રસ્તા પર એક ચિઠ્ઠી મળી, જેમાં લખ્યું હતું કે મારા રૂપિયા પડી ગયા છે, કોઈને મળે તો આ સરનામે મોકલજો. એ સરનામે જઈને જોયું તો ત્યાં…

તો તમે બહાર જાઓ એટલે તે કાગળ ફાડી નાખજો, જેથી હવે બીજા લોકો મને રૂપિયા લેવા માટે અહીં ન આવે. હું તો ભલે માજી કહીને ત્યાંથી બહાર નીકળી ગયો. ફરી પાછો થાંભલે પહોંચી ગયો, થાંભલે પહોંચીને ફરી પાછી ચીઠ્ઠી વાંચી.

અને માજી ના શબ્દો યાદ આવી ગયા, અત્યાર સુધી માજીને અનેક લોકોએ રૂપિયા આપ્યા પરંતુ કોઈ લોકો એ કાગળ ફાડ્યો નથી, તો પછી હું શું કામ તે ચિઠ્ઠી ફાડી નાખું? માજી ને મદદ મળતી હોય તે બંધ કરવામાં હું શું કામ નિમિત બનું?

આમ પણ માજીના ઘરની હાલત જોતા એવું જ લાગી રહ્યું હતું કે બિચારા કંઈ કામકાજ કરી શકે તેમ નથી તો તેનું ગુજરાન કઈ રીતે ચલાવતા હશે? અને કોઈ તેની મદદ કરે તો તેને થોડા રૂપિયા ભેગા થઇ જાય તો તે પોતાનો ખર્ચો તો કાઢી શકે. બસ આવા વિચાર કરીને હું ત્યાંથી ચીઠી ફાડયા વગર જતો રહ્યો.

એ દિવસે મનમાં ને મનમાં એ વ્યક્તિને ખૂબ જ સન્માન આપવાનું મન થયું જેને ખરેખરમાં આ ચિઠ્ઠી તૈયાર કરી હશે, અને તેમાં આ લખાણ લખીને થાંભલા પર ચોંટાડેલું હતું. ખરેખર માજીની સેવા કરવાનો ઉપાય તેને જે કર્યો તે વખાણને લાયક હતો.

કોઈ સમાજ સેવા કરતા માણસો તો ગરીબો ને દાન કે ધર્માદો આપે અને પેપર માં તેના ફોટા છપાવે છે, પણ આવી નિસ્વાર્થ સેવા કરવા વાળો પહેલો વ્યક્તિ જોયો, જેને એક કાગળ લગાવી ને વૃદ્ધ માજી ને સહાય કરી અને કરાવી તેને વંદન. આજે જાણે મારો રવિવાર સુધરી ગયો હોય તેવું લાગતું હતું.

ઘરે જઈને પરિવારને વાત કરી તો તે લોકો પણ ખુશ થઈ ગયા અને મનોમન તે ચિઠ્ઠી લખનારના વખાણ કરવા લાગ્યા.

જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો સાથે શેર કરજો, તેમજ આ સ્ટોરી ને કમેન્ટ માં 1 થી 10 ની વચ્ચે રેટિંગ પણ આપજો.

વધુ વાંચવા માટે નીચે Next પર ક્લિક કરો... તેમજ જો આવી બીજી રસપ્રદ સ્ટોરી વ્હોટ્સએપમાં મેળવવા માંગતા હોય તો વ્હોટ્સએપ માં અમારી ચેનલ જોઈન કરી શકો છો: Whatsapp Channel