ડ્રાઇવરની આવી આશ્ચર્ય પમાડે તેવી વાત સાંભળીને ઘણા ખરા યાત્રીઓ ડ્રાઇવરની આ વાતનો વિરોધ કરવા લાગ્યા, અમુક લોકોએ કહ્યું કે એવું કંઈ ના હોય, અને યાત્રીઓ એ આમ કરવાની ના પાડી. પરંતુ સામે અમુક યાત્રીઓ ડ્રાઇવર ની વાત થી સહમત થયા અને કહ્યું કે ડ્રાઈવર ની વાત સાચી છે, જો એમ હોય તો એક વ્યક્તિને કારણે આપણે બધા મૃત્યુ પામીશું. એથી સારું એ છે કે એક પછી એક દરેક યાત્રી નીચે જઈને પેલા વૃક્ષ ને સ્પર્શ કરીને ફરી પાછો બસ પર આવી જાય. એમાં શું વાંધો છે?
ઘણા યાત્રીઓ ડ્રાઇવરની વાતથી સહમત નહોતા પરંતુ થોડી ઘણી ચર્ચાને અંતે બધા યાત્રીઓ તૈયાર થઈ ગયા. સૌથી પહેલાં વ્યક્તિને નીચે ઉતરીને બસ જે વૃક્ષની સામે ઉભી રાખવામાં આવી હતી એ વૃક્ષને સ્પર્શ કરીને ફરી પાછું આવવાનું કહેવામાં આવ્યું, પહેલો યાત્રી નીચે ઉતર્યો અને મનમાં ભય સાથે ઇચ્છા ન હોવા છતાં પણ બસ નીચે ઉતરીને વૃક્ષ પાસે ગયો સ્પર્શ કરીને ફરી પાછો બસ માં આવી ગયો.
જ્યારે એ યાત્રીને કંઈ જ ન થયું તો તેનું મન પ્રસન્ન થઈ ગયું, કારણ કે તે હજુ પણ જીવિત હતો. હવે આ જ રીતે દરેક યાત્રીઓએ બસની નીચે ઉતરીને વૃક્ષ ને સ્પર્શ કરીને ફરી પાછું બસ માં આવવાનું હતું. એક પછી એક દરેક યાત્રીઓ નીચે ઉતરી મનમાં ભય સાથે વૃક્ષ નો સ્પર્શ કરતા અને ફરી પાછા બસમાં પાછા ફરતા. એક પછી એક બધા યાત્રીઓએ આ ક્રમ જાળવી રાખ્યો અને બસમાં હવે એક જ યાત્રી ને વૃક્ષ સ્પર્શ કરવાનું બાકી હતું. બધા યાત્રીઓ ખૂબ જ આનંદિત હતા પરંતુ તે બાકી રહેલો છેલ્લો યાત્રી ખુબ જ ડરી ગયો. કારણ કે બધા યાત્રીઓ નીચે જઈને ફરી પાછા આવી ચૂક્યા હતા અને બસમાં હાજર રહેલ કોઈ પણ વ્યક્તિ હવે વૃક્ષને સ્પર્શવામાં બાકી નહોતું. ડ્રાઈવર પણ વૃક્ષ ને સ્પર્શી ને ફરી પાછો બસ પર આવી ગયો હતો.
એ યાત્રી ને માત્ર મૃત્યુ ના વિચાર જ આવતા હતા, તે ખૂબ જ ડરી રહ્યો હતો અને ડરના કારણે નીચે જવા માટે તૈયાર જ નહોતો. પણ બધા યાત્રીઓ એ તેના પર દબાણ કર્યું અને વૃક્ષ નો સ્પર્શ કરવા માટે મજબૂર કર્યો. હવે પહેલો યાત્રી મનમાં 100% મૃત્યુના ભય સાથે ધીમે ધીમે બસમાંથી આગળ વધીને નીચે ઉતરવાના દરવાજા પાસે જઈ રહ્યો હતો.
એ યાત્રી બસની અંદર ચાલી રહ્યો હતો અને દરવાજા પાસે જઈ રહ્યો હતો ત્યારે બસ માં હાજર રહેલ દરેક યાત્રીઓ તેની સામે જોઈ રહ્યા હતા, બધા યાત્રીઓ તેની સામે તાકી તાકીને જોઇ રહ્યા હોવાથી પેલા યાત્રીનો ડર વધી રહ્યો હતો. બસ ના દરવાજા પાસે રહેલા પગથીયા પરથી નીચે ઉતરીને પેલો યાત્રી વૃક્ષ ને સ્પર્શ કરવા માટે આગળ વધ્યો. વૃક્ષ પાસે જઈને વૃક્ષ નો સ્પર્શ કર્યો અને હજુ તો બસમાં ફરી પાછો જઈ રહ્યો હતો કે તરત જ આકાશમાં ભયાનક ગર્જના થઈ અને વીજળી પડી, પરંતુ એ વીજળી એ તે માણસને નહીં ત્યાં સામે ઊભેલી બસને પોતાનો શિકાર બનાવ્યો. એટલે પેલો યાત્રી તો બચી ગયો પરંતુ બસ માં હાજર રહેલા દરેક યાત્રીઓ સાથે ડ્રાઇવર પણ મૃત્યુ પામ્યા. આ બનાવને કારણે એ સ્પષ્ટ થઈ ગયું કે આખી બસ માત્ર યાત્રીની હાજરીને કારણે જ સુરક્ષિત હતી.
ભલે આ સ્ટોરી કદાચ કાલ્પનિક હોઈ શકે પરંતુ આ સ્ટોરી આપણને ઘણું બધું શીખવી ને જાય છે. આપણા જીવનમાં આપણે ઘણી ઉપલબ્ધિઓ ને હાસલ કરીએ છીએ પરંતુ ઘણી વખત આપણે પોતે જ બધો શ્રેય લેવાની કોશિશ કરતા આવ્યા છીએ, અને એ ભૂલી જતા હોઈએ છીએ કે એવું પણ બની શકે કે આ ઉપલબ્ધિ આપણને મળી તે કોઈ બીજા વ્યક્તિ ના કારણે પણ હોઈ શકે. કદાચ એવું પણ બની શકે કે એ જ વ્યક્તિને કારણે આપણે આપણી અત્યારની જિંદગીને આટલી ખુશી, પ્રેમ, પ્રસિદ્ધિ સાથે વિતાવી રહ્યા હોય. પછી એ વ્યક્તિ આપણી ચારે બાજુ માંથી કોઇપણ હોઇ શકે છે, આપણા માતા-પિતા હોય, આપણા પત્ની કે પતિ હોય, આપણા બાળકો હોય, આપણા ભાઈ બહેન હોય, કે પછી આપણો શ્રેષ્ઠ મિત્ર કેમ ન હોય જે ઘણા સમયે આપણને નુકસાનથી પણ બચાવતા હોય છે.
આથી આપણી આજુબાજુ રહેલા દરેક વ્યક્તિને આધાર આપવો, જો આ સ્ટોરી તમને પસંદ પડી હોય તો દરેક લોકો જોડે આ સ્ટોરી ને શેર કરજો તેમજ અહીં કમેન્ટમાં આ લેખ તમને કેવો લાગ્યો તે 1 થી ૧૦ ની વચ્ચે રેટિંગ પણ આપજો.