોકલજો. એ સરનામે જઈને જોયું તો ત્યાં...
રવિવારનો દિવસ હતો, રવિવારે શાક લેવાનું થી લઈને બીજું કંઈ પણ વસ્તુ લેવાની હોય તો હું લેવા માટે જતો, એ રવિવારે સવારે દૂધ અને શાક લેવાનું હોવાથી સવારે હું લેવા માટે નીકળ્યો હતો. દૂધ અને શાક લઈને ઘરે જઈ રહ્યો હતો. રસ્તામાં ચાલતા ચાલતા ત્યાં રહેલા એક વીજળીના થાંભલા પર ધ્યાન અટકી ગયું.
તે વીજળીના થાંભલા પર એક ચિઠ્ઠી ચોંટેલી હતી, રોજ નો રસ્તો હોવાથી આ કંઈક નવીન દેખાયું એટલે ત્યાં જઈને જોવાની કોશિશ કરી કે આ ચિઠ્ઠી માં શું લખ્યું છે? ત્યાં પાસે જઈને એ થાંભલા પરથી ચિઠ્ઠી વાંચી. ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ રસ્તા ઉપર ચાલતા ચાલતા મારા 50 રૂપિયા પડી ગયા છે. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
મને આંખમાં દેખાવાની તકલીફ છે, તો જે કોઈને મારા પચાસ રૂપિયા મળે તેને વિનંતી છે કે નીચે મારા સરનામે રૂપિયા પહોંચાડી દેજો. અને આ ચિઠ્ઠી મા નીચે સરનામું લખેલું હતું. વાંચીને મને ખબર નહીં કેમ પરંતુ સરનામા પર જવાની અને ત્યાં જઈને વધુ જાણવાની કુતૂહલ થઈ.
સરનામું જોઈને ત્યાં જવા માટે નીકળી ગયો, થોડા સમય પછી તે સરનામે પહોંચ્યો, એક નાની એવી શેરીમાં નાનું એવું મકાન નું સરનામું હતું, મકાન બહારથી નાની એવી ઝૂંપડી જેવું દેખાઈ રહ્યું હતું. હું ત્યાં અંદર ગયો તો એક વૃદ્ધ મહિલા બહાર આવ્યા.
તે વૃદ્ધ મહિલા પાસે ચાલવાના સહારા માટે લાકડી રાખેલી હતી, લાકડીનો સહારો લઈને તે ચાલીને બહાર આવ્યા. આમતેમ નજર કરી પરંતુ ચોપડી માં બીજું કોઈ દેખાયું નહીં એટલે સમજી ગયો કે કદાચ તે વૃદ્ધ મહિલા એકલા જ ઝૂંપડીમાં રહેતા હતા. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
આંખો પણ નબળી પડી ગઇ હોવાથી જોવામાં તકલીફ પડતી હતી, મેં મારા ખિસ્સામાંથી 50 રૂપિયાની નોટ કાઢી અને તેને કહ્યું કે માજી આ તમારા 50 રૂપિયા ખોવાઈ ગયા છે તે મને મળ્યા છે. આ તમારા રૂપિયા લઈ લો હું તમને લેવા માટે આવ્યો છું.
મારી વાત સાંભળીને એ વૃદ્ધ મહિલાએ કહ્યું કે બેટા અત્યાર સુધીમાં લગભગ 60 70 થી પણ વધુ લોકો મને 50 રૂપિયા થઈ ચૂક્યા છે. મારા રૂપિયા ક્યાંય પડી ગયા નથી. મારે રૂપિયા નથી જોઈતા. મેં ઘણો બધો આગ્રહ કર્યો એટલે તે વૃદ્ધ માજીએ રૂપિયા તો લઈ લીધા.
સાથે સાથે કહ્યું કે ખબર નહીં કોણ જાણે કોણ મારી આ હાલત ઉપર દયા ખાઈને થાંભલા પર ચિઠ્ઠી માં લખી ગયું છે, હવે તમે એક કામ કરજો બેટા, અહીંયા આવેલ બધાને મે તે કાગળ ફાડી નાખવાનું કહ્યું છે. પરંતુ લાગે છે બધા ભૂલી ગયા છે.
તો તમે બહાર જાઓ એટલે તે કાગળ ફાડી નાખજો, જેથી હવે બીજા લોકો મને રૂપિયા લેવા માટે અહીં ન આવે. હું તો ભલે માજી કહીને ત્યાંથી બહાર નીકળી ગયો. ફરી પાછો થાંભલે પહોંચી ગયો, થાંભલે પહોંચીને ફરી પાછી ચીઠ્ઠી વાંચી.
અને માજી ના શબ્દો યાદ આવી ગયા, અત્યાર સુધી માજીને અનેક લોકોએ રૂપિયા આપ્યા પરંતુ કોઈ લોકો એ કાગળ ફાડ્યો નથી, તો પછી હું શું કામ તે ચિઠ્ઠી ફાડી નાખું? માજી ને મદદ મળતી હોય તે બંધ કરવામાં હું શું કામ નિમિત બનું?
આમ પણ માજીના ઘરની હાલત જોતા એવું જ લાગી રહ્યું હતું કે બિચારા કંઈ કામકાજ કરી શકે તેમ નથી તો તેનું ગુજરાન કઈ રીતે ચલાવતા હશે? અને કોઈ તેની મદદ કરે તો તેને થોડા રૂપિયા ભેગા થઇ જાય તો તે પોતાનો ખર્ચો તો કાઢી શકે. બસ આવા વિચાર કરીને હું ત્યાંથી ચીઠી ફાડયા વગર જતો રહ્યો.
એ દિવસે મનમાં ને મનમાં એ વ્યક્તિને ખૂબ જ સન્માન આપવાનું મન થયું જેને ખરેખરમાં આ ચિઠ્ઠી તૈયાર કરી હશે, અને તેમાં આ લખાણ લખીને થાંભલા પર ચોંટાડેલું હતું. ખરેખર માજીની સેવા કરવાનો ઉપાય તેને જે કર્યો તે વખાણને લાયક હતો. આ સ્ટોરી તમે justgujjuthings.com પર વાંચી રહ્યા છો.
કોઈ સમાજ સેવા કરતા માણસો તો ગરીબો ને દાન કે ધર્માદો આપે અને પેપર માં તેના ફોટા છપાવે છે, પણ આવી નિસ્વાર્થ સેવા કરવા વાળો પહેલો વ્યક્તિ જોયો, જેને એક કાગળ લગાવી ને વૃદ્ધ માજી ને સહાય કરી અને કરાવી તેને વંદન. આજે જાણે મારો રવિવાર સુધરી ગયો હોય તેવું લાગતું હતું.
ઘરે જઈને પરિવારને વાત કરી તો તે લોકો પણ ખુશ થઈ ગયા અને મનોમન તે ચિઠ્ઠી લખનારના વખાણ કરવા લાગ્યા.
જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.